Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આઈએમએસની રજૂઆત રિટેઈલરો માટે ફેસ્ટિવ સેલ્સની તકો છીનવી લેશેઃ એમ્પાવર ઈન્ડિયા

આગામી ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખતાં અમલબજાવણીની મુદત 12 મહિના વધારવા માગણી

નવી દિલ્હી 24 સપ્ટેમ્બર 2024: ધ ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ નેટવર્ક (જીએસટીએન) દ્વારા 1લી ઓક્ટોબર, 2024થી અમલ સાથે ઈન્વોઈસ મેનેજમેન્ટ સિસ્ટમ (આઈએમએલ) રજૂ કરવાનો પ્રસ્તાવ છે. આઈએમએસનો હેતુ ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) દાવા પ્રક્રિયાને પ્રવાહરેખામાં લાવવાનો છે, પરંતુ તૈયારીનો અભાવ કોમ્પ્લાયન્સનો બોજ વધારવા સાથે કાર્યક્ષમ રીતે મૂડીરોકાણમાં પણ અવરોધ પેદા કરશે. નવી પ્રણાલી હેઠળ પ્રાપ્તિકર્તા કરદાતાએ દરેક ઈન્વોઈસ અથવા ક્રેડિટ નોટ સ્વીકાર અથવા નકારવાનું આવશ્યક રહેશે અથવા જ્યાં વેપારો પોતાની મેળે સહજ રીતે આઈટીસી દાવો કરી શકે ત્યાં વર્તમાન પ્રણાલીને બદલે પેન્ડિંગ તરીકે રાખી શકે છે. આઈએમએસની રજૂઆત પછી તે નોંધણીકૃત પ્રાપ્તિકર્તાઓને તેમના જીએસટીઆર-1માં પુરવઠાદારો દ્વારા જારી ઈન્વોઈસીસ સાથે તેમની નોંધ મેચ કરવાની અનુકૂળતા આપશે. જોકે આઈએમએસ પ્રપોઝલ માટે કાયદેસર આધારનો અભાવ મુખ્ય ચિંતા છે, કારણ કે કરદાતાઓ હાલમાં સ્વ-આકલન કરી રહ્યા છે અને તેમના જીએસટી વળતરોમાં આઈટીસીનો દાવો કરી રહ્યા છે.

એમ્પાવર ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ કે. ગિરિએ જણાવ્યું હતું કે, “આઈએમએસની અમલબજાવણીને પાછળ ઠેલવાનું સૂઝબૂઝભર્યું છે, કારણ કે તેનાથી ફેસ્ટિવ સીઝનમાં વેચાણ વાર્ષિક વેચાણની તુલનામાં 30-35 ટકા વધી જતું હોય છે તેવા ટાણે જ રિટેઈલ ઈકોસિસ્ટમ પર અસર થઈ શકે છે. ઉપરાંત રિટેઈલ ઈકોસિસ્ટમ માટે નવી માર્ગદર્શિકા વ્યસ્ત વેચાણના સમયગાળાની વચ્ચે પાલન કરવાથી વેપારમાંથી ધ્યાન વિચલિત થશે. પ્રાપ્તિકર્તાઓ કૃતિઓ પર દ્રષ્ટિગોચરતા પૂરી પાડતા કાર્યશીલ સપ્લાયર ડેશબોર્ડનો અભાવ અમલબજાવણીમાં વધુ ગૂંચ પેદા કરશે.”

સુધારણાનાં ક્ષેત્રોઃ

  • હિસ્સાધારકોએ આઈએમએસમાં સુધારણા માટે જરૂરતોને ઓળખી છે, જેમ કે, સપ્લાયરો માટે જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બી ફાઈલિંગ તેમ જ રેટ લેવલને બદલે ઈન્વોઈસ લેવલે ડેટા વેલિડેટ કરવાની ક્ષમતાનો સમાવેશ કરવાનો સમાવેશ થાય છે.
  • ક્રેડિટ નોટ્સ ગ્રાહકો દ્વારા નકારાય ત્યારે તેની ટ્રીટમેન્ટ મુખ્ય ચિંતા છે, કારણ કે તેનાથી સપ્લાયરોનું કર ઉત્તરદાયિત્વ ઓર વધે છે.
  • નાના વેપારો અને છેલ્લા રિટેઈલરો સાથે કન્સલ્ટેશન વ્યાપક એવી આવી પહેલોની સફળતા માટે મહત્ત્વપૂર્ણ છે.
  • ક્રેડિટ નોટ્સ પેન્ડિંગ રાખવાથી કર ઉત્તરદાયિત્વ આપોઆપ ઉમેરાય તે પૂર્વે એલાઈનમેન્ટ માટે પૂરતો સમય પૂરો પાડે છે અને સપ્લાયરો નકારેલી ક્રેડિટ નોટ્સ ઓફફસેટ કરવા ડેબિટ નોટ્સ જારી કરે છે, જે અમુક ભલામણો કરદાતાઓની છે.
  • વર્તમાન પ્રસ્તાવમાં ગ્રાહકો દ્વારા ક્રેડિટ નોટ્સના કોઈ પણ ખોટા અથવા ઈરાદાપૂર્વક નકાર સામે વિખવાદ કરવા સપ્લાયરો માટે સ્પષ્ટ યંત્રણાનો અભાવ છે.

સરકાર આઈએમએસમાં સ્પષ્ટતા લાવવા પ્રયાસ કરી રહી છે ત્યારે નીતિના ઘડવૈયાઓ આ ઘેરી ચિંતાઓને પહોંચી વળવા અને નવા કોમ્પ્લાયન્સ શાસનમાં સહજ રીતે રૂપાંતર થવા વેપારો સાથે નિકટતાથી કામ કરે તે મહત્ત્વપૂર્ણ છે. કંપનીઓએ આગામી નાણાકીય વર્ષથી ફરજિયાત બની રહેલા ઈનપુટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુશનની રીતે મોટો જીએસટી ફેરપાર હાથ ધર્યો છે અને આ વણજાહેર ફેરફાર કોમ્પ્લાયન્સ પ્રક્રિયાને વધુ ગૂંચમાં મૂકે છે. સરકાર અને વેપારી સમદાય વચ્ચે એકત્રિત અભિગમ નવી ઈન્વોઈસ મેનેજમેન્ટ સિસ્ટમની ગૂંચને પહોંચી વળવા માટે મહત્ત્વપૂર્ણ છે. વેપારોને આઈએમએસની અમલબજાવણીની તૈયારી માટે કમસેકમ 12 મહિના વધુ આપવા જોઈએ.

Related posts

સ્પાઇનલ ફ્યુઝનને સમજો : આ ક્યારે આવશ્યક છે?

amdavadpost_editor

ફેન્ઝા એક્ઝિબિશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત ઇન્ડિયા બિગેસ્ટ એન્ડ ડેડીકેટેડ લેબોરેટરી એક્ઝિબિશન તેમજ પેનલ ડિસ્કશન એશિયા લેબેક્સ- 2024 3જી જુલાઈથી ભારતના ગુજરાત રાજ્યમાં આવેલા ગાંધીનગર ખાતે પ્રારંભ થશે.

amdavadpost_editor

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ લોંચ કરે છે આકાશ ઇન્વિક્ટસ – મહત્તમ ગેમ-ચેન્જર JEE તૈયારી કેમ્પસ, હવે વડોદરામાં

amdavadpost_editor

Leave a Comment