Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વિપુલ જોશી એન્ડ એસોસિએટ્સે હવે અમદાવાદમાં શરૂ કરી ઇમિગ્રેશન એડવાઇઝરી સર્વિસ

સુરતમાં પછી હવે અમદાવાદમાં પણ ઇમિગ્રેશન સંબંધિત માર્ગદર્શન ઉપલબ્ધ કરાવશે

અમદાવાદ, ગુજરાત | ૨૭ ઓક્ટોબર ૨૦૨૬ | એડવોકેટ વિપુલ જોશી દ્વારા ચલાવાતી વિપુલ જોશી એન્ડ એસોસિએટ્સે સુરત બાદ હવે અમદાવાદમાં પણ પોતાની ઇમિગ્રેશન એડવાઇઝરી સેવાઓનો આરંભ કર્યો છે. આ ફર્મ અમેરિકા, કેનેડા અને અન્ય દેશોના ઇમિગ્રેશન કાયદા ઉપરાંત ઉચ્ચ અભ્યાસ, રોજગાર, બિઝનેસ અને સ્થળાંતર સંબંધિત બાબતો અંગે માર્ગદર્શન આપે છે.

ગુજરાતના સૌથી મોટા શહેર અને બિઝનેસ, શિક્ષણ તથા રોજગારીની તકોનું સૌથી મોટું કેન્દ્ર હોવાને કારણે અમદાવાદમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશ જવાની વિવિધ તકો શોધતા હોય છે. ફર્મની અમદાવાદમાં હાજરીથી શહેર અને આસપાસના વિસ્તારોના લોકોને ઇમિગ્રેશન અંગે પોતાની નજીકમાં જ કન્સલ્ટેશનની સુવિધા મળશે.

એડવોકેટ વિપુલ જોશી ઇમિગ્રેશન પ્રેક્ટિસમાં લગભગ 23 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. સુઘીર શાહ એસોસિએટ્સ સાથે લગભગ બે દાયકા સુધી કામ કર્યા બાદ તેમણે એપ્રિલ 2024માં પોતાની સ્વતંત્ર પ્રેક્ટિસ વિપુલ જોશી એન્ડ એસોસિએટ્સની સ્થાપના કરી હતી. ફર્મે આશરે ત્રણ મહિના પહેલાં સુરતમાં પોતાની ઓફિસ શરૂ કરી હતી.

અમદાવાદની ઓફિસ દ્વારા કંપની મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ક્લાયન્ટ્સ સુધી પોતાની સેવાઓ સરળતાથી પહોંચાડી શકશે. ફર્મની સેવાઓમાં વિઝા અરજીઓ, અમેરિકાના ઇમિગ્રન્ટ વિઝા અને ગ્રીન કાર્ડ સંબંધિત દસ્તાવેજીકરણ, નાગરિકતા અને નેચરલાઇઝેશન, ઇમિગ્રેશન નિયમોનું પાલન તથા રોકાણ દ્વારા સ્થળાંતરના વિકલ્પો અંગે માર્ગદર્શનનો સમાવેશ થાય છે. દરેક ક્લાયન્ટની વ્યક્તિગત સ્થિતિ અને તેમના કેસની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કન્સલ્ટેશન આપવામાં આવે છે.

આ વિસ્તરણ અંગે વિપુલ જોશીએ જણાવ્યું કે, “અમદાવાદ બિઝનેસ અને શિક્ષણનું મોટું કેન્દ્ર છે. અહીં ઘણા લોકો વિદેશમાં અભ્યાસ કરવા, નોકરી મેળવવા, બિઝનેસ સ્થાપવા અથવા સ્થાયી થવાની તકો શોધી રહ્યા છે. આવા નિર્ણયો લેતા પહેલા ઘણી વખત જટિલ કાયદાકીય પ્રક્રિયાઓ જોડાયેલી હોય છે જેને સમજવી ખૂબ જરૂરી છે. અમદાવાદમાં અમારી સેવાઓ દ્વારા અમે અહીંના લોકોને અનુભવી ઇમિગ્રેશન માર્ગદર્શન વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવીશું.”

આ પ્રસંગે અમદાવાદનાં ડેપ્યુટી મેયર અંજુ શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.

વિપુલ જોશી એન્ડ એસોસિએટ્સની હાલમાં મુંબઈ અને સુરતમાં ઓફિસો કાર્યરત છે. અમદાવાદમાં નવી ઓફિસ શરૂ થવાથી ગુજરાતમાં ફર્મની હાજરી વધુ વિસ્તૃત બની છે. આ સેવાથી રાજ્યભરના વધુમાં વધુ ક્લાયન્ટ્સને લાભ થશે.

== સમાપ્ત ==

Related posts

એલિવેટિંગ હેલ્થકેર: ફુજીફિલ્મની મલ્ટી લાઇટ ટેક્નોલોજી ગુજરાતના ભાવનગરની સત્વ ગેસ્ટ્રોલિવ હોસ્પિટલમાં ઉપલબ્ધ

amdavadpost_editor

કથાનું કામ છે સ્વાદ અને પ્રસાદ આપવો.

amdavadpost_editor

એવરેસ્ટઆઈએમએસ ટેક્નોલોજીસનો ₹48.46 કરોડનો આઈપીઓ આજે ખુલ્યો; આઈટી ઓપરેશન્સમાં એઆઈ આધારિત પરિવર્તન પર કંપનીનો દાવ

amdavadpost_editor

Leave a Comment