Amdavad Post
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ડ્રાઇવ-ઇન સિનેમામાં ગુજરાતી ફિલ્મનો ઐતિહાસિક શો: ‘જિંદગી Once More’ ના ભવ્ય ફ્રી સ્ક્રીનિંગમાં સ્ટારકાસ્ટ સાથે ઉમટી પડ્યા દર્શકો!

અમદાવાદ, ગુજરાત | ૧૩મી જુલાઈ ૨૦૨૬ | ડ્રાઇવ-ઇન સિનેમા ખાતે સોમવારે તાજેતરમાં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ ‘જિંદગી Once More’ નું એક વિશેષ અને ભવ્ય સ્ક્રીનિંગ સફળતાપૂર્વક સંપન્ન થયું. સાંજે ૭:૦૦ વાગ્યાથી શરૂ થયેલા આ ઐતિહાસિક શોમાં દર્શકોનો અભૂતપૂર્વ ઉત્સાહ અને જંગી મહેરામણ જોવા મળ્યો હતો, જેણે સિનેમાના માહોલને ઉત્સવમાં ફેરવી દીધો હતો.

આરતી પટેલ અને દીપ ધોળકિયા સહિતની ફિલ્મની આખી સ્ટારકાસ્ટે ખાસ હાજરી આપી. પોતાના વિદેશ પ્રવાસના કારણે સિધાર્થ રાંદેરિયા હાજર ન રહી શક્યા પણ હાજર કલાકારોએ માત્ર ચાહકો સાથે મુલાકાત જ નહોતી કરી, પરંતુ તેમની સાથે જ બેસીને આખી ફિલ્મ નિહાળી હતી.

વહેલા તે પહેલાના ધોરણે’ (Free Entry) રાખવામાં આવેલા આ શોમાં લોકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.

ગુજરાતની સૌથી વધુ પ્રેક્ષક કેપેસિટી ધરાવતી અને પોતાની કારમાં બેસીને ફિલ્મ માણી શકાય તેવી ડ્રાઇવ-ઇન સિનેમામાં કોઈ ગુજરાતી ફિલ્મનો આ પહેલો ભવ્ય અને ઐતિહાસિક શો હતો.

ધર્મા પ્રોડક્શન્સ અને વાર્તાકાર ફિલ્મના સંયુક્ત બેનર હેઠળ બનેલી આ ફિલ્મના નિર્માતા વાસુ ધોળકિયાએ જણાવ્યું હતું કે, “નિર્માતા તરીકે મારે ગુજરાતી સિનેમામાં કંઈક હટકે કરવું હતું, જેના લીધે જ બોલિવૂડના મોટા પ્રોડક્શન હાઉસ સાથે અમે હાથ મિલાવ્યા. આ ભવ્ય શો પણ એક એવી જ નવી કેડી કંડારવાનો પ્રયોગ હતો, જે સંપૂર્ણ સફળ રહ્યો છે.”

બાપ-દીકરાના સંબંધો પર આધારિત આ ફિલ્મના લેખક અને અભિનેતા દીપ ધોળકિયાએ દર્શકોનો આભાર માનતા ઉત્સાહભેર કહ્યું, “ફિલ્મ હવે ચોથા વીકમાં પ્રવેશી છે. વધુને વધુ લોકો સુધી આ પારિવારિક વાત પહોંચે તેવા અમારા પ્રયાસને આ ઐતિહાસિક શો થકી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.”

દિગ્દર્શક જયમીન દ્વારા નિર્દેશિત આ ફિલ્મના વિષય, દિગ્દર્શન અને કલાકારોના શાનદાર અભિનયને ડ્રાઇવ-ઇન સિનેમા ખાતે ઉપસ્થિત દર્શકોએ ખૂબ વખાણ્યો હતો.

ફિલ્મની ટીમે આ ઈવેન્ટને ભવ્ય સફળતા અપાવવા બદલ તમામ ચાહકોનો આભાર માન્યો છે. ‘જિંદગી Once More’ હજી પણ ગુજરાતભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. જો તમે આ શાનદાર ફિલ્મ હજુ સુધી નથી જોઈ, તો આજે જ તમારા નજીકના સિનેમાગૃહમાં જઈને નિહાળો!

== સમાપ્ત ==

Related posts

અશોકા યુનિવર્સિટીએ 500 મેરિટ અને જરૂરિયાત-આધારિત શિષ્યવૃત્તિઓ સાથે 2026ના અંડરગ્રેજ્યુએટ પ્રવેશ માટે અરજીઓ ખોલી

amdavadpost_editor

જાવા યઝદી મોટરસાઇકલ્સની સૌથી વધુ વેચાતી યઝદી એડવેન્ચર અને રોડસ્ટર હવે ઉપલબ્ધ છે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર

amdavadpost_editor

ICH NEXT અને Peclers Parisએ 2 અબજ ડોલરથી વધુના વ્હાઇટ સ્પેસને ઉકેલવા માટે ભારત-પ્રથમ ગ્લોબલ × લોકલ ટ્રેન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસની જાહેરાત કરી

amdavadpost_editor

Leave a Comment