Amdavad Post
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

ઈન્સ્ટન્ટ કાર્યશીલ મૂડી લોન કોર્પોરેટ્સ જે રીતે ટૂંકા ગાળાની જરૂરતોને હાથ ધરે છે તેમાં બદલાવ લાવી રહી છેઃ કોટક

અમદાવાદ, ગુજરાત | ૨૨મી એપ્રિલ ૨૦૨૬ — પાઈલટ ફેઝમાં રૂ. 9000 કરોડથી વધુ વિતરણ કર્યા પછી કોટક મહિંદ્રા બેંકે કોર્પોરેટ ગ્રાહકો માટે ઈન્સ્ટન્ટ કાર્યશીલ મૂડી ડિમાંડ લોન વિસ્તારી છે, જે ટૂંકા ગાળાની લોનને ઝડપી પહોંચ કંપનીઓ જે રીતે નિત્યક્રમની ફન્ડિંગ જરૂરતો હાથ ધરે તેની પર પ્રભાવ પાડવાનું શરૂ કર્યું હોવાનો સંકેત આપે છે.

આ સુવિધાથી પાત્ર કોર્પોરેટ્સને ડિજિટલ પ્રક્રિયા થકી સેકંડોમાં કાર્યશીલ મૂડી લોનને પહોંચ મળશે, જેથી પારંપરિક રીતે લિમિટ્સ મંજૂર થવા છતાં પહોંચમાં વિલંબ કરતાં મેન્યુઅલ પગલાં અને બેંકિંગ કટ-ઓફફ સમય દૂર થશે.

“ગ્રાહકો હવે બેંકિંગ સમયરેખા આસપાસ નિયોજનને બદલે આવશ્યકતા ઊભી થાય ત્યારે કાર્યશીલ મૂડીને પહોંચ આપી રહ્યા છે,’’ એમ કોટક મહિંદ્રા બેંકના કોર્પોરેટ અને ટ્રાન્ઝેકશન બેંકિંગના પ્રેસિડેન્ટ અને હેડ અનુ અગરવાલે જણાવ્યું હતું.

કાર્યશીલ મૂડી લોન કોર્પોરેટ્સ દ્વારા સૌથી વારંવાર ઉપયોગ કરાતી બેંકિંગ પ્રોડક્ટ્સમાંથી એક છે, જે ઈન્વેન્ટરીની ખરીદી, વેન્ડર પેમેન્ટ્સ અને વેતન વિતરણ જેવી રોજબરોજની આવશ્યકતાઓને ટેકો આપે છે. પૂર્વમંજૂર છતાં પહોંચ ઐતિહાસિક રીતે નિશ્ચિત કામકાજના કલાકો અને સંચાલન પ્રક્રિયા પર આધાર રાખે છે.

તે શૈલી હવે બદલાઈ રહી છે. કોટકે કોર્પોરેટ ગ્રાહકોને તેના કોર્પોરેટ ડિજિટલ મંચ fyn (ફોર યોર નીડ્સ) થકી સેકંડોમાં કાર્યશીલ મૂડી લોનને પહોંચ આપવાની સુલભતા આપી છે. કંપનીઓ લોનની રકમ અને મુદત જેવી મૂળભૂત વિગતો એન્ટર કરીને લોનની વિનંતી કરી શકે છે, જે પછી પ્રાઈસિંગ અને તપાસો ડિજિટલ રીતે પૂર્ણ કરાય છે અને ભંડોળ લગભગ તુરંત જમા કરાય છે.

“અમે વિતરણ સમય અનેક કલાકોમાંથી જૂજ સેકંડોમાં ઓછો કર્યો છે,’’ એમ અગરવાલે ઉમેરીને જણાવ્યું કે આને કારણે કંપનીઓ વિલંબનું જ વ્યવસ્થાપન કરવા માટે બફરો નિર્માણ કરવાને બદલે સંચાલન જરૂરતો જ્યારે પણ ઉદભવે ત્યારે તેને પ્રતિસાદ આપવા કંપનીઓને મદદરૂપ થાય છે.

બેંક અનુસાર વહેલી ઉપયોગ શૈલી વર્તનમાં પરિવર્તન સૂચવે છે. કંપનીઓ અગાઉ વિનંતી કરવામાં આવતી ત્યારે કટ-ઓફફ સમયને કારણે વિલંબ થતો હતો તેને બદલે હવે દિવસમાં પછીથી વધુ ને વધુ કાર્યશીલ મૂડીને પહોંચ મેળવી રહી છે.

“અગાઉ ગ્રાહકોએ નિશ્ચિત કલાકોમાં જ વિનંતી સુપરત કરવાની રહેતી હતી. હવે પાત્ર ગ્રાહકો માટે તેની જરૂર નથી,’’ એમ અગરવાલે જણાવ્યું હતું.

કોટકે જણાવ્યું કે પાઈલટ ફેઝમાં આ અપનાવવાનું પ્રમાણ એસએમઈ અને મધ્ય બજારની કંપનીઓમાં અત્યંત મજબૂત હતું, જ્યાં અગાઉ કાર્યશીલ મૂડીને પહોંચમાં ટૂંકો વિલંબ પણ સંચાલનમાં અવરોધ પેદા કરતો હતો. બેંક હવે આ સુવિધા વિશાળ કોર્પોરેટ્સ અને સમૂહોને ઓફર કરી રહી છે.

