Amdavad Post
ગાર્મેન્ટ્સગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ક્રાઉસ જીન્સે વડોદરા, ભારતમાં તેનો 10મો સ્ટોર શરૂ કર્યો

સ્ટાઇલ, આરામ અને ક્રાફ્ટમેનશિપની ઉજવણી

વડોદરા 10 જાન્યુઆરી 2025 – ક્રાઉસ જીન્સ હોમગ્રોન વુમનવેર ડેનિમ બ્રાન્ડમાં જે પોતાના શ્રેષ્ઠ ફિટિંગ અને અને ટ્રેન્ડ-ફોરવર્ડ સ્ટાઇલ માટે જાણીતી છે, તેને ભારતમાં પોતાનો 10મો સ્ટોર વડોદરા શહેરમાં ખોલ્યો. આ લોન્ચિંગમાં બોલીવુડ અભિનેત્રી શ્રેયા શર્મા ઉપસ્થિત રહી હતી, જે પોતાની સરળ સ્ટાઇલ માટે જાણીતી છે, જેમાં આરામદાયક સુંદરતા અને કેઝ્યુઅલ સ્ટાઇલનો સમાવેશ થાય છે.

નવો સ્ટોર સેન્ટર સ્ક્વેર મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર સુવિધાજનક રીતે સ્થિત છે, જે 600 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને તેમાં ડેનિમનું પ્રીમિયમ કલેકશન છે-જેમાં વાઈડ-લેગ, ફ્લેયર્ડ, સ્ટ્રેટ ફીટ, સ્કિની ફીટ અને કાર્ગોસ-સાથે ટ્રેન્ડી ટોપવેરનો સમાવેશ થાય છે. જેવા કે ગ્રાફિક ટીઝ, શર્ટ્સ, સ્વેટશર્ટ્સ, ક્રોપ ટોપ્સ, જેકેટ્સ અને બીજું ઘણું બધુ.

ફેશન રિટેલમાં 20 વર્ષ જૂના વારસા સાથે, ક્રાઉસ જીન્સ તેના મેડ-ઇન-ઈન્ડિયા સિદ્ધાંત પર ખૂબ જ ગર્વ અનુભવે છે. ડિઝાઇનથી લઇને ઉત્પાદન અને ફિનિશિંગ ટચ સુધી, ડેનિમ્સની એક જોડી બનાવવાના દરેક પાસાને ઘરની અંદર જ હેન્ડલ કરવામાં આવે છે, જે અપ્રતિમ ગુણવત્તા, ઇનોવેટિવ ડિઝાઇન અને ભારતીય શરીરના પ્રકારને અનુરૂપ ફિટ સુનિશ્ચિત કરે છે. આ બ્રાન્ડ સસ્તી છે પરંતુ ફેશનમાં ચાલી રહેલા ડેનિમ માટે બજારમાં આ અંતરને દૂર કરે છે, જે આધુનિક મહિલાની જીવનશૈલી પસંદગીઓ અને પ્રાથમિકતાઓની સાથે પડઘો પાડે છે, એવા કપડા રજૂ કરે છે જે સર્વતોમુખી, લાંબા સમય સુધી ટકી રહે તેવા અને સંપૂર્ણ ફિટ ઓફર કરે છે!

સમગ્ર ભારતમાં મોટા મલ્ટી-બ્રાન્ડ આઉટલેટ્સમાં મજબૂત પાયા સાથે, ક્રાઉસ જીન્સ હવે એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ્સ (EBOs)ના માધ્યમથી અને તેની પોતાની એક્સક્લુઝિવ વેબસાઇટ – www.krausjeans.com તેના રિટેલ ફૂટપ્રિન્ટને સતત વિસ્તારી રહી છે.

આ EBOs ગ્રાહકોને અદ્વિતીય બ્રાન્ડ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે એક સમર્પિત સ્થાનમાં  પ્રીમિયમ ગુણવત્તા, અનુરૂપ ફિટ અને ટ્રેન્ડ-કૉન્શિયસ સ્ટાઇલનું સંયોજન કરે છે. વિસ્તરણમાં મુંબઈ, પુણે, દિલ્હી, વડોદરા, મેંગલોર, ઈન્દોર અને ભોપાલ જેવા મુખ્ય ફેશન-ફોરવર્ડ શહેરો અને દુબઈમાં બ્રાન્ડના પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્ટોરનો સમાવેશ થાય છે. આ ક્રાઉસ જીન્સની પ્રતિબદ્ધતાને દર્શાવે છે કે સસ્તી ફેશનને વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચાડવાની સાથો સાથ સમજી-વિચારીને ક્યુરેટે કરાયેલ સ્ટોર અનુભવોની સાથે ગ્રાહકની મુસાફરીને શ્રેષ્ઠ બનાવી.

લોન્ચ અંગે પોતાની ખુશી વ્યકત કરતાં, ક્રાઉસ જીન્સના સહ-સંસ્થાપક, શ્રી રવિ પંજાબી એ કહ્યું હતું કે, “અમે વડોદરામાં અમારો પહેલો સ્ટોર ખોલીને અને દેશમાં અમારા 10મા સ્ટોરના લોન્ચની ઉજવણી કરવા માટે રોમાંચિત છીએ. અમારા ગ્રાહકોએ અમને જે પ્રેમ અને વિશ્વાસ આપ્યો છે તેનું તે પ્રમાણપત્ર છે. વડોદરાના વાઇબ્રન્ટ, ફેશન-પ્રેમી દર્શકો તેને ક્રાઉસ માટે એક આદર્શ શહેર બનાવે છે. અમારા મેડ-ઈન-ઈન્ડિયા વચનની સાથે, અમે ફ્લોલેસ ફીટ, હૈ-ક્વોલિટી ફેબ્રિક્સ અને ડિઝાઇન્સ આપવા માટે સમર્પિત છીએ જે મહિલાઓને તેમના વ્યક્તિત્વને વ્યક્ત કરવા માટે સશક્ત બનાવે છે. અમે વડોદરામાં અમારા સમજદાર ગ્રાહકોને આવકારવા અને તેમની સ્ટાઇલની સફરમાં તેમની સાથે ભાગીદારી કરવા માટે આતુર છીએ”

Related posts

ઈડીઆઈઆઈ અને સર્વે ઓફ ઈન્ડિયા, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકાર વચ્ચે સહયોગ

amdavadpost_editor

ઓલિમ્પિક ચેમ્પિયન તાતિયાના નાવકાની વર્લ્ડ-ક્લાસ આઇસ શો ‘શેહેરાઝાદે’ પ્રથમવાર ભારતમાં ઈકેએએરેના, અમદાવાદમાં

amdavadpost_editor

સિસિલિયન પ્રીમિયર લીગ: અમદાવાદની સૌથી રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ

amdavadpost_editor

Leave a Comment