Amdavad Post
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

યેઝદી રોડસ્ટારે તેની અદભુત ડિઝાઇન માટે કાર એન્ડ બાઇક ‘બાઇક ડિઝાઇન ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો

મુખ્ય હાઇલાઇટ્સ

  • કાર એન્ડ બાઇક બાઇક ડિઝાઇન ઓફ ધ યર: યેઝદી રોડસ્ટારે ભારતના સૌથી પ્રતિષ્ઠિત ઓટોમોટિવ ડિઝાઇન એવોર્ડમાંનો એક જીત્યો.
  • એવોર્ડ-વિજેતા સ્ટાન્સ: એક પ્લાન્ટેડ સિલુએટ, રોડસ્ટર અર્ગોનોમિક્સ સાથે ક્રુઝર હાજરીનો સંગમ, પહોળા રીઅર ફેન્ડર સાથે મસ્ક્યુલર બનાવટ અને આ સેગમેન્ટમાં સૌથી પહોળા રીઅર ટાયરમાંથી એક
  • સેગમેન્ટ-વ્યાખ્યાયિત મોડ્યુલર ડિઝાઇન: બોબર-સ્ટાઇલ સોલો સીટ અને ડ્યુઅલ-સીટ કન્ફિગરેશન વચ્ચે મિનિટોમાં સ્વિચ-ઓવર કરો, બંને રીતે ફિનિશ્ડ લુક જાળવી રાખો.
  • એ જ અદભુત લાઈનેજ: ખાસ બનાવટની ફ્યુઅલ ટેંક, યેઝદીના ડિઝાઇન-ફર્સ્ટ વારસાની યાદ અપાવે છે.
  • શેડો બ્લેક એડિશન: મોટરસાઇકલ પર ક્રોમ અને સિલ્વર ફિનિશને એલિમિનેટ કરીને મેળવેલું સાચું સ્ટીલ્થ સૌંદર્ય.

પૂણે | ૧૪મી માર્ચ ૨૦૨૬ — જાવા યેઝદી મોટરસાયકલ્સના મોડેલ ‘બોર્ન આઉટ ઓફ લાઇન’ યેઝદી રોડસ્ટારે કાર એન્ડ બાઇક તરફથી “બાઇક ડિઝાઇન ઓફ ધ યર” એવોર્ડ જીત્યો છે, જે આ મોટરસાયકલને પ્રાપ્ત થયેલા સન્માનની વધતી જતી શ્રેણીમાં વધુ એક યશકલગી ઉમેરે છે. આ વર્ષની શરૂઆતમાં, ઝી મીડિયા ઓટો એવોર્ડ્સમાં રોડસ્ટારને “બેસ્ટ 350 સીસી મોટરસાયકલ” તરીકે પણ નવાજવામાં આવ્યું હતું.

ક્લાસિક લિજેન્ડ્સના સહ-સ્થાપક બોમન ઈરાનીને પ્રખ્યાત ઓટોમોટિવ ડિઝાઇનર તેમજ સ્ટ્રેટ સ્કૂલ ઓફ ડિઝાઇન ઇન્ડિયાના ડીન થોમસ ડાલતરફથી એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ સન્માન રોડસ્ટાર દ્વારા ક્લાસિક રોડસ્ટારના બોલ્ડ નવા અવતારને બિરદાવે છે જેમાં પ્લાન્ટેડ સિલુએટ, મસ્ક્યુલર લુક અને મોડ્યુલર વર્સેટિલિટીનો સંગમ ધરાવતી ‘બોર્ન આઉટ ઓફ લાઇન’ ડિઝાઇન ધરાવે છે.

કંપનીના ડિઝાઇન-પ્રથમ એપ્રોચે યેઝદી રોડસ્ટારને અપેક્ષિત રેટ્રો ટેમ્પ્લેટ્સથી આગળ ધપાવ્યું છે. લાંબી, નીચી, પ્લાન્ટેડ અને નિઃશંકપણે સામા પ્રવાહે ઉન્નત બનવા ડિઝાઇન કરાયેલી, મોટરસાયકલ ક્રુઝરના સ્ટાન્સને રોડસ્ટારની એર્ગોનોમિક્સ અને રોજિંદી ઉપયોગિતા સાથે મિશ્રિત કરે છે. 12.5-લિટરની સ્કલ્પટેડ ફ્યુઅલ ટેંક ધરાવતી યેઝદીના દાયકાઓ જૂના વિઝ્યુઅલ લાઈનેજને મળેલું સમર્થન અને મોટરસાઇકલની મસ્ક્યુલર રોડ ઉપસ્થિતિને સુદૃઢ બનાવે છે. લિક્વિડ-કૂલ્ડ 350સીસી આલ્ફા-2, ફર્સ્ટ-ઇન-સેગમેન્ટ 6-સ્પીડ ગિયરબોક્સ અને હૂડ નીચે આસિસ્ટ અને સ્લિપર ક્લચ સાથે, રોડસ્ટાર ડિઝાઇન રાઇડરને ફ્રન્ટ અને સેન્ટરમાં પણ આરામ આપે છે: તે સુલભ સીટ હાઈટ, પર્યાપ્ત ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને રિલેક્સ એર્ગોનોમિક્સ ધરાવે છે.