કાર્યશીલ મૂડી પર ભાર કોર્પોરેટ બેંકિંગમાં તેનો ઉચ્ચ સ્તર પ્રદર્શિત કરે છે. બેંકના અંદાજ સંકેત આપે છે કે કોર્પોરેટ લોન પ્રવાસના આશરે 70 ટકા કાર્યશીલ મૂડી સાથે કડી ધરાવતા હોઈ તેને કોર્પોરેટ્સ અને ધિરાણદાર વચ્ચે સૌથી વારંવારની ઈન્ટરએક્શન્સમાંથી એક બનાવે છે.

અગરવાલે ઈન્સ્ટન્ટ કાર્યશીલ મૂડી લોનને ખાસ કરીને અસમાન માગણીનાં ચક્રો અને વિલંબિત રિસીવેબલ્સના વાતાવરણમાં કોર્પોરેટ બેંકિંગ માટે ‘‘પરિવર્તનકારી’’ તરીકે વિવરણ કર્યું છે. ‘‘કોર્પોરેટ્સ બેંકિંગ પ્રક્રિયાઓ વધુ ને વધુ તેમના વેપારોની ગતિ સાથે સુમેળ સાધે તેવી અપેક્ષા રાખે છે,’’ એમ તેમણે જણાવ્યું હતું.

ઉદ્યોગના નિરીક્ષકો નોંધ કરે છે કે ભારતમાં રિટેઈલ બેંકિંગે અનેક વર્ષ પૂર્વે જ ઈન્સ્ટન્ટ પેમેન્ટ્સ અને અસલ સમયમાં પહોંચ અપનાવી હતી ત્યારે કોર્પોરેટ લોન પ્રક્રિયાઓ સંચાલન ગૂંચને લીધે ધીમે ધીમે ઉત્ક્રાંતિ પામી છે. તાજેતરમાં તે અપનાવવાનું સૂચવે છે કે ઓટોમેશન હવે ફક્ત ફ્રેન્ટ- એન્ડ સેવાઓને બદલે નિત્યક્રમની, ઉચ્ચ સાતત્યતાભરી કોર્પોરેટ લોન કૃતિઓને લાગુ થાય છે.

ઈન્સ્ટન્ટ લોન ક્ષમતા fyn મંચ થકી કોટકના વ્યાપક ડિજિટલ પ્રોત્સાહનનો ભાગ છે, જે પેમેન્ટ્સ, કલેકશન્સ, ટ્રેડ સર્વિસીસ અને લોનને એકીકૃત કરે છે. બેંક અકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ, ટેક્સ સર્ટિફિકેટ્સ અને રિકોન્સિલિયેશન્સ જેવી નિત્યક્રમની સેવા વિનંતીઓને પણ ડિજિટાઈઝ કરી રહી છે અને કોર્પોરેટ સિસ્ટમ્સ સાથે ઘેરી એકીકૃતિ પર કામ કરી રહી છે.

ઈન્સ્ટન્ટ કાર્યશીલ મૂડી ક્ષેત્રમાં પ્રમાણસર વ્યવહાર બનશે કે નહીં તે આવી જ પ્રણાલીઓ કેટલી વ્યાપક રીતે અપનાવવામાં આવે છે તેની પર આધાર રાખે છે. આ સુવિધાનો ઉપયોગ કરતચી કંપનીઓ માટે પ્રભાવ તુરંત છે. ટેકનોલોજી અપગ્રેડ તરીકે શરૂ થયું તે હવે કોર્પોરેટ ટૂંકા ગાળાની લોનને પહોંચ કઈ રીતે મેળવે છે અને વેપારની જરૂરતો સાથે ફંડિંગની ઉપલબ્ધતાને વધુ નજીકથી કઈ રીતે સુમેળ સાથે છે તેમાં બદલાવ લાવવાનું શરૂ કર્યું છે.

Related posts

ટાટા મોટર્સ ભારતના માસ મોબિલિટીના આગામી યુગને તાકાત આપે છેઃ ઘણા બધા રાજ્ય પરિવહન ઉપક્રમોમાંથી 5000થી વધુ બસોના ભારતવ્યાપી ઓર્ડરો જીત્યા

amdavadpost_editor

ઇન્ડિયનઓઇલ યુટીટી સિઝન 6: જીત ચંદ્રાએ WR34 રિકાર્ડો વોલ્થરને હરાવી અમદાવાદ SG પાઇપર્સ સામે જયપુર પેટ્રિયોટ્સને શાનદાર જીત અપાવી

amdavadpost_editor

પ્રાચિન જાવાનીઝ સભ્યતા અને રામાયણી સનાતની દેશ ઇન્ડોનેશિયાની ભૂમિ પરથી ૯૪૧મી રામકથાનો મંગલ પ્રારંભ

amdavadpost_editor

Leave a Comment