— કોગ્નિઝન્ટનું નવું OpenAI ફ્રન્ટિયર કેપેબિલિટી ગ્રૂપ 25,000થી વધુ વ્યાવસાયિકોને એકત્ર કરી વૈશ્વિક સ્તરે OpenAI પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે સંગઠિત બન્યું.
— કોગ્નિઝન્ટ સૌપ્રથમ પોતાની વેચાણ અને ગ્રાહક સેવા કામગીરીમાં OpenAIનો વ્યાપ વધારી રહી છે, જેથી એન્ટરપ્રાઇઝ સ્તરે ચકાસેલી કાર્યપદ્ધતિઓનો લાભ તેના ગ્રાહકોને પણ મળી શકે.
બેંગલુરુ, ભારત | ૨૯ ઓક્ટોબર ૨૦૨૬ | કોગ્નિઝન્ટ (નાસ્ડેક: CTSH) એ આજે તેના OpenAI ફ્રન્ટિયર કેપેબિલિટી ગ્રૂપની રચનાની જાહેરાત કરી છે. આ ગ્રૂપ હેઠળ 25,000થી વધુ વ્યાવસાયિકોને એકત્ર કરવામાં આવ્યા છે, જેઓ ગ્રાહકો માટે Codex અને ChatGPT સહિતનાં OpenAIનાં ઉત્પાદનોના અમલીકરણની કામગીરી સંભાળશે. આ ગ્રૂપનો મુખ્ય ઉદ્દેશ એન્ટરપ્રાઇઝ કંપનીઓને OpenAIનાં મોડલ્સનો ઉપયોગ સોફ્ટવેર ડેવલપમેન્ટ, ગ્રાહક સેવા અને દૈનિક કામગીરી જેવી વિવિધ પ્રક્રિયાઓમાં વધુ અસરકારક રીતે કરવામાં મદદ કરવાનો છે.
અદ્યતન AI મોડલ્સ સુધીની પહોંચ હવે અનેક એન્ટરપ્રાઇઝ કંપનીઓ માટે મુખ્ય અવરોધ રહી નથી. તેના બદલે, વ્યવસાયની મહત્ત્વપૂર્ણ કામગીરી જે સિસ્ટમ્સ પર આધારિત છે, તેમાં આ મોડલ્સનો ઉપયોગ કરીને નવી ટેક્નોલોજી વિકસાવી શકે તેવા કુશળ વ્યાવસાયિકોની અછત અનુભવાઈ રહી છે. કોગ્નિઝન્ટે સમગ્ર કંપનીમાં આ પ્રકારની ક્ષમતા વિકસાવવા માટે સતત પ્રયાસો કર્યા છે. કંપનીના 21,000થી વધુ કર્મચારીઓએ OpenAI ટેક્નોલોજી સંબંધિત તાલીમ અભ્યાસક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરીને 40,000થી વધુ OpenAI બેજ મેળવ્યા છે. નવા OpenAI ફ્રન્ટિયર કેપેબિલિટી ગ્રૂપ દ્વારા ગ્રાહકો માટે OpenAI આધારિત સિસ્ટમ્સના નિર્માણ, સંચાલન અને જાળવણી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતી એક સંગઠિત વ્યવસ્થાનો ઉમેરો કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં કોગ્નિઝન્ટના ‘ફ્રન્ટિયર વર્કફોર્સ મોડેલ’નો ઉપયોગ કરવામાં આવશે તેવી અપેક્ષા છે. આ મોડેલ હેઠળ કંપની ફ્રન્ટિયર મોડલ્સ વિકસાવતી કંપનીઓ દ્વારા સીધા જ પ્રમાણિત કરાયેલા ‘ફ્રન્ટિયર સર્ટિફાઇડ એન્જિનિયર્સ’ અને ‘ફ્રન્ટિયર બિઝનેસ ઓપરેટર્સ’ તૈયાર કરી રહી છે.
કોગ્નિઝન્ટ સામાન્ય રીતે નવી કાર્યપદ્ધતિઓ ગ્રાહકો સુધી પહોંચાડતાં પહેલાં તેનો પોતાની કંપનીમાં અમલ કરીને પરીક્ષણ કરે છે. કંપનીની વેચાણ અને ગ્રાહક સેવા ટીમો પહેલેથી જ OpenAI મોડલ્સ પર આધારિત એક સોલ્યુશનનો ઉપયોગ નવી વ્યવસાયિક તકો શોધવા અને તેને સાકાર કરવા માટે કરી રહી છે. આથી, ગ્રાહકોને આ નવા ગ્રૂપની કામગીરીનો લાભ એવી કાર્યપદ્ધતિઓના આધારે મળશે, જેનું વૈશ્વિક સ્તરે કાર્યરત એન્ટરપ્રાઇઝ કંપનીમાં મોટા પાયે પરીક્ષણ કરવામાં આવ્યું છે.
કોગ્નિઝન્ટના સીઈઓ રવિ કુમાર એસ.એ જણાવ્યું હતું કે, “છેલ્લાં 50 વર્ષ દરમિયાન એન્ટરપ્રાઇઝ ટેક્નોલોજીમાં આવેલા દરેક પરિવર્તને સિસ્ટમ્સ કોણ વિકસાવે છે અને કેવી રીતે વિકસાવે છે, તેમાં બદલાવ લાવ્યો છે. Codex અને ChatGPT સાથે OpenAI આ બંને પાસાંમાં એકસાથે પરિવર્તન લાવી રહ્યું છે. આ પરિવર્તનને અમારા ગ્રાહકોના વ્યવસાયમાં સાકાર કરવા માટે અમે અમારા 25,000થી વધુ કર્મચારીઓને સમર્પિત કરી રહ્યા છીએ. અમે આ પહેલની શરૂઆત અમારી પોતાની કંપનીથી કરી છે અને OpenAI હવે અમારી વેચાણ પ્રક્રિયાને પણ નવેસરથી આકાર આપવા લાગ્યું છે.”
