Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દહેરાદૂન અને અન્યત્ર પુર તેમજ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: ગત થોડા દિવસોથી ઉતરાખંડમાં અને અન્ય રાજ્યોમાં ભારે વરસાદને પગલે જાનમાલની બહુ મોટી ખુવારી થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ દરમિયાન ઉતરાખંડનાદહેરાદુન વિસ્તારમાં વાદળ ફાટવાથી પુર આવ્યું હતું અને તેમાં ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા છે તેમજ જાનમાલની ભારે નુકસાની થઈ છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યાગયેલાઓનેશ્રધ્ધાંજલિપાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૨૫,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુખ્ય પ્રધાન રાહત ફંડ માં જમા કરાવવામાં આવેલ છે. આ વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરવામાં આવી છે.

તે ઉપરાંત ગુજરાત રાજ્યમાં પણ અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજયા છે. તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

વડોદરાના યુઝરે 2025માં ક્વિક કોમર્સ પર ₹4.97 લાખનો જંગી ખર્ચ કર્યો, ઇલેક્ટ્રોનિક્સમાં વાર્ષિક ધોરણે +347% વૃદ્ધિ: ‘હાઉ વડોદરા ઇન્સ્ટામાર્ટેડ 2025’

amdavadpost_editor

આંતરરાષ્ટ્રીય સ્તરે ૭૦ થી વધુ પુરસ્કારો, નોમિનેશન અને ઓફિસિયલ સિલેક્શન થનારી ગુજરાતી ફિલ્મ ‘પ્રવાસ’ ૭ નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે

amdavadpost_editor

IIM અમદાવાદ અને નોવો નોર્ડિસ્ક ઇન્ડિયા બહુપક્ષીય સહયોગ દ્વારા ઓબેસિટી કેર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ભાગીદારી

amdavadpost_editor

Leave a Comment