Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મનોરથ પૂરો થાય તો કૃપા અને પૂરો ન થાય તો એની ઈચ્છા!

હજી સુધી સમાજ સાધુઓનાપડછાયા સુધી જ પહોંચ્યો છે,મૂળ સાધુ સુધી પહોંચ્યો જ નથી.

કોઈપણ સંકલ્પમાં સૂક્ષ્મ અહંકારનીઉદઘોષણા હોય છે,મનોરથ અહંકાર મુક્ત હોય છે.

શાસ્ત્રને સમજવા માટે બીજું શાસ્ત્ર હોય છે એને મિમાંસા કહે છે.

જેણે મૂળ તત્વને-ઈશ્વરને પ્રાપ્ત કરવો છે તેણે સંકલ્પ નહીં,પણ વૈષ્ણવીદીનતાભર્યો મનોરથ કરવો.

અમે કથા કરીએ એ લીંબુ કાપવાનું કર્મ છે,એ રસ ગ્રંથિ છૂટી પાડે છે.”

શ્રધ્ધાથી જ્ઞાન,વિશ્વાસથી ભક્તિ અને ભરોસાથી ભજન મળે છે.

તપ સાધનાઓની બહુવિધ ધારાઓ જ્યાં સતત વહી રહી છે એવી પાલિતાણાની ભૂમિ પર બુધવારે કથાનાંપાંચમા દિવસે સંતો-મહંતો,જગન્નાથ મંદિર અમદાવાદના મહંત શ્રી,વિવિધ અખાડાનામહંતો, આચાર્ય ભગવંતો,કેન્દ્રીય મંત્રી મનસુખભાઈમાંડવિયા સહિત અનેક સ્થાનિક આગેવાનો અને આજના મનોરથી પરિવારને સાથે સંવાદ કરતા બાપુએ કહ્યું કે મનોરથ અને શિવ સંકલ્પમાં શું ફેર? આપણે જીવ છીએ સંકલ્પો બૌદ્ધિક અને સ્વાર્થી પણ હોઈ શકે,પણ વૈષ્ણવી શબ્દ મનોરથ બહુ મહત્વનોછે.મનોરથ પૂરો થાય તો કૃપા અને પૂરો ન થાય તો એની ઈચ્છા!સંકલ્પ,વચન,પ્રણ,પ્રતિજ્ઞા આપણે નહીં પાળી શકીએ.સિદ્ધિ માટે સંકલ્પ જૂદી વાત છે.ઈશ્વરને પ્રાપ્ત કરવાનો મનોરથ વિશ્વામિત્રએરામને પ્રાપ્ત કરવા માટે મનોરથો કર્યા,સંકલ્પો ન કર્યા કોઈપણ સંકલ્પમાં સૂક્ષ્મ અહંકારનીઉદઘોષણા હોય છે,મનોરથ અહંકાર મુક્ત હોય છે.મનુશતરૂપાએ રામ જેવો દીકરો મળે એનો મનોરથ કર્યો. ભરતજીએ ચિત્રકૂટ યાત્રામાં ઘણા મનોરથો કર્યા. જેણે મૂળ તત્વને-ઈશ્વરને પ્રાપ્ત કરવો છે તેણે સંકલ્પ નહીં પણ વૈષ્ણવીદીનતાભર્યો મનોરથ કરવો. મનોરથ કરશો તો વિઘ્ન તો આવશે પણ વિઘ્નો ક્રમશ તૂટી જશે.વિભેષણ રામ પાસે જાય છે ત્યારે પણ મનોરથ કરતો કરતો જાય છે.સંકલ્પ સિદ્ધ મહાપુરુષો કરે છે.રામચરિતમાનસમાં પ્રતિજ્ઞા, સંકલ્પ,પ્રણ અને મનોરથની આખી યાદી બાપુએ રજૂ કરી.તુલસીજીએ સંકલ્પ કર્યો કે મારે શાસ્ત્રને સમજવા માટે ભાષાબદ્ધ કરવું છે.શાસ્ત્રને સમજવા માટે બીજું શાસ્ત્ર હોય છે એને મીમાંસા કહે છે. શાસ્ત્ર એઝઈટ ઇઝ ન સમજાય.શિવશંકલ્પ,સતિનો સંકલ્પ કે જન્મો જનમ મને શંકર મળે,વિષ્ણુનો સંકલ્પ,સ્વયંભુમનુનો ગૃહત્યાગ કરવાનો સંકલ્પ, વિશ્વામિત્રનો સંકલ્પ,જનકપુરનીસ્ત્રીઓનો, સીતાજીનો,અયોધ્યાવાસીઓનો,ભરતજીનાસંકલ્પો રામનો સંકલ્પ કે પૃથ્વીને રાક્ષસો હીન કરવી,વાલીનો સંકલ્પ,અંગદનો સંકલ્પ વગેરે.

