અમદાવાદમાં યાત્રાના વ્યૂહાત્મક વિસ્તરણનો ઉદ્દેશ યાત્રાની ઑફલાઇન ઉપસ્થિતિને વધારવા અને અમદાવાદમાં ગ્રાહકોની અનોખી જરૂરિયાતોને પૂરી કરવા માટે યાત્રા વ્યક્તિગત સર્વિસીસ પૂરી પાડવાનું છે
અમદાવાદ, 20 ઓગસ્ટ, 2024: ભારતની સૌથી મોટી કોર્પોરેટ ટ્રાવેલ સર્વિસ પ્રોવાઈડર અને અગ્રણી ઓનલાઈન ટ્રાવેલ કંપની યાત્રા ઓનલાઈન લિમિટેડે અમદાવાદમાં એક નવો સ્ટોર ખોલ્યો છે. 12મી ઑગસ્ટ 2024ના રોજ ઉદ્ઘાટન કરાયેલ નવો સ્ટોર સમગ્ર દેશમાં તેના પદચિહ્નને વિસ્તારવા માટે યાત્રાના ચાલી રહેલા પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે વિશ્વસ્તરીય યાત્રા સર્વિસીસને પોતાના ગ્રાહકોની નજીક લાવે છે.
નવો સ્ટોર ઓફિસ નંબર 110, આર્યન આવિષ્કાર, સ્કાય સિટી સર્કલ, ક્લબ O7 રોડ, શેલા, અમદાવાદ, ગુજરાત 380057 પર આવેલ છે. યાત્રા સ્ટોર્સ વ્યૂહાત્મક રીતે વધતી જતી મુસાફરીની માંગને પહોંચી વળવા માટે લોન્ચ કરાયો છે. જે વ્યક્તિગત સર્વિસીસ, ટેકનોલોજી-આધારિત સોલ્યુશન્સ અને ઇન-સ્ટોર બુકિંગ અનુભવ પૂરો પાડે છે- આ બધું એક જ છત નીચે.
યાત્રામાં કોર્પોરેટ ટ્રાવેલના સીઈઓ અને ઇન્ડસ્ટ્રીઝ રિલેશન્સના પ્રમુખ સબિના ચોપરાએ જણાવ્યું હતું કે, “અમને અમદાવાદમાં યાત્રાની વિશ્વસનીય યાત્રા સર્વિસીસ લાવવા પર ગર્વ છે, જે તેના વાઇબ્રન્ટ કલ્ચર અને વ્યક્તિગત ટ્રાવેલ સોલ્યુશન્સની વધતી માંગ માટે જાણીતા છે.” “આ લોન્ચ અમારી વિકાસ વ્યૂહરચનામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જેનાથી અમને ગુજરાતમાં અમારા ગ્રાહકો સાથે વધુ નજીકથી જોડાવાની તક આપે છે. આ નવો ફ્રેન્ચાઇઝી સ્ટોર અમને અમારા ગ્રાહકોને વ્યક્તિગત, સર્વિસીસ પૂરી પાડીને તેમની જરૂરિયાતોને વધુ સારી રીતે સેવા આપવા માટે સક્ષમ બનાવશે. અમારું લક્ષ્ય યાત્રા યોજનાને તમામ માટે એક સહજ અને આનંદદાયક અનુભવ પૂરો પાડવાનો છે અને આ સ્ટોર એ રણનીતિનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે.