Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઝોડિયાક એનર્જીની આવક અને નફાકારકતામાં નોંધપાત્ર વૃદ્ધિ : બીજા ત્રિમાસિકમાં PAT 242% વધીને રૂ. 9.18 કરોડે પહોંચ્યો (Y-o-Y).

— કંપનીની આવકમાં 70%નો વધારો, EBITDAમાં 76%ની વૃદ્ધિ; પ્રથમ છમાસિકમાં ચોખ્ખો નફો રૂ. 16.20 કરોડ નોંધાયો

અમદાવાદ, ગુજરાત | ૩૦ ઓક્ટોબર ૨૦૨૬ | ઝોડિયાક એનર્જી લિમિટેડે નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક (Q2) અને પ્રથમ છમાસિક (H1) ગાળામાં ઉત્કૃષ્ટ નાણાકીય પરિણામો નોંધાવ્યાં છે. કંપનીએ આવક, સંચાલન નફો (EBITDA), ચોખ્ખો નફો (PAT) અને કેશ પ્રોફિટ સહિતના તમામ મુખ્ય નાણાકીય માપદંડોમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે.

કંપનીના શાનદાર નાણાકીય પ્રદર્શન અંગે ઝોડિયાક એનર્જી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કુંજભાઇ શાહે જણાવ્યું હતું કે, “Q2 અને H1 FY2027 દરમિયાન કંપનીએ નોંધાવેલા મજબૂત નાણાકીય પરિણામોથી અમે ઉત્સાહિત છીએ. આવક, નફાકારકતા અને કેશ જનરેશનમાં થયેલી નોંધપાત્ર વૃદ્ધિ અમારી કાર્યક્ષમતા, વ્યવસાયના વિસ્તરણ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. નફાકારકતાના માર્જિનમાં થયેલો સુધારો કંપનીના મજબૂત વ્યવસાયિક પાયાને દર્શાવે છે. આગામી સમયમાં પણ આ વિકાસની ગતિ જાળવી રાખીને હિતધારકો માટે લાંબા ગાળાનું મૂલ્ય ઊભું કરવા અમે પ્રતિબદ્ધ છીએ.”

કંપનીના સ્ટેન્ડઅલોન નાણાકીય પરિણામો અનુસાર, Q2 FY2027માં કંપનીની આવક વાર્ષિક ધોરણે 70.27% વધીને રૂ. 164.78 કરોડ નોંધાઈ છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 96.78 કરોડ હતી.

કંપનીનો EBITDA 75.52%ના વધારા સાથે રૂ. 10.29 કરોડથી વધીને રૂ. 18.07 કરોડ થયો છે. EBITDA માર્જિનમાં પણ સુધારો નોંધાયો છે અને તે ગત વર્ષના 10.64%ની સરખામણીએ વધીને 10.97% થયું છે.

કંપનીના ચોખ્ખા નફા (PAT)માં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. Q2 FY2027માં PAT 242.37% વધીને રૂ. 9.18 કરોડ થયો છે, જે ગત વર્ષના સમાન ગાળામાં રૂ. 2.68 કરોડ હતો. PAT માર્જિન પણ 2.77%થી વધીને 5.57% થયું છે. ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 6.16 કરોડની સરખામણીએ ચાલુ ત્રિમાસિક ગાળામાં કેશ પ્રોફિટમાં 103.76 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે અને તે વધીને રૂ. 12.56 કરોડ થયો છે.

કંપનીએ નાણાકીય વર્ષ 2027ના પ્રથમ છ માસિક ગાળા દરમિયાન પણ વૃદ્ધિની ગતિ જાળવી રાખી છે. H1 FY2027 દરમિયાન કંપનીની આવકમાં ગત વર્ષના સમાન ગાળાની સરખામણીએ 57.37 ટકાનો વધારો નોંધાયો છે. આવક રૂ. 194.83 કરોડથી વધીને રૂ. 306.59 કરોડ થઈ છે.

આ સમયગાળા દરમિયાન EBITDAમાં 65.24 ટકાનો વધારો નોંધાયો છે અને તે રૂ. 20.05 કરોડથી વધીને રૂ. 33.13 કરોડ થયો છે. EBITDA માર્જિન પણ ગત વર્ષના 10.29 ટકાની સરખામણીએ સુધરીને 10.81 ટકા થયું છે.

કંપનીના ચોખ્ખા નફા (PAT)માં પણ નોંધપાત્ર 201.71 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ છે. H1 FY2026માં રૂ. 5.37 કરોડનો નફો હતો, જે H1 FY2027માં વધીને રૂ. 16.20 કરોડ થયો છે. PAT માર્જિનમાં પણ નોંધપાત્ર સુધારો થઈને તે ગત વર્ષના 2.76 ટકાની સરખામણીએ 5.28 ટકા થયું છે.

નાણાકીય વર્ષ 2027ના પ્રથમ છ માસિક ગાળામાં કંપનીનો કેશ પ્રોફિટ રૂ. 9.97 કરોડથી વધીને રૂ. 23.80 કરોડ થયો છે, જે 138.70 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કેશ પ્રોફિટ માર્જિન પણ 5.12 ટકાથી સુધરીને 7.76 ટકા થયું છે.

Q2 અને H1 FY2027નાં પરિણામો ઝોડિયાક એનર્જી લિમિટેડની મજબૂત વિકાસયાત્રા અને નાણાકીય સક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. કંપનીની આવક, સંચાલન નફાકારકતા અને ચોખ્ખા નફામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. EBITDA અને PAT માર્જિનમાં સતત સુધારા સાથે કેશ પ્રોફિટમાં થયેલો નોંધપાત્ર વધારો કંપનીની મજબૂત નાણાકીય કામગીરી અને કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે.

== સમાપ્ત ==

Related posts

મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ: નવસારીના મેયર અને ડેપ્યુટી મેયરના નિવાસસ્થાને મહિલા ટેક્નિશિયનો દ્વારા સ્માર્ટ મીટર સ્થાપન

amdavadpost_editor

ગાંધીનગરના ટાઉનહોલ ખાતે ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ

amdavadpost_editor

ઇમેજિકાવર્લ્ડ એન્ટરટેઇનમેન્ટએ પ્રથમ ત્રિમાસિક (Q1) માં આવકમાં 1.7 ગણી વૃદ્ધિ સાથે રૂ. 184 કરોડનો નફોદર્શાવ્યો

amdavadpost_editor

Leave a Comment