Amdavad Post
ગુજરાતધાર્મિકબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એલેક્ષા પ્રોપર્ટી હબ દ્વારા ડભોડા હનુમાન મંદિરે શરબતનું વિતરણ

ગુજરાત, અમદાવાદ ૧૨ એપ્રિલ ૨૦૨૫: ગતરોજ હનુમાન જન્મ મહોત્સવ નિમિતે અલગ અલગ જગ્યા એ અલગ અલગ દાતાઓ દ્વારા છાસ, શરબત, પાણી, ખીચડી -કઢીનું મફત વેચાણ કરવામાં આવેલુ હતું. જેમાં અમદાવાદના નરોડામાં આવેલ એલેક્ષા ફાઉન્ડેશન અને એલેક્ષા પ્રોપર્ટી હબ તરફથી ડભોડા હનુમાન મંદિર ખાતે મફત શરબતનું વિતરણ રાખવામાં આવેલું હતું.

એલેક્ષા પ્રોપર્ટી હબના સંકેત ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા એક 1 વર્ષથી સેવાના ભાગ રૂપે અલગ અલગ સેવાના કામ કરતા રહેતા હોય છે. જેમકે ગરીબોને જમાડવું, ગરીબોમાં કપડાનું વિતરણ કરવું, શિયાળા દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ઓઢવાનું તેમજ પાથરવાનું આપવું વગેરે જેવા સેવાના કાર્યો કરતા રહે છે.

આજે એલેક્ષા ફાઉન્ડેશન અને એલેક્ષા પ્રોપર્ટી હબની ટીમ તરફથી ડભોડા ગામે હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે મફત શરબતનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ડભોડા હનુમાન મંદિરે દર્શનાથે આવેલા ભાવિક ભક્તોએ ગરમીમાં આ શરબતનો લાભ લીધો હતો.

Related posts

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ અમદાવાદના NEET UG અને JEE એડવાન્સ 2025 ના ટોપર્સનો ‘ચેમ્પિયન્સ ઑફ આકાશ’ ઇવેન્ટમાં સન્માન કર્યુ

amdavadpost_editor

ઇનોવેશન અને ઔદ્યોગિક નેતૃત્વના એક્ઝિબિશનનું ELECRAMA 2025 સફળતાપૂર્વક સમાપન

amdavadpost_editor

કોક ઝીરો અને સ્વીગ્ગી ઇન્સ્ટામાર્ટ ટાઇગર શ્રોફ સાથે ત્વરીત તાજગી પૂરી કરે છે

amdavadpost_editor

Leave a Comment