Amdavad Post
ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

સુરત ખાતે લીજેન્ડ્સ ક્રિકેટ લીગનું સફળ આયોજન

દેશ વિદેશના ભૂતપૂર્વ ક્રિકેટરોને ફરી મેદાન પર 4 – 6 ફટકારતાં જોવાનો ક્રિકેટ પ્રેમીઓએ માણ્યો લાવ્હો

AAA Sportz કંપનીના ઉપક્રમે લાલભાઈ ક્રોન્ટ્રેક્ટર સ્ટેડિયમ ખાતે કરાયું હતું આયોજન

સુરત ઑક્ટોબર 2024: સુરતના ક્રિકેટ પ્રેમીઓ માટે તેઓને ફરી એકવાર દેશ-વિદેશના ભૂતપૂર્વ ક્રિકેટરોને મેદાન પર ચોગ્ગા, છગ્ગા અને વિકેટ લેતા જોવાની તક મળી રહી તે માટે  AAA Sportz કંપની દ્વારા સુરતના આંગણે લિજેન્ડ્સ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષની જેમ આ વખતે પણ કંપનીએ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આ લીગનું આયોજન કર્યું હતું ત્યારે ક્રિકેટ પ્રેમીઓ પોતાના પ્રિય ભૂતપૂર્વ ખેલાડીઓ ને મેદાનમાં જોઈ અભિભૂત થઈ ગયા હતા.

કંપની વતી અભિદેવ ચક્રવર્તીએ કહ્યું કે કંપની લિજેન્ડ્સ લીગનું આયોજન કરતી રહે છે. ગત વર્ષે પણ તેનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું હતું. લોકો તેમના મનપસંદ ક્રિકેટરને ફરીથી મેદાન પર રમતા જોવા માંગે છે, તો આ લીગ તેમની ઇચ્છા પૂરી કરે છે. AAA Sportz કંપનીને લિજેન્ડ્સ લીગના આયોજનની સંપૂર્ણ જવાબદારી મળી છે ત્યારે  સુરતમાં આયોજીત લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં  વિવિધ દેશોના ભૂતપૂર્વ ક્રિકેટરો પોતાની રમત બતાવી હતી. આ માટે આંતરરાષ્ટ્રીય ધોરણોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ગત વર્ષની ઈવેન્ટ વખતે સ્ટેડિયમમાં 8500 દર્શકોની બેઠક વ્યવસ્થા હતી, પરંતુ આ વખતે તે વધારીને 12 હજાર કરવામાં આવી હતી, જેથી વધુને વધુ ક્રિકેટપ્રેમીઓ આ લીગનો આનંદ માણી શક્યા હતાં.

Related posts

BRDS ઇન્ટિરિયર ડિઝાઇન એક્ઝિબિશન 2026 અમદાવાદના સૌથી મોટા ઇન્ટિરિયર ડિઝાઇન એક્ઝિબિશનમાં સર્જનાત્મકતા અને નવીનતાનું આગવું પ્રદર્શન

amdavadpost_editor

નુવોકો ‘સૌથી ખાસ ગરબા’ સાથે ગુજરાતના વારસાની ઉજવણી કરે છે

amdavadpost_editor

ડિયાજિયો ઇન્ડિયાએ ગ્રામોદય સામાજિક સંસ્થાન, સરકારી એજન્સીઓ અને સ્થાનિક સમુદાયો સાથે મળીને ગોડાવણ સંરક્ષણ પ્રયત્નોને મજબૂત બનાવ્યા

amdavadpost_editor

Leave a Comment