(રામચરિતમાનસ)આ ચોપડી નથી તુલસીજીનીખોપડીછે.આ પુસ્તક નથી પણ તમામ શાસ્ત્રોનાંસારથી ભરેલું મસ્તક છે.અહીં સંકલ્પ શબ્દ માત્ર ચાર વખત આવ્યો છે.

સંકલ્પ ત્રણના પૂરા થાય છે જેને આયુર્વેદનું પૂરેપૂરું જ્ઞાન હોય એવા વૈદના,બીજું વિદ્યા સ્વરૂપ હોય અને ત્રીજો વેદપુરુષ હોય એના સંકલ્પ પૂરા થાય છે.

શિવ વૈદ્ય પણ છે,વેદ સ્વરૂપ પણ છે અને સ્વયં વેદ પુરુષ પણ છે.એનાસંકલ્પો પરમાત્માએ પૂરા કરવા જ પડે.

આવા લક્ષણો ધરાવતો એક મંત્ર વેદમાં લખ્યો છે:

ઉરોરધિતાખિલ વૈદ્ય: વિધ: પિયુષપાણિ:

કુશલ: ક્રિયાષુગતસ્પૃહાધૈર્યધર: દયાલુ:

શુધ્ધોધિકારીનિષગિતદશ: સ્યાત

પાંડુરંગ દાદાએ ‘વ્યાસ વિચાર’ નામના પુસ્તકમાં પ્રસંગ લખ્યો છે:રામપુરનાનરેશનું ગળું બેસી ગયું અને પછી માત્ર દવા દેખાડીને એને સાજા કર્યા.લીંબુકાપ્યા.બાપુએ કહ્યું કે અમે કથા કરીએ એ લીંબુ કાપવાનું કર્મ છે,એ રસ ગ્રંથિ છૂટી પાડે છે.

હજી સુધી સમાજ સાધુઓનાપડછાયા સુધી જ પહોંચ્યો છે,મૂળ સાધુ સુધી પહોંચ્યો જ નથી.

જેને તમામ વિદ્યા ગુરુમુખી હોય,ગુરુની આજ્ઞા પાળી હોય એનો સંકલ્પ સિદ્ધ થાય.જેનો હાથ પિયુષપાણિ છે,અમૃતમય છે,પોતાની ક્રિયામાં પૂરેપૂરો કુશળ છે, જેને કોઈ સ્પૃહા-અપેક્ષા નથી.જેનામાં ધીરજ છે, ક્યારેક જન્મો જનમની ધીરજ પણ છે,જે દયાળુ છે, જે શુદ્ધ અધિકારી છે.આવા લક્ષણો વૈદ્યનાં,વિદ્યા પુરુષના અને વેદપુરુષમાં હોય એના સંકલ્પો પૂરા થાય છે.

શરીરને ધ્યાનમાં રાખીને,મનને મજબૂત કરી,બુદ્ધિની સ્થિરતા અને ચિત્ત દ્રવીભૂત કરે તો સંકલ્પ સિદ્ધ થાય છે.

કથાપ્રવાહમાંરામકથાની પહેલા શિવકથા-શિવ ચરિત્રમાં શિવ-સતીનુંકુંભજને ત્યાં કથા શ્રવણ, રામની લલિત નરલીલા પર સતીનો સંશય,પરીક્ષા અને શિવની મનોમન પ્રતિજ્ઞા બાદ શિવ સમાધિમાં બેસી જાય છે.શ્રધ્ધાથી જ્ઞાન,વિશ્વાસથી ભક્તિ અને ભરોસાથી ભજન મળે છે.

Related posts

મેરિકો ઈનોવેશન ફાઉન્ડેશન દ્વારા ઈનોવેશન ફોર ઈન્ડિયા એવોર્ડસની 10મી આવૃત્તિ માટે અરજીઓ મગાવે છે

amdavadpost_editor

અમદાવાદ ટાઈમ્સ ફેશન વીક2024 માટે એક ગ્લેમરસ અને સ્ટાર-સ્ટડેડ શરૂઆત

amdavadpost_editor

પૂજ્ય મોરારી બાપૂએ આતંકવાદના ખાત્મા માટે દેશવાસીઓને અભિનંદન આપ્યાં

Leave a Comment