ગુજરાત, અમદાવાદ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫: મજબૂત વૈશ્વિક ઉપસ્થિતિ ધરાવતી અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની વૈશાલી ફાર્મા લિમિટેડે પ્રાથમિક રોકાણ દ્વારા કેસર ફાર્મા લિમિટેડમાં 51 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. આ વ્યૂહાત્મક હસ્તાંતરણથી વૈશાલી ફાર્માની બજાર ઉપસ્થિતિ વધુ મજબૂત થશે, તેની ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ થશે તથા બેકવર્ડ ઇન્ટિગ્રેશન દ્વારા સપ્લાય ચેઇન મજબૂત બનશે.
વ્યૂહાત્મક તર્ક અને લાભ
આ હસ્તાંતરણથી વૈશાલી ફાર્મા તેના પોર્ટફોલિયોમાં કેસર ફાર્માની અત્યાધુનિક ઉત્પાદન ક્ષમતાઓનો સમાવેશ કરીને લાંબાગાળાની વૃદ્ધિ વ્યૂહરચનાને વેગ આપશે. કેસર ફાર્માના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળતાનો લાભ લઇને વૈશાલી ફાર્મા તેની ઉત્પાદન ક્ષમતા, ખર્ચ કાર્યક્ષમતા તથા બજાર પહોંચમાં વધારો કરશે. આ પહેલથી કેસર ફાર્માના વર્તમાન સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિતકરાશે, જે કંપનીની ઉત્પાદકતા અને નફાકારકતામાં વધારો કરવામાં ઉપયોગી બની રહેશે.
આ હસ્તાંતરણ સાથે વૈશાલી ફાર્મા ડબલ્યુએચઓ-જીએમપી તથા બીજી આંતરરાષ્ટ્રીય નિયામકીય માર્ગદર્શિકાઓનું પાલન કરતી ઉત્પાદન સુવિધા પ્રાપ્ત કરશે. ઉલ્લેખનીય છે કે કેસર ફાર્માની ઉત્પાદન સુવિધાઓ નાઇજીરિયા, કેન્યા, યુગાન્ડા, કોંગો, ઘાના, મડાગાસ્કર,રવાન્ડા, એંગોલા, ઉઝબેકિસ્તાન, કિર્ગીસ્તાન, મ્યાંમાર, ફિલિપાઇન્સ અને કમ્બોડિયા જેવાં દેશની નિયામકીય સંસ્થાનોની મંજૂરી ધરાવે છે. આ મંજૂરીઓ કેસર ફાર્મા દ્વારા જાળવાયેલા ઉચ્ચ ધોરણો હાઇલાઇટ કરે છે તથા વૈશાલી ફાર્માની વૈશ્વિક ક્ષમતાઓને વધુ મજબૂત કરે છે.
આ સંપાદન દ્વારા વૈશાલી ફાર્મા આગામી બે વર્ષમાં રૂ. 300 કરોડના ટર્નઓવરનું લક્ષ્ય ધરાવે છે.
મેનેજમેન્ટની પ્રતિક્રિયા
મીડિયા સાથેની વાતચીતમાં વૈશાલી ફાર્માના ચેરમેન અતુલ વસાણીએ જણાવ્યું હતું કે, આ હસ્તાંતરણ બંન્ને કંપનીઓ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. કેસર ફાર્મા સાથે મળીને અમારો ઉદ્દેશ્ય તેની અદ્યતન ઉત્પાદન સુવિધાના મહત્તમ ઉપયોગ સાથે ઉદ્યોગના સર્વોચ્ચ ધોરણો જાળવવાનો છે. આ વ્યૂહાત્મક પગલાથી અમે અમારી કામગીરીમાં વધારો કરી શકીશું, અમારી વૈશ્વિક પહોંચ વધારી શકીશું તથા ઉચ્ચ-ગુણવત્તાયુક્ત, વાજબી હેલ્થકેર સોલ્યુશન્સ ડિલિવર કરતાં રહીશું. અમને વિશ્વાસ છે કે આ ભાગીદારી અમારા હીતધારકો માટે લાંબાગાળે મૂલ્ય સર્જન કરશે તથા અમારા મહાત્વાકાંક્ષી વૃદ્ધિ લક્ષ્યોને સાકાર કરવામાં મદદરૂપ બની રહેશે.
કેસર ફાર્માના ડાયરેક્ટર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, આ હસ્તાંતરણથી કેસર ફાર્માની ઉત્પાદન સુવિધાનો બેસ્ટ ઉપયોગ સુનિશ્ચિત કરવાની સાથે-સાથે ગુણવત્તાના સર્વોચ્ચ ધોરણો જાળવી શકાશે. વૈશાલી ફાર્માની કુશળતા અને વૈશ્વિક નેટવર્ક સાથે અમે અમારા ઉત્પાદનમાં વધારો કરી શકીશું તથા અમારી બજાર ઉપસ્થિતિને વિસ્તારી શકીશું. અમે આ ભાગીદારીથી સર્જાતી તકો અંગે ઉત્સાહિત છીએ અને બંન્ને કંપનીઓ માટે સફળ લાભદાયી સહયોગ માટે ઉત્સુક છીએ.
આ હસ્તાંતરણ વૈશાલી ફાર્માની સતત વૃદ્ધિ તથા વિશ્વભરમાં દર્દીઓ માટે હેલ્થકેરની સુવિધામાં સુધારો કરવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ કદમ છે.
એડવાઇઝરી પાર્ટનર
આ સંપાદન એબાન્સ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (અગાઉ એબાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ તરીકે જાણીતી) દ્વારા કરવામાં આવ્યું હતું,જેણે વ્યૂહાત્મક સલાહકાર સેવાઓ પૂરી પાડી હતી.