Amdavad Post
ગાર્મેન્ટ્સજીવનશૈલીધાર્મિકમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 : બૉલીવુડ ના પોપ્યુલર મ્યુઝિક ડાયરેક્ટર સાજીદ ખાને ખેલૈયાઓને મોજ કરાવી

શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડાઇવ એન્ટરટેઇનમેન્ટ ફરી એકવાર ખૂબજ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 લઇને આવી ગયું છે. પ્રમુખ સ્વામી મહોત્સવ ગ્રાઉન્ડ, ઓગણજ ચાર રસ્તા પાસે, સરદાર પટેલ રિંગ રોડ ખાતે આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ ગરબા પ્રેમીઓ માટે યોજાયો છે.
આ નવરાત્રી મહોત્સવમાં પ્રસિદ્ધ ગુજરાતી સિંગર દિવ્યા ચૌધરી તેમના મધુર અવાજ અને વાઇબ્રન્ટ ઉપસ્થિતિ સાથે પારંપરિક ગરબાની પ્રસ્તુતિ કરી રહ્યા છે.
નવરાત્રી ના છેલ્લા અને નવમાં નોરતે બૉલીવુડ મ્યુઝિક જગત ની ફેમસ જોડી સાજીદ-વાજીદના  સાજીદ ખાને  હાજરી આપી અને ખેલૈયાઓને મન મૂકી ને ગરબે નચાવ્યા હતા. 10000 થી વધારે ખેલૈયાઓની કેપેસીટી ધરાવતા આ ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવમાં રોજેરોજ હજારો ની સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને નાચી રહ્યા છે અને ગરબાની મોજ માણી રહ્યા છે. ત્યારે છેલ્લા નોરતે સાજીદ ખાને પણ ખેલૈયાઓને મોજ કરાવી દીધી હતી.

Related posts

જે ઘટનામાં સુખ અને દુઃખ ન હોય એને આનંદ કહે છે.

amdavadpost_editor

કોગ્નિઝન્ટ 5,000 ફ્રન્ટિયર સર્ટિફાઇડ એન્જિનિયર્સ અને 10,000 ફ્રન્ટિયર બિઝનેસ ઓપરેટર્સ સુધીનો વ્યાપ વધારશે.

amdavadpost_editor

ભારતમાં લોકપ્રિય પર્સનલ કેર બ્રાન્ડ્સની ઉપલબ્ધતા વધારવા માટે મીશો મોલ પી એન્ડ જી, એચયુએલ અને હિમાલય જેવી મોટી કંપનીઓ સાથે ભાગીદારી કરે છે

amdavadpost_editor

Leave a Comment