Amdavad Post
ખાણીપીણીગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદમાં પરવડે તેવી ફૂડએપ ‘ટોઇંગ’ નો પ્રારંભ

  • આ એપ હવે ભારતના 18 શહેરોમાં લાઇવ છે
  • મુંબઈ અને ચંદીગઢમાં પણ એપ લોન્ચ કરવામાં આવી
  • ટોઇંગ સૌથી ઓછી કિંમતની ખાતરી આપે છે
  • બધા ઓર્ડર પર કોઈ જ પેકેજિંગ ચાર્જ નથી અને પ્લેટફોર્મ ફી પણ ઝીરો

અમદાવાદ, ગુજરાત | ૧૦ માર્ચ ૨૦૨૬ — સસ્તી ફૂડ ડિલિવરી એપ્લિકેશન ‘ટોઇંગ’ આજે ચંદીગઢમાં લોન્ચ થઈ હોવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા 7 મહિનામાં, ટોઇંગની સેવા વિસ્તરણ પામીને ભારતના 18 શહેરોમાં પહોંચાડવામાં આવી છે અને પુણે, આગ્રા, વડોદરા, ગુવાહાટી, નાસિક, નાગપુર, પટના, ઔરંગાબાદ, ભોપાલ, દિલ્હી, ગુરુગ્રામ, નોઇડા, ફરીદાબાદ, ગાઝિયાબાદ, મુંબઈ અને ચંદીગઢમાં પણ આ એપ લાઇવ છે. ટોઇંગ પોતાની એપ્લિકેશન પર સૌથી ઓછી કિંમતે ખાદ્ય/પીણાં ઉપલબ્ધ કરાવવાનું વચન આપે છે, અને રેસ્ટોરન્ટમાં ટેબલ મેનૂના ભાવથી જ અથવા તેનાથી પણ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપે છે. આ ઉપરાંત, કોઈપણ ઓર્ડર પર કોઈ જ પેકેજિંગ ચાર્જ અથવા પ્લેટફોર્મ ફી લેવામાં આવતા નથી. આનાથી બજારમાં સૌથી સસ્તા દરે ફૂડ ડિલિવરી એપ્લિકેશન ટોઇંગ બની જશે. વપરાશકર્તાઓ રૂ. 99 કરતાં પણ ઓછી કિંમતે બિરયાની, બર્ગર અને બાઉલ સહિત વિવિધ વાનગીઓનો ઓર્ડર આપી શકે છે.

વર્ષ 2025ના ઉત્તરાર્ધમાં સૌથી પહેલા પુણેમાં ટોઇંગની શરૂઆત થઈ હતી, જે હવે અમદાવાદમાં લાઇવ છે, અને શહેરની કેટલાક પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સ પહેલાંથી જ આ પ્લેટફોર્મ પર લિસ્ટેડ છે. ટોઇંગનું પરવડે તેવું અને સુલભ ભાવ મોડેલ પહેલી વખત નોકરીમાં જોડાયેલા હોય તેવા લોકો અને કોલેજના વિદ્યાર્થીઓમાં મજબૂત રીતે લોકપ્રિયતા મેળવી રહ્યું છે, જેના કારણે નવા શહેરોમાં તેનું વિસ્તરણ ઝડપી બન્યું છે. રોજિંદા જીવનમાં પરવડે તે બાબત પર ધ્યાન કેન્દ્રિત કરીને, ટોઇંગ પોતાના વપરાશકર્તાઓ માટે અજોડ મૂલ્ય અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે. આ એપમાં અમદાવાદના કેટલાક સૌથી લોકપ્રિય રેસ્ટોરન્ટ્સ છે જેમાં ઇસ્કોન થલ, મહાલક્ષ્મી ભાજીપાવ, અર્બન ખીચડી, ધ પાઉટીનેરી, રાધિકા’ઝ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ, થિયોબ્રોમા, બર્ગર કિંગ, ફાસો’ઝ, વેન્ડી’ઝ, ગ્વાલિયા સ્વીટ્સ અને ફાસ્ટ ફૂડ, ઇટ પંજાબ, નિની’ઝ કિચન, અંગીથી એ પ્યોર વેજ રેસ્ટોરન્ટ બાય મિર્ચ મસાલા, ઘોસ્ટ કિચન્સ, IGP કેક્સ ઉપલબ્ધ છે જે છોલે ભટુરે, બિરયાની, ઉત્તર ભારતીય વાનગીઓ, ચાઇનીઝ, મીઠાઈઓ અને પિઝા, બર્ગર અને મોમોઝ જેવા ફાસ્ટ-ફૂડ વિકલ્પો સહિત વિવિધ પ્રકારના ભોજન વિકલ્પો પૂરા પાડે છે.

ટોઇંગના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી સિદ્ધાર્થ ભાકુએ આ વિસ્તરણ અંગે જણાવ્યું હતું કે, “ટોઇંગ Gen-Z, કોલેજના વિદ્યાર્થીઓ અને કિંમત પ્રત્યે વધુ સભાન હોય ગ્રાહકોને લક્ષ્યમાં રાખીને ભોજનનો ઓર્ડર આપતા ગ્રાહકોની એક નવી કેટેગરી બનાવી રહ્યું છે અને તે પોતાના ગ્રાહકોને સૌથી ઓછી કિંમતની ખાતરી આપે છે. તાજેતરમાં, અમે ગુવાહાટી, નાસિક, નાગપુર અને દિલ્હી NCR જેવા મુખ્ય શૈક્ષણિક કેન્દ્રોમાં ટોઇંગની શરૂઆત કરી છે. આ વિસ્તરણ મૂલ્ય પ્રસ્તાવની મજબૂતી અને યુવાન ગ્રાહકોની નવી-નવી ઉભી થતી જરૂરિયાતોને સંતોષવા અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમદાવાદમાં Cgen-Z અને કોલેજના વિદ્યાર્થીઓનો મોટો બેઝ હોવાથી, ટોઇંગને પરફેક્ટ લેન્ડસ્કેપ મળી રહે છે.”

સમગ્ર ભારતમાં 2 મિલિયન કરતાં વધુ ડાઉનલોડ્સ અને 4.5ના નોંધપાત્ર રેટિંગ સાથે, ટોઇંગ મૂલ્ય-આધારિત ફૂડ ડિલિવરી ક્ષેત્રમાં એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહ્યું હોય તેવું લાગે છે.

Related posts

સેમસંગ ઈનોવેશન કેમ્પસ 2025 દરમિયાન ફ્યુચર- ટેક ડોમેન્સમાં 20,000 ભારતીય વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરવા માટે છગણું વિસ્તરણ કરશે

amdavadpost_editor

BNI અમદાવાદના સિસિલિયન ગરબા ગુલમોહર ગ્રીન્સ ખાતે યોજાશે

amdavadpost_editor

કોક સ્ટુડિયો ભારત ધરતી, વફાદારી અને ગીતાત્મક વારસાની વાર્તા પંજાબ વેખ કે સાથે ત્રીજું ગીત રજૂ કરે છે

amdavadpost_editor

Leave a Comment