Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગોંડલ નજીક અકસ્માતમાં માર્યા ગયેલા શિક્ષકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ, ગુજરાત | ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં રહેતાં શિક્ષિકા આશાબહેન ચૌધરી અને તેમના સાથી અન્ય બે શિક્ષકોનાંગોંડલ નજીક અકસ્માતમાં મોત નિપજયા છે. મળતી માહિતી મુજબ છોટાઉદેપુરનાશિશિક્ષિકાઆશાબહેન નો પુત્ર ગોંડલ પાસે અભ્યાસ કરતો હતો અને તે બિમાર પડતાં તેને તેડવા અન્ય શિશિક્ષકોને સાથે લઈ કાર દ્વારા ગોંડલ આવી રહ્યાં હતા તે દરમિયાન વહેલી સવારે તેમની કાર પુલ પરથી નીચે પડતાં ત્રણેય વ્યક્તિ ના કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યાગયેલાઓનેશ્રધ્ધાંજલિપાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે ટ્રસ્ટ દ્વારા તેઓનાંબેકએકાઉન્ટમાંપહોચતી કરાશે.

અકસ્માતની અન્ય ધટનામાંઉધમપુર નજીક બસ અકસ્માતમાં એક જવાન શહીદ થયા હતા અને અન્ય ત્રણ મુસાફરોના મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ સહાયતા રાશિ અર્પણ કરી છે. બગસરા નજીક બે મોપેડ સામ સામે ભટકાતા થયેલ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે તેમને પણ રુપિયા ૩૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡

Related posts

શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

amdavadpost_editor

વીર પ્લાસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડનું ટકાઉ અને લાંબા ગાળાના વિકાસ તરફ પગલું— PM પોષણ અભિયાન હેઠળ અક્ષય પાત્ર ફાઉન્ડેશનને CNG વાહનની ભેટ

30 સપ્ટેમ્બર 2025ના રોજ પરા થયેલા ત્રિમાસિક ગાળાના નાણાંકીય પરિણામો

amdavadpost_editor

Leave a Comment