ક્લાસિક લિજેન્ડ્સના સહ-સ્થાપક બોમન ઈરાનીએ જણાવ્યું હતું કે, “કાર એન્ડ બાઇક તરફથી મળેલું આ સન્માન ખાસ મહત્ત્વ ધરાવે છે, ખાસ કરીને જ્યારે ડિઝાઇનની વાત આવે છે. યેઝદી રોડસ્ટાર યેઝદીના વિદ્રોહી કેરેક્ટરને જાળવી રાખીને પ્રબળ ઈચ્છાશક્તિ સાથે તેની ક્લાસિક શૈલીને નવા અવતારમાં પ્રસ્તુત કરીને બનાવવામાં આવ્યું હતું, આ ફિલોસોફી 1970ના દાયકાથી આ બ્રાન્ડને વ્યાખ્યાયિત કરે છે. ભારતમાં જન્મ લેનારી એકમાત્ર ક્લાસિક મોટરસાઇકલ માર્ક તરીકે, યેઝદીએ હંમેશા જરીપૂરાણી શૈલીને પડકારી છે. રોડસ્ટાર તે ભાવને પ્રતિબિંબિત કરે છે. તેની ડિઝાઇન સ્ટીલ્થી આધુનિક શેડો બ્લેકથી રેટ્રો રેડ વુલ્ફમાં સરળતાથી બદલાઈ શકે છે. તે વર્સેટિલિટી બરાબર તે જ છે જે અમે પ્રાપ્ત કરવા માટે નક્કી કર્યું છે.”

યેઝદી રોડસ્ટારની ડિઝાઇનમાં સૌથી અદભુત નવીનતા એ છે કે તેમાં મોડ્યુલર સીટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે રાઇડર્સને એસ્થેટિક્સ સાથે સમાધાન કર્યા વિના મિનિટોમાં જ સિંગલ-સીટ બોબર સેટઅપ અને ડ્યુઅલ-સીટ ટૂરિંગ કન્ફિગરેશન વચ્ચે સ્વિચ ઓવર કરવાની સુવિધા આપે છે. ડિઝાઇન ટીમે રિયર ભાગ એ રીતે ડિઝાઇન કર્યો છે કે જેથી પિલિયન સીટ દૂર કરાય ત્યારે મોટરસાઇકલ ખુલ્લા બોલ્ટ વિના સ્વચ્છ, ફિનિશ્ડ બોબર લુક જાળવી રાખે છે. આ એક એવો ભાગ છે જ્યાં ઘણી મોડ્યુલર ક્રુઝર ડિઝાઇન ઓછી પડે છે.

જાવા યેઝદી મોટરસાઇકલ્સના કન્સેપ્ટ ડિઝાઇનના વડા અખિલેશ મનચંદાનીએ જણાવ્યું હતું કે, “ડિઝાઇન વિશે ટૂંકમાં કહેવું સહેલું હતું પણતેનો અમલપડકારજનક હતો: એક એવી મોટરસાઇકલ બનાવવી જે વિદ્રોહી અને પ્લાન્ટેડ લાગે છે, છતાં રોજિંદા સવારી માટે પ્રેક્ટિકલ રહે છે. મોડ્યુલર રિઅર સીટ આ કોયડાનો સૌથી મુશ્કેલ ભાગ હતો. બોબર તરીકે એકલા રાઈડ કરવી હોય કે પિલિયન સાથે, યેઝદી રોડસ્ટાર સ્વચ્છ અને ફિનિશ્ડ દેખાય છે. આ એવોર્ડ કાળજીપૂર્વક આપેલા ધ્યાન અને ક્લાસિક મોટરસાઇકલ ડિઝાઇનને આગળ ધપાવવાના ટીમના પ્રયાસને મળેલો શિરપાવ છે.”

યેઝદી રોડસ્ટારના મુખ્ય ડિઝાઇન તત્વો:

  • ક્રુઝરથી પ્રેરિત સ્ટાન્સ: એક લાંબો, પ્લાન્ટેડ સિલુએટ જે રોજિંદી સવારી માટે આરામદાયક રોડસ્ટાર એર્ગોનોમિક્સ જાળવી રાખીને ક્રુઝરનો વિઝ્યુઅલ ડ્રામા રજૂ કરે છે.
  • સ્કલ્પટેડ હેરિટેજ ફ્યુઅલ ટેંક: પારસી ફરાવહર ઇન્સિગ્નીયા સાથે રિઈન્ટરપ્રિટેડ ટીયરડ્રોપ ટેંક, મોટરસાઇકલને અદભુત નજારો પૂરો પાડે છે અને તેની સાથે તેને બ્રાન્ડની ઐતિહાસિક ડિઝાઇન ભાષા સાથે જોડે છે.
  • પહોળો રીઅર સ્ટેન્સ: સેગમેન્ટમાં સૌથી પહોળા રીઅર ટાયરમાંથી એક સાથે રિડિઝાઇન કરાયેલું રીઅર સેક્શન, મોટરસાઇકલને તેનો પ્લાન્ટેડ લુક અને કમાન્ડિંગ રોડ હાજરી
    આપે છે.
  • ચોપ્ડ રીઅર ફેન્ડર: એક ટાઈટ, ટાયર-હગિંગ રીઅર ફેન્ડર જે લો-સ્લંગ પ્રોફાઇલને વિસ્તારે છે, અને સિંગલ સીટ સાથે જોડી બનાવવામાં આવે છે, ત્યારે ક્લીન બોબર જેવું એસ્થેટિક પ્રદાનકરે છે.

