Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગંભીરા પૂલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૦ જુલાઈ ૨૦૨૫ — તારીખ ૯/૭/૨૫ ની વહેલી સવારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગંભીરા ગામ પાસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો પુલ તૂટી પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મહી નદી પર આવેલ આ પૂલ અચાનકજ તૂટી પડતાં તયાંથી પસાર થઈ રહેલા લોકો અને વાહનો નદીમાં ગરકાવ થઈ ગયા હતા. નદીમાં પાણી તથા કાદવ હોવાને કારણે આ લખાયું છે તે દરમિયાન મળતી માહિતી મુજબ ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા છે. આ દુર્ઘટનામાં માર્યાગયેલાઓને પૂજ્ય મોરારીબાપુએશ્રધ્ધાંજલિપાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૨૫, ૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. વડોદરા સ્થિત રામકથાના શ્રોતા શ્રી રાજુભાઇ દોશી દ્વારા આ વિતિય સેવા પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ કરુણ ઘટનામાં માર્યાગયેલાઓના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

રિબેલ ઈન્ડિયા પ્રોડક્શન્સ અને શ્રી રાકેશ જે. શાહ દ્વારા ગૌરવપૂર્વક આયોજિત મિસ અને મિસિસ કોસમોસ ગુજરાતના ઓડિશનમાં આપનું સ્વાગત છે.

amdavadpost_editor

સ્કાય ફોર્સનું ટ્રેલર લોન્ચ થયું: વીરએ અક્ષય કુમાર સાથેના તેના સંબંધો વિશે ખુલ્લું નિવેદન આપ્યું, કહ્યું ‘તે મારા માટે મોટો ભાઈ બન્યો’

amdavadpost_editor

ઘાટકોપર કથાને વિરામ,નવી કથા ૬ ડીસેમ્બરથી ઓશોની સ્મૃતિમાં જબલપુરથી ગવાશે

amdavadpost_editor

Leave a Comment