કે વેવ નો લાભ લઈને, આ લોન્ચ ભારતીય ગ્રાહકો માટે વર્લ્ડ-ક્લાસ કોરિયન ઇનોવેશન અને આનંદની નવી લહેર લાવે છે.
દિલ્હી ૩૦ એપ્રિલ ૨૦૨૫: કે-પોપ, કે-ડ્રામા, કે-બ્યૂટી અને કોરિયન આઈસ્ક્રીમ, કોરિયન વેવની વધતી જતી વેવ નો લાભ લઈને લેતા– લોટ્ટે વેલફૂડ હવે લોટ્ટે ક્રન્ચના લોન્ચ સાથે આ મુવમેન્ટમાં એક સ્વાદિષ્ટ ટ્વિસ્ટ લાવી રહ્યું છે, જે એક ડિસરપ્ટિવ 4-લેયરવાળો આઈસ્ક્રીમ બાર છે જે કોરિયન ઇનોવેશન અને ફ્લેવર્સનું ફ્યુઝન છે, જે સંવેદનાઓને આનંદ આપવા અને ગ્રાહકોને ‘ટેસ્ટ ધ 4ડી’ નો અનુભવ કરાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. એવા સમયે જ્યારે કોરિયન કલ્ચર અનુભવી ગ્રાહકોના હૃદય અને સ્ક્રીનને મોહિત કરી રહી છે, જેઓ બેઝિકથી આગળ વધી રહ્યા છે, ત્યારે લોટ્ટે ક્રન્ચ નવી અદ્ભુત ટેક્સચર, રોમાંચક બોલ્ડ ફ્લેવર્સ અને લેયર્ડ અનુભવો માટેની તેમની ક્રેવિંગ ને પૂર્ણ કરે છે.
ક્રન્ચનું લોન્ચિંગ ભારતમાં આઈસ્ક્રીમ નવીનતામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જ્યારે લોટ્ટે તેના ઉત્પાદન પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કરવાની અને ભારતમાં બ્રાન્ડને મજબૂત બનાવવાની યોજનાઓનો પણ સંકેત આપે છે. આ લોન્ચ પુણેમાં સૌથી મોટી આઈસ્ક્રીમ ફેસિલિટીમાંના એકમાં લોટ્ટેના રોકાણને નજીકથી અનુસરે છે.
લોન્ચ અંગે ઉત્સાહિત, હવમોર આઈસ્ક્રીમના મેનેજિંગ ડિરેક્ટર કોમલ આનંદ એ જણાવ્યું હતું કે, “અમે રોજિંદા આઈસ્ક્રીમની પળોને વધુ સારી બનાવવા માટે ઉત્સુક છીએ. લોટ્ટે ક્રન્ચ ભારતમાં આનંદનું નેક્સ્ટ લેવલ લાવે છે – તે બોલ્ડ, ફ્રેશ અને આજે બજારમાં રહેલા કોઈપણ આઈસ્ક્રીમથી તદ્દન અલગ છે. અમારા ગ્રાહકો વૈશ્વિક ટ્રેન્ડથી પ્રેરિત થઈ રહ્યા છે અને આનંદના નવા ફોર્મ ડિસ્કવર કરવા માટે ઓપન છે. ક્રન્ચ બે અલગ બે દુનિયાની શ્રેષ્ઠ બાબતોનું મિશ્રણ છે – કે-કલ્ચરની મજા અને ગહેરાઈ અને લોટ્ટેનો વિશ્વાસ અને ઉત્કૃષ્ટ ઉત્પાદન શ્રેષ્ઠતા. તે ભારતીય આઈસ્ક્રીમ કેટેગરીમાં નેક્સ્ટ શું છે તેનું સ્ટેટમેન્ટ છે.”
તેમણે વધુમાં ઉમેર્યું, “ક્રન્ચ માત્ર એક આઈસ્ક્રીમ નથી, તે એક 4D અનુભવ છે – એક મલ્ટી-સેન્સરી આનંદ જે એક જ બાઇટમાં ક્રન્ચી, ક્રીમી, ચોકલેટી અને ફ્રુટી છે. તે એક કોરિયન ઇનોવેશન છે અને મોડર્ન ભારતીય ગ્રાહકો જે નવા વિશિષ્ટ ટેસ્ટ માંગી રહ્યા છે તેનું સેલિબ્રેશન કરવાની અમારી રીત છે.”
“અદ્યતન કોરિયન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવેલ, ક્રન્ચ ભારતમાં તેના પ્રકારનો પ્રથમ 4 લેયરવાળો આઈસ્ક્રીમ બાર છે – ટોપ પર ક્રન્ચી ક્રશ્ડ કૂકીઝ લેયર, સેન્ટરમાં ફ્લેવરફુલ સોસ, બીજા લેયરમાં ક્રીમી આઈસ્ક્રીમ અને ત્રીજા લેયરમાં ચોકલેટ કોટિંગ – જે દરેક બાઇટમાં અજોડ માઉથફીલ અને ફ્લેવરનો બર્સ્ટ બનાવે છે. તે યોગર્ટ બેરી ફ્લેવરમાં ભારતનો પ્રથમ યોગર્ટ-ફ્લેવર્ડ આઈસ્ક્રીમ બાર પણ રજૂ કરે છે.”
“ક્રન્ચના 80 મિલી બારની કિંમત ₹60 છે અને તે ત્રણ આકર્ષક મલ્ટી-ફ્લેવર્ડ વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ થશે – યોગર્ટ બેરી, ચોકો બેરી અને ચોકો વેનીલા – જે ટોચના મેટ્રો અને મિની મેટ્રોમાં મોર્ડન ટ્રેડ, જનરલ ટ્રેડ, ક્યુ-કોમર્સ પ્લેટફોર્મ અને એક્સક્લુઝિવ હેવમોર પાર્લર દ્વારા ઉપલબ્ધ થશે.
હાઈ-એનર્જી, ડિજિટલ-ફર્સ્ટ કેમ્પેઇન ‘ટેસ્ટ ધ 4D’ ના કન્સેપ્ટ પર આધારિત યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એક્ટિવેટ થશે – ઝડપી એડિટ્સ, ઇન્ફ્લુએન્સર કન્ટેન્ટ અને કે-વેવથી પ્રેરિત સ્ટોરીટેલિંગ સાથે ભારતના ડિજિટલ યુવાનોની કલ્પનાને આકર્ષિત કરશે. વધુમાં, ગુજરાતનાં ચાર મોટા શહેરો: અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આઉટડોર કેમ્પેઇન ચલાવવામાં આવશે, જે મલ્ટીપલ ટચપોઇન્ટ્સ પર વ્યાપક વિઝિબિલિટી અને રીચ સુનિશ્ચિત કરશે.”
સ્નેક્સથી લઈને સ્ટ્રીમિંગ સુધી, કોરિયા પહેલેથી જ ભારતની લાઈફસ્ટાઈલનો ભાગ બની ગયું છે. હવે, તે આઈસ્ક્રીમના ક્ષેત્રમાં પ્રવેશી રહ્યું છે – અને ક્રન્ચ સાથે, લોટ્ટે ભારતને આનંદ માણવાની એક નવી રીત આપી રહ્યું છે.