એવોર્ડ વિજેતા ડિઝાઇન પ્રિન્સિપાલ શેડો બ્લેક એડિશનમાં પણ પ્રતિબિંબિત થાય છે, જે રોડસ્ટારના સૌથી વધુ વેચાતા વેરિઅન્ટ્સમાંનું એક છે. ફક્ત દેખીતા ભાગોને કાળા કરવાને બદલે, ડિઝાઇન ટીમે સાચી ઓલ-બ્લેક એસ્થેટિક મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, મોટરસાઇકલમાં ક્રોમ અને સિલ્વર એલિમેન્ટ્સને કાળજીપૂર્વક દૂર કર્યા, જેમાં ફ્યુઅલ કેપ્સ અને હાર્ડવેર ફિનિશ જેવી નાની બાબતોનો સમાવેશ થાય છે. પરિણામ એ છે કે આ શ્રેણીમાં ભાગ્યે જ પ્રાપ્ત થતો અલ્ટ્રામોડર્ન સ્ટીલ્થ લુક છે, જ્યાં ઘણી મોટરસાઇકલ હજુ પણ ખુલ્લા ધાતુ તત્વો જાળવી રાખે છે.

પોતાના મસ્ક્યુલર લુક, ખૂબ વિચારીને બનાવેલી મોડ્યુલરિટી અને ડિટેલ્સ પર ધ્યાન સાથે, યેઝદી રોડસ્ટાર સાબિત કરે છે કે ક્લાસિક મોટરસાયકલો હજુ પણ આશ્ચર્યચકિત કરી શકે છે, અને ડિઝાઇનની નવીનતાનો આધાર ઘણીવાર મશીનના એટિટ્યૂડ, લુક અને ઉપયોગિતા કેવીરીતે એક સાથે આવે છે તેના પર રહેલો છે. ‘બોર્ન આઉટ ઓફ લાઇન’ મોટરસાયકલ રાઇડર્સને તેમના વ્યક્તિત્વની આસપાસ મોટરસાયકલને આકાર આપવા સાથે યેઝદીના બોલ્ડ અને વાઈલ્ડ પર્સનાલિટીને અભિવ્યક્ત કરે છે અને દેશભરની અધિકૃત ડીલરશીપ પર રૂ. 196,000 (એક્સ-શોરૂમ)ની કિંમતે ઉપલબ્ધ છે.

દરેક રાઇડર માટે ઓનરશીપ એશ્યોરન્સ પ્રોગ્રામ

યેઝદી રોડસ્ટારને જાવા યેઝદી મોટરસાયકલ્સના ઈન્ડસ્ટ્રી-ફર્સ્ટ ઓનરશીપ એશ્યોરન્સ પ્રોગ્રામ દ્વારા સપોર્ટ કરાય છે, જે ગ્રાહક સંતોષ અને વિના ઝંઝટે માલિકીને પ્રાથમિકતા આપે છે. તેમાં સામેલ છે:

  • 4-વર્ષ/50,000-કિમી સ્ટાન્ડર્ડ વોરંટી*
  • 6 વર્ષ સુધી એક્સટેન્ડેડ વોરંટી વિકલ્પો*
  • 8 વર્ષ સુધી રોડસાઇડ સહાય*
  • દેશવ્યાપી કવરેજ સાથે 5 વર્ષ સુધી AMC*
  • દેશભરમાં 450+ વેચાણ અને સેવા ટચપોઇન્ટ્સમાં વ્યાપક માલિકી લાભો

*શરતો લાગુ.

Related posts

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન6: યુ મુમ્બા એ સેમિફાઈનલમાં એન્ટ્રી કરી, દબંગ દિલ્હીના અજેય અભિયાન પર બ્રેક લગાવી

amdavadpost_editor

યોગનું પહેલું દ્વાર વાક્ નિરોધ-વાણીનો સંયમ કહ્યો છે

amdavadpost_editor

ઇલેક્રામા 2025માં 20 સ્ટાર્ટઅપ્સ વચ્ચેની પ્રતિસ્પર્ધામાં એઆઈ, ઑટોમેશન અને સસ્ટેનેબિલિટીનો દબદબો જોવા મળ્યો

amdavadpost_editor

Leave a Comment