Amdavad Post
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતી સિનેમામાં છવાશે ડર અને રહસ્યનો માહોલ: રેહાન ચૌધરીની ફિલ્મ ‘કબંદા’નું ટ્રેલર ધમાકેદાર રીતે લોન્ચ

અમદાવાદ, ગુજરાત | ૧૬મી મે ૨૦૨૬ | ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર દિગ્દર્શક રેહાન ચૌધરી ફરી એકવાર દર્શકોને ચોંકાવવા તૈયાર છે. ‘ધુંઆધાર’ અને ‘કોંગ્રેચ્યુલેશન’ જેવી હિટ ફિલ્મો આપ્યા બાદ, તેમની આગામી સાયકોલોજીકલ હોરર-થ્રિલર ફિલ્મ ‘કબંદા’નું ટ્રેલર આજે અમદાવાદના આશ્રમ રોડ સ્થિત શિવ સિનેમા ખાતે ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો શ્યામ નાયર, તરજની, વૃંદા ત્રિવેદી, રુચિતા ચોટાણી અને અંકિત બ્રહ્મભટ્ટ સહિતની પૂરી ટીમ ઉપસ્થિત રહી હતી. ટ્રેલરમાં દેખાડવામાં આવેલા ડાર્ક વિઝ્યુઅલ્સ અને રહસ્યમયી વાતાવરણે સૌના રૂંવાડા ઉભા કરી દીધા હતા.

મુખ્ય અભિનેતા શ્યામ નાયરે ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું કે:“આ ફિલ્મમાં કામ કરવું એ મારા માટે શારીરિક અને માનસિક રીતે એક પડકાર હતો. ‘કબંદા’ની વાર્તા એટલી તીવ્ર છે કે શૂટિંગ દરમિયાન અમે પોતે પણ એ રહસ્યમયી વાતાવરણનો અનુભવ કરતા હતા. ગુજરાતી સિનેમામાં આ વિષય એક નવો જ સીમાચિહ્ન સાબિત થશે.”

અભિનેત્રી તરજનીએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા ઉમેર્યું કે: “મારી કારકિર્દીમાં મેં અત્યાર સુધી જે કામ કર્યું છે તેના કરતા આ પાત્ર સાવ અલગ છે. ફિલ્મનું હોરર એલિમેન્ટ માત્ર દ્રશ્યોમાં જ નથી, પણ તેની વાર્તામાં પણ છે. મને ખાતરી છે કે દર્શકો આ નવો અનુભવ ચોક્કસ પસંદ કરશે.”

આ ફિલ્મ એક એવી દંતકથા પર આધારિત છે જે જાગી રહી છે. ગુજરાતી સિનેમામાં આ પ્રકારનો પ્રયોગ ભાગ્યે જ જોવા મળ્યો છે. પલ્લવ બરુઆનું સંગીત ફિલ્મના ડરને ઓર ઘેરો બનાવે છે. વેદાંત મહેશ્વરી અને રેહાન ચૌધરી દ્વારા નિર્મિત આ ફિલ્મ હિંમતભર્યા વિષય અને શાનદાર પ્રોડક્શન વેલ્યુ ધરાવે છે.

દિગ્દર્શક રેહાન ચૌધરીએ જણાવ્યું કે: “અમે ગુજરાતી પ્રેક્ષકોને કંઈક એવું આપવા માંગતા હતા જે તેમણે પહેલા ક્યારેય અનુભવ્યું ન હોય. ‘કબંદા’ માત્ર એક ડરામણી ફિલ્મ નથી, પણ એક ઊંડું રહસ્ય છે. ટ્રેલરને મળેલા પ્રતિસાદથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ.”

વાર્તા અને ફિલ્મ નિર્માણની સમગ્ર પ્રકિયા માટે નિર્માતા વેદાંત મહેશ્વરીએ ખુશ થતા જણાવ્યું કે એક સારી વાર્તા પસંદ આવી અને નિર્માણ માટે હા કહી. રેહાનભાઇ એ પણ ખૂબ મહેનતન કરી સમગ્ર ટીમે ખૂબ મહેનત અને ઉત્સાસાહ સથે કામ કર્યું છે હવે ફિલ્મ 29મે ના રિલીઝ છે આશા રાખીએ કે દર્શકો પણ ફિલ્મને વધાવશે.

‘કબંદા’ 29મી મે, 2026 ના રોજ રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જો તમે થ્રિલર અને હોરરના શોખીન હો તો આ ફિલ્મ મિસ કરવા જેવી નથી.

Related posts

આ સ્વતંત્રતા દિવસના સપ્તાહના અંતે, છાવની ગર્જના જુઓ. ફિલ્મનો પ્રીમિયર 17 ઓગસ્ટે રાત્રે 8 વાગ્યે સ્ટાર ગોલ્ડ પર થશે!

amdavadpost_editor

ચપ્સ ફૂટવેર અને ઈન્ટુ ક્રિએટિવ “સ્લીપિંગ ફિટ” દર્શાવતી નવી ફિલ્મ સાથે આરામને સાંસ્કૃતિક તાણાવાણામાં ફેરવે છે

amdavadpost_editor

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ હાઇબ્રિડ ફંડ્સ તેનું ઉત્કૃષ્ટ પ્રદર્શન ચાલુ રાખે છે

amdavadpost_editor

Leave a Comment