બેંગલુરુ | ૧૩મી જુલાઈ ૨૦૨૬ | વિશ્વની સૌથી જૂની રાઇડર આધારિત મોટરસાઇકલની પરંપરાઓમાંની એક આંતરરાષ્ટ્રીય જાવા-યેઝદી દિવસ (આઇજેવાયડી)એ 12 જુલાઇ, 2026ના રોજ તેની 24મી આવૃત્તિની ઉજવણી કરી હતી. જાવા અને યેઝદી માલિકોમાં પાયાનાં સ્તરે પહેલ તરીકે જે શરૂ કર્યું હતું તે એક વૈશ્વિક ચળવળમાં વિકસિત થયું છે. આજે, તે મોટરસાઇકલિંગ, વારસા અને સમુદાય માટે સહિયારા પ્રેમ મારફતે રાઇડર્સની પેઢીઓને એક સાથે લાવે છે.
દરવર્ષે જુલાઇના બીજા રવિવારે ઉજવવામાં આવતો આઇજેવાયડીએક નાના માલિકથી સંચાલિત પહેલથી વિકસીને એક વૈશ્વિક પરંપરા બની છે, જેને પેઢીઓના રાઇડર્સ દ્વારા અપનાવવામાં આવી છે. દાયકાઓથી ચાલતી વિન્ટેજ જાવા અને યેઝદી આજે પણ આધુનિક સમયની જાવા અને યેઝદી મોટરસાઇકલોની સાથે માર્ગો પર ચાલે છે. તેઓ સવારી માટેના સમાન જુસ્સા દ્વારા જોડાયેલા છે.
આ વર્ષે, આ ઉજવણી અંતર્ગત ભારતના 150+ શહેરોમાં 7,500+ રાઇડર્સ અને 40+ ઉત્સાહી સમુદાયો એકત્રિત થયા હતા. દેશની સીમાઓથી આગળ વધતા આ અભિયાન 11 દેશો સુધી પહોંચ્યું હતું, જ્યાં રાઇડર્સે સ્થાનિક રાઇડ્સ, સામુદાયિક મેળાઓ અને ડિજીટલ સહભાગિતા દ્વારા આ પ્રસંગ ઉજવ્યો હતો. એક સાથે, રાઇડર્સે માત્ર પ્રતિષ્ઠિત મોટરસાઇકલ્સની જ નહીં, પરંતુ પેઢીઓથી જાવા-યેઝદી ભાવનાને જિવંત રાખતી મિત્રતા, સ્મૃત્તિઓ અને ગાથાઓની પણ ઉજવણી કરી છે.
આ કાર્યક્રમના વૈશ્વિક પાત્રને વધુ મજબૂત કરતા વિશ્વભરના જાવા સમુદાયોએ એક સામાન્ય ઓળખ હેઠળ ભારતભરના રાઇડિંગ ક્લબ્સ સાથે હાથ મિલાવ્યા છે. આને ભૌગોલિક સ્થળોમાં ઉજવણી કરવા અને સહિયારી વૈશ્વિક ગાથા બનાવવામાં સહાય કરી છે.
આ વર્ષના ઉત્સવોનું સ્તર 40થી વધુ જાવા-યેઝદી રાઇડર ક્લબ્સ, દેશભરની ડીલરશીપ્સ અને સ્વતંત્ર ઉત્સાહી સમુદાયોના સામૂહિક પ્રયત્નો દ્વારા શક્ય બન્યું છે. એક સાથે, તેમણે એક ઉજવણીનું સર્જન કરવામાં સહાય કરી છે, જે રાઇડર્સ દ્વારા રાઇડર્સ માટે બનાવવામાં આવી છે.
ક્લાસિક લિજેન્ડ્સના સહ-સ્થાપક અનુપમ થરેજાએ જણાવ્યું હતું કે, “22 વર્ષ અગાઉ, આંતરરાષ્ટ્રીય જાવા-યેઝદી દિવસની શરૂઆત પોતાની મનગમતી મોટરસાઇકલ્સની ઉજવણી કરવા માગતા હતા એવા રાઇડર્સમાં જુસ્સાની સરળ અભિવ્યક્તિ તરીકે કરવામાં આવી હતી. આજે, તે પેઢીઓ અને સરહદોને પાર કરીને એક વૈશ્વિક પરંપારાઓમાં વિકસ્યો છે. આઇજેવાયડીને ખરેખર વિશેષ બનાવતી બાબત એ છે કે તે રાઇડર્સની સાથે સંબંધ ધરાવે છે. દરેક સવારી, દરેક મેળવાડો અને દરેક સહિયારી ગાથા આ વારસાને જિવંત રાખે છે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તે આ મોટરસાઇકલ્સની આસપાસ નિર્મિત થતી મિત્રતા, સમુદાયો અને સ્મૃત્તિની ઉજવણી કરે છે. અમે આ ચળવળનો હિસ્સો બનીને ગર્વની લાગણી અનુભવીએ છીએ, જે પસાર થતા દરેક વર્ષની સાથે વધુ મજબૂત બને છે.”
==સમાપ્ત==

