Amdavad Post
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ધવલ પેકેજિંગનો રૂ. 36.36 કરોડનો આઇપીઓ 30 જુલાઇએ ખૂલશે

અમદાવાદ, ગુજરાત | ૨૯મી જુલાઈ ૨૦૨૬ | અમદાવાદ સ્થિત પ્લાસ્ટિક પેકેજિંગ ઉત્પાદક ધવલ પેકેજિંગ લિમિટેડ (ડીપીએલ)નું પ્રારંભિક જાહેર ભરણું (આઇપીઓ) 30 જુલાઇના રોજ ખૂલશે અને ઇશ્યૂ 3 ઓગસ્ટે બંધ થશે. કંપની 37,48,800 ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ દ્વારા રૂ. 36.36 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે.

ધવલ પેકેજિંગે આઇપીઓ માટે પ્રતિ શેર રૂ. 92થી 97નો પ્રાઇઝ બેન્ડ નિર્ધારિત કર્યો છે. ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળમાંથી રૂ. 27.19 કરોડનો ઉપયોગ સાણંદ-2 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે તેના ઉત્પાદન એકમના ક્ષમતા વિસ્તરણ માટે કરાશે. રૂ. 3.75 કરોડનો ઉપયોગ કેટલીક લોનના રિપેમેન્ટ અથવા પ્રી-પેમેન્ટ માટે તથા બાકીની રકમ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે ઉપયોગમાં લેવાની દરખાસ્ત છે.

કુલ 37,48,800 ઇક્વિટી શેર્સમાંથી 17,18,400 શેર્સ (49.95 ટકા) ક્યુઆઇબી કેટેગરી, 5,17,200 શેર્સ (15 ટકા) એચએનઆઇ કેટેગરી માટે અનામત તેમજ 12,04,800 શેર્સ (35 ટકા) રિટેઇલ રોકાણકારો માટે અનામત રખાયા છે.

લોટ સાઇઝ 1,200 શેર્સ છે. રિટેઇલ રોકાણકારે લઘુત્તમ રોકાણ રૂ. 2,32,800 (2,400 શેર્સ), એચએનઆઇ રોકાણકારોએ લઘુત્તમ રોકાણ 3,600 શેર્સ એટલે કે રૂ. 3,49,200 કરવાનું રહેશે. 4 ઓગસ્ટના રોજ શેર્સની ફાળવણી કરાશે અને 6 ઓગસ્ટે બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ ઉપર શેર્સ લિસ્ટ થવાની દરખાસ્ત છે.

વર્ષ 2015માં સ્થાપિત ધવલ પેકેજિંગ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારો માટે પ્લાસ્ટિક પેકેજિંગ પ્રોડક્ટ્સની ડિઝાઇન, ઉત્પાદન અને સપ્લાયમાં કાર્યરત છે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનિષ દાગલાના નેતૃત્વ અને પ્રમોટરના નેતૃત્વ હેઠળની મેનેજમેન્ટ ટીમ ઇન્ડસ્ટ્રીનો બહોળો અનુભવ ધરાવે છે. કંપની બે બિઝનેસ વર્ટિકલ – ઇન-મોલ્ડ લેબલ્ડ (આઇએઅમએલ) ફુડ-ગ્રેડ પેકેજિંગ કન્ટેનર્સ તથા ઇન્ડસ્ટ્રીલ વપરાશ માટે એસએડબલ્યુ પાઇપ પ્રોટેક્શન પ્લાસ્ટિક કેપમાં કામગીરી ધરાવે છે.

સાણંદમાં કંપનીના ત્રણ ઉત્પાદન એકમ છે, જે 60,000 ચોરસફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલા છે. 21 ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન અને એક વેક્યુમ ફોર્મિંગ મશીનથી સજ્જ આ એકમોની દૈનિક અંદાજિત ઉત્પાદન ક્ષમતા 8,400 કિલો છે.

કંપની ફુડ, ડેરી, કન્ફેક્શનરી, એફએમસીજી, ફાર્મા, કન્સ્ટ્રક્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓઇલ અને ગેસ, ઓટોમોટિવ, પેઇન્ટ એન્ડ કોટિંગ્સ તથા કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરના ગ્રાહકોને સેવા આપે છે. તેની એકીકૃત ઉત્પાદન ક્ષમતાઓ, ઇન-હાઉસ ટુલિંગ અને ડિઝાઇનમાં કુશળતા, ઓટોમેશન સંચાલિત ઉત્પાદન પ્રક્રિયા તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપતાં સર્ટિફિકેશનથી કંપનીએ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું છે.

31 માર્ચ, 2026ના રોજ સમાપ્ત થયેલાં નાણાકીય વર્ષ માટે કંપનીની આવકો વાર્ષિક ધોરણે 24.4 ટકા વધીને રૂ. 65 કરોડ નોંધાયો છે. આ સમયગાળામાં ઇબીઆઇટીડીએ 36.2 ટકા વધીને રૂ. 13.9 કરોડ અને પ્રોફિટ આફ્ટર ટેક્સ 33 ટકા વધીને રૂ. 8 કરોડ થયો છે. વર્ષ દરમિયાન ધવલ પેકેજિંગે ઓસ્ટ્રેલિયન બજારમાં પ્રવેશીને તેની નિકાસનું વિસ્તરણ કર્યું છે તેમજ પ્રીમિયમ ફુડ એપ્લીકેશન્સ માટે સ્ટેકેબલ ટીન-પ્લાસ્ટિક હાઇબ્રિડ પેકેજિંગ સોલ્યુશન રજૂ કર્યું છે.

રેવર ફાઇનાન્સિયલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે, કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ રજિસ્ટ્રાર છે. ન્યુ બેરી કેપિટલ્સ પ્રાઇવેટ લિમિટેડની માર્કેટ મેકર તરીકે નિમણૂંક કરાઇ છે.

== સમાપ્ત ==

Related posts

સેમસંગ દ્વારા ભારતમાં સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ સાથે ગેલેક્સી F16 5G લોન્ચ કરાયા

amdavadpost_editor

વહેલાસર સ્તનકેન્સર અને યુવા જિંદગીઓઃ વિશિષ્ટ પડકારોની આત્મવિશ્વાસ સાથે ખાળતા

amdavadpost_editor

WALK OF COURAGE :આશા, આરોગ્ય અને માનવીય સંઘર્ષ પર વિજયની શક્તિશાળી શ્રદ્ધાંજલિ

amdavadpost_editor

Leave a Comment