OpenAIના ચીફ રેવન્યુ ઓફિસર ડાલી રાજિકે જણાવ્યું હતું કે, “OpenAI કંપનીઓને તેમની કાર્યપદ્ધતિઓમાં પાયાના સ્તરે પરિવર્તન લાવવા માટે મદદ કરી રહ્યું છે. ગ્રાહકોને સેવા પૂરી પાડવાની રીતથી લઈને રોજિંદા કામકાજ પૂર્ણ કરવાની પ્રક્રિયા સુધી, દરેક ક્ષેત્રમાં નવી રીતે વિચારવાની દિશા મળી રહી છે. સમર્પિત OpenAI પ્રેક્ટિસ હેઠળ 25,000થી વધુ વ્યાવસાયિકોને એકત્ર કરીને અને પોતાની કામગીરીના વિવિધ ક્ષેત્રોમાં અમારી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોગ્નિઝન્ટ વધુને વધુ એન્ટરપ્રાઇઝ કંપનીઓને AIના માધ્યમથી વાસ્તવિક વ્યાવસાયિક લાભ હાંસલ કરવામાં મદદ કરી રહી છે.”
પ્રારંભિક કામગીરીનાં મુખ્ય ક્ષેત્રો
આ ગ્રૂપ શરૂઆતના તબક્કામાં ત્રણ મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે: Codex આધારિત AI-નેટિવ સોફ્ટવેર એન્જિનિયરિંગ, એપ્લિકેશનનું આધુનિકીકરણ અને એજેન્ટિક કસ્ટમર ઓપરેશન્સ (AI આધારિત સ્વચાલિત ગ્રાહક કામગીરી). આ પૈકી પ્રથમ ક્ષેત્રમાં Codex મુખ્ય ભૂમિકા ભજવશે. તે સોફ્ટવેર એન્જિનિયરોને નવો કોડ લખવા, તેનું પરીક્ષણ કરવા અને તેને અમલમાં મૂકવામાં સહાય કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
એપ્લિકેશનના આધુનિકીકરણના ક્ષેત્રમાં ગ્રૂપ OpenAI મોડલ્સ દ્વારા સંચાલિત ‘કોગ્નિઝન્ટ એપ્લિકેશન મોડર્નાઇઝર’નો સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઉપયોગ કરશે. આ કામગીરીમાં જૂની મેઇનફ્રેમ સિસ્ટમ્સના કોડનું રિવર્સ એન્જિનિયરિંગ કરવાથી લઈને ક્લાઉડ-નેટિવ કોડ તૈયાર કરવા સુધીની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. દરેક મહત્ત્વપૂર્ણ નિર્ણયની સમીક્ષા એન્જિનિયરો દ્વારા કરવામાં આવશે. આ કામગીરીમાં 500થી વધુ ગ્રાહકો માટે મેઇનફ્રેમ સિસ્ટમ્સના આધુનિકીકરણના ક્ષેત્રમાં કોગ્નિઝન્ટના અનુભવનો લાભ લેવામાં આવશે. ગ્રાહક સેવા અને કામગીરીના ક્ષેત્રમાં ગ્રૂપ વેચાણ, સેવા અને સપોર્ટ સંબંધિત કામગીરીમાં OpenAI મોડલ્સનો ઉપયોગ કરશે. આ માટે કોગ્નિઝન્ટ પોતાની કંપનીની કામગીરીમાં આ ટેક્નોલોજીના ઉપયોગથી મેળવેલા અનુભવનો આધાર લેશે.
કોગ્નિઝન્ટ પહેલેથી જ પોતાના ગ્રાહકો માટે આ ક્ષેત્રમાં કામગીરી કરી રહી છે. એક વૈશ્વિક બાયોફાર્માસ્યુટિકલ કંપની માટે કોગ્નિઝન્ટે OpenAI આધારિત એન્ટરપ્રાઇઝ આસિસ્ટન્ટ વિકસાવવામાં સહયોગ આપ્યો છે. આ આસિસ્ટન્ટ એક જ પ્લેટફોર્મ પર માહિતીની શોધ, કન્ટેન્ટનું સર્જન, અનુવાદ અને મંજૂરીની પ્રક્રિયાઓની સુવિધા પૂરી પાડે છે. આ સિસ્ટમ અત્યાર સુધીમાં 50 લાખથી વધુ વાર્તાલાપ સંભાળી ચૂકી છે અને કન્ટેન્ટ તૈયાર કરવામાં લાગતા સમયમાં 60 ટકાનો ઘટાડો કરવામાં સફળ રહી છે.
કોગ્નિઝન્ટ, OpenAI પાર્ટનર નેટવર્કના પસંદગીના એડવાન્સ્ડ પાર્ટનર્સમાં સામેલ છે. ભારતમાં અને અમેરિકન ખંડના દેશોમાં આયોજિત તેના Codex હેકાથોનમાં 12,000થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. આ હેકાથોનનો ઉદ્દેશ OpenAIની Codex ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને નવીન ટેક્નોલોજી આધારિત ઉકેલો વિકસાવવાનો હતો.
== સમાપ્ત ==
