Amdavad Post
ગુજરાતધાર્મિકબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એલેક્ષા પ્રોપર્ટી હબ દ્વારા ડભોડા હનુમાન મંદિરે શરબતનું વિતરણ

ગુજરાત, અમદાવાદ ૧૨ એપ્રિલ ૨૦૨૫: ગતરોજ હનુમાન જન્મ મહોત્સવ નિમિતે અલગ અલગ જગ્યા એ અલગ અલગ દાતાઓ દ્વારા છાસ, શરબત, પાણી, ખીચડી -કઢીનું મફત વેચાણ કરવામાં આવેલુ હતું. જેમાં અમદાવાદના નરોડામાં આવેલ એલેક્ષા ફાઉન્ડેશન અને એલેક્ષા પ્રોપર્ટી હબ તરફથી ડભોડા હનુમાન મંદિર ખાતે મફત શરબતનું વિતરણ રાખવામાં આવેલું હતું.

એલેક્ષા પ્રોપર્ટી હબના સંકેત ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા એક 1 વર્ષથી સેવાના ભાગ રૂપે અલગ અલગ સેવાના કામ કરતા રહેતા હોય છે. જેમકે ગરીબોને જમાડવું, ગરીબોમાં કપડાનું વિતરણ કરવું, શિયાળા દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ઓઢવાનું તેમજ પાથરવાનું આપવું વગેરે જેવા સેવાના કાર્યો કરતા રહે છે.

આજે એલેક્ષા ફાઉન્ડેશન અને એલેક્ષા પ્રોપર્ટી હબની ટીમ તરફથી ડભોડા ગામે હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે મફત શરબતનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ડભોડા હનુમાન મંદિરે દર્શનાથે આવેલા ભાવિક ભક્તોએ ગરમીમાં આ શરબતનો લાભ લીધો હતો.

Related posts

ગેલેક્સી S25 સેમસંગનો બેસ્ટ સ્માર્ટફોન, તમારો અસલી AI સાથીઃ ટીએમ રોહ

amdavadpost_editor

શરુ થયો અલૌકિક અને અલભ્ય વૈષ્ણવ એકતા મહોત્સવ

amdavadpost_editor

અમદાવાદમાં ૧૩ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન પ્રથમવાર એરો સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન

amdavadpost_editor

Leave a Comment