Amdavad Post
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

જાવા યેઝદી અને BSA એ સમગ્ર ભારતમાં અધિકૃત વિતરણ નેટવર્ક સાથે સ્પેર-પાર્ટ્સનું સુલભતા મજબૂત બનાવી

પુણે, ભારત | ૨૬ ઓક્ટોબર ૨૦૨૬ | જાવા યેઝદી અને BSA મોટરસાઇકલ્સ પોતાના અધિકૃત વિતરણ નેટવર્ક દ્વારા અસલ (જેન્યુઇન) સ્પેરપાર્ટ્સની સુલભતાનું વિસ્તરણ કરીને સમગ્ર ભારતમાં માલિકી સપોર્ટને મજબૂત બનાવી રહ્યા છે. આ પહેલથી ગ્રાહકો, વર્કશોપ અને સર્વિસ પાર્ટનરોને અસલ સ્પેરપાર્ટ્સ વધુ સરળતાથી ઉપલબ્ધ થશે, જેનાથી ડીલરશીપ નેટવર્કની બહાર અનુકૂળ સોર્સિંગ શક્ય બનશે.

આ પગલું બ્રાન્ડ્સના માલિકી અનુભવને ઉન્નત કરવા અને મોટરસાઇકલ માલિકોની સૌથી મહત્વપૂર્ણ અપેક્ષાઓમાંથી એક એવી સમયસર અસલ પાર્ટ્સ મેળવવાની અપેક્ષાને પૂરી કરવાના પ્રયાસોની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ડીલરશીપ સિવાયની જગ્યાએથી ઉપલબ્ધતામાં સુધારો કરીને, જાવા યેઝદી અને BSA શહેરી, અર્ધ-શહેરી અને ઉભરતા બજારોમાં ગ્રાહકો માટે ઝડપી ખરીદી, સુધારેલા પાર્ટ્સની ઉપલબ્ધતા અને ઝડપી સર્વિસ ટર્નઅરાઉન્ડ ટાઇમને ટેકો આપી રહ્યા છે.

આ પહેલ સમગ્ર દેશમાં અનેક વ્યૂહાત્મક સ્થળોએ અધિકૃત વિતરણ ભાગીદારો દ્વારા શરૂ કરવામાં આવી રહી છે, જેનાથી તમામ પ્રદેશોમાં અસલ સ્પેરપાર્ટ્સની સુલભતા વધુ મજબૂત થશે.

જાવા, યેઝદી અને BSA તેમના મોટરસાઇકલ પોર્ટફોલિયો અને નોમેડ કોમ્યુનિટીમાં નિરંતર વધારો કરી રહ્યા હોવાથી, વિસ્તૃત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ગ્રાહકોના ફીડબેક સાંભળવા અને તેમની માલિકીની સફરમાં સતત સુધારો કરવાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. અસલ સ્પેરપાર્ટ્સની વ્યાપક સુલભતાથી સુવિધામાં વધારો થવાની સાથે-સાથે માલિકીની લાઇફસાઇકલ દરમિયાન ગુણવત્તા, વિશ્વસનીયતા અને સુસંગતતાની પણ વધુ ખાતરી થઈ શકે છે.

ક્લાસિક લિજેન્ડ્સના સહ-સ્થાપક શ્રી અનુપમ થરેજાએ જણાવ્યું હતું કે, “વધુને વધુ રાઇડર્સ જાવા, યેઝદી અને BSA પસંદ કરી રહ્યા છે, ત્યારે નિર્બાધ માલિકી અનુભવ આપવો એ અમારી મુખ્ય પ્રાથમિકતા છે. અસલ સ્પેરપાર્ટ્સની સરળ સુલભતા આ અનુભવનું એક મહત્વપૂર્ણ પાસું છે અને અમારા અધિકૃત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને વિસ્તૃત કરીને અમે તેમને સમગ્ર ભારતમાં વધુ સુલભ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અમે સતત ગ્રાહકોના ફીડબેક સાંભળ્યા છે અને અમારી માલિકી ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે રોકાણ કર્યું છે, જેમાં અમારા રાઇડર્સ માટે સપોર્ટને વધુ સુલભ અને અનુકૂળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ પહેલ માલિકીની સફર દરમિયાન વધુ આત્મવિશ્વાસ અને માનસિક શાંતિ બનાવવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”

ડિસ્ટ્રીબ્યુશન પહેલ કરતાં વિશેષ, આ પ્રયાસોમાં જાવા યેઝદી અને BSA મોટરસાઇકલ્સ દ્વારા માલિકી અનુભવને મજબૂત બનાવવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરાયું છે. સમગ્ર ભારતના ગ્રાહકોને અસલ સ્પેરપાર્ટ્સ સરળતાથી ઉપલબ્ધ કરાવીને, આ બ્રાન્ડ્સ દેશભરના રાઇડર્સ માટે માલિકીને વધુ અનુકૂળ, વિશ્વસનીય અને આત્મવિશ્વાસ પ્રેરક બનાવી રહી છે.

== સમાપ્ત ==

Related posts

બ્લેકબેરીઝ – ભારતનાં ‘ફિટ એક્સ્પર્ટ’ સમગ્ર ભારતમાં પૂરક રીફિટ વોર્ડરોબ સર્વિસ પૂરી પાડે છે

amdavadpost_editor

ફિક્કી ફ્લો અમદાવાદ એ તહેવારોના અને નવરાત્રીના કલેક્શનનું પ્રદર્શન કરવા માટે ફ્લો બજારનું આયોજન કર્યું

amdavadpost_editor

એમેઝોન બાઝારની ટ્રાવેલ એસેન્શિયલ્સ સાથે શરૂ થાય છે સ્માર્ટ ટ્રાવેલ રૂ. 99ની આરંભિક કિંમતે

amdavadpost_editor

Leave a Comment