Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન એડ્સના અભ્યાસમાં જાહેર થયું છે કે AI ભારતના એસએમબીને નવા પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં અને વૃદ્ધિને વેગ આપવામાં કેવી રીતે સહાય કરી રહ્યું છે

  • એમેઝોન એડ્સ ભારતમાં એસએમબીમાં મુખ્ય એઆઇ અપનાવવાનાં મુખ્ય વલણો જાહેર કરે છે
  • અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એઆઇ ભારતીય એસએમબીને જાહેરાત કરવામાં ખર્ચ અને જટીલતાના અવરોધોમાંથી બહાર આવવામાં સહાય કરી રહ્યું છે
  • 87% જણાવે છે કે એઆઇ સંચાલિત ટુલ્સે તેમને જાહેરાતની એવી તકો સુધી પહોંચવામાં સહાય કરી છે, જે અગાઉ પહોંચની બહાર લાગતી હતી, જેમાં સ્ટ્રીમિંગ ટીવી અને અન્ય વિડિયો ફોર્મેટનો સમાવેશ થાય છે
  • 75% જણાવે છે કે એઆઇ-સક્ષમ જાહેરાતોએ કારોબારની વૃદ્ધિને ટેકો આપ્યો છે

બેંગલુરુ | 07 સપ્ટેમ્બર 2026 | એમેઝોન એડ્સે આજે ભારતમાં નાના અને મધ્યમ કદના કારોબારો (એસએમબી) માટે જાહેરાતને એઆઇ કેવી રીતે પરિવર્તિત કરી રહ્યું છે તેનું નિરીક્ષણ કરતા એક અભ્યાસનાં તારણો રજૂ કર્યા હતા. હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે એઆઇ કારોબારોને ખર્ચ, જટીલતા અને મર્યાદિત સ્ત્રોતોના ખર્ચના પરંપરાગત અવરોધોમાંથી બહાર આવવા માટે સહાય કરી રહ્યું છે, જેનાથી અત્યાધુનિક જાહેરાત પહેલા કરતા ઘણી વધુ પહોંચક્ષમ બની છે. દસમાંથી લગભગ નવ (87%) એસએમબી જણાવે છે કે એઆઇ-સંચાલિત ટુલ્સે તેમને જાહેરાતની ચેનલો, પ્રેક્ષકો અથવા ફોર્મેટ્સ સુધી પહોંચવામાં સક્ષમ બનાવ્યા છે, જે અગાઉ પહોંચની બહાર લાગતા હતા, જેમાં સ્ટ્રીમિંગ ટીવી સહિત હાઇ-ઇમ્પેક્ટ વિડિયો ફોર્મેટ્સનો સમાવેશ થાય છે. પહોંચ વધારવાથી આગળ, એઆઇ કારોબારોને વૃદ્ધિ પામવામાં પણ સહાય કરી રહ્યું છે, જેમાં 75% કહે છે કે એઆઇ-સક્ષમ જાહેરાતો કારોબારની વૃદ્ધિને ટેકો આપે છે. 68% જણાવે છે કે સરળ સાધનોને કારણે તેમની જાહેરાતોમાં સર્જનાત્મકતામાં સારો એવો વધારો થયો છે. 

એમેઝોન એડ્સ ઈન્ડિયાના નિર્દેશક કપિલ શર્માએ જણાવ્યું હતું કે “અમે ભારતીય એસએમબીને જાહેરાતોને એવા આત્મવિશ્વાસ સાથે કરી રહ્યા છે જેને અમે પહેલા ક્યારેય જોયો નથી. ભારતમાં એઆઇ-સંચાલિત ટુલ્સનો ઉપયોગ કરીને એમેઝોનની જાહેરાતોનો હિસ્સો વાર્ષિક ધોરણે 77% સુધી વધ્યો છે, જેમાં એસએમબીએ પાછલા વર્ષની તુલનામાં વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તે ટુલ્સથી 62% વધુ એડ ક્રિએટિવ્સ બનાવી છે. આજે, એઆઇ-સંચાલિત ટુલ્સ ટીવી સ્ટ્રીમિંગ ટીવી જેવી ચેનલો ખોલી રહ્યા છે, જે એક સમયે મોટા બજેટ સાથે મોટી બ્રાન્ડ્સ માટે રિઝર્વ્ડ લાગતા હતા. એસએમબીને પોતાની વૃદ્ધિની ગાથાઓ લખતા જોવા આકર્ષક છે અને એમેઝોન એડ્સ ખાતે અમે તેમના વતી નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, જે તમામ કદના કારોબારોની સહાય કરવા માટે બનાવેલા સ્વ-સેવાના ઉકેલો પૂરા પાડી રહ્યા છે.” 

સ્ટ્રીમિંગ ટીવી એસએમબી માટે વાસ્તવિક વિકલ્પ બની રહ્યા છે

ત્રણ વર્ષ અગાઉ, 56% લોકો સ્ટ્રીમિંગ ટીવીને સારી જાહેરાત ચેનલ માનતા હતા. લોકોને જે પહોંચની બહાર લાગતું હતું તે લોકો માટે મોટા અવરોધોમાં ખર્ચ (48%), ઉચ્ચ લઘુત્તમ ખર્ચની આવશ્યકતાઓ (39%), અને આયોજન અથવા ખરીદીમાં જટીલતા (36%)નો સમાવેશ થતો હતો. આજે, એસએમબી આ ચેનલથી મળતા લાભને ઝડપથી ઓળખી રહ્યા છે. ટીવી અથવા સ્ટ્રીમિંગ ટીવી જાહેરાતમાં રસ ધરાવતા લોકોમાં 62% લોકો કહે છે કે તે તેમને નવા પ્રેક્ષકો સુધી પહોંચવામાં સહાય કરી શકે છે, જ્યારે 59% લોકો કહે છે કે તે બ્રાન્ડની જાગૃત્તિ વધારી શકે છે અને 48% લોકો કહે છે કે તે વિશ્વસનીયતા સુધારી શકે છે. 

એઆઇ એસએમબીને સ્થાનિક ઝુંબેશોથી આગળ વિચારવામાં અને સમાન તકો આપવામાં સહાય કરી રહ્યું છે

આ પરિવર્તન સ્ટ્રીમિંગ ટીવી સુધી મર્યાદિત નથી. ક્રોસ-બોર્ડર જાહેરાત માટે પરંપરાગત રીતે આવશ્યક સંસાધનો ધરાવે છે, જે નાના કારોબારો પાસે હોતા નથી, જેવા કે વિવિધ ભાષાઓ અને સંસ્કૃત્તિ માટે ક્રિએટિવને અપનાવવાથી લઈને અલગ અલગ દેશોમાં ટાર્ગેટિંગ અને ઓપ્ટિમાઇઝેશનને સંચાલિત કરવા સુધી. એઆઇ સંચાલિત ટુલ્સ તે ઘર્ષણને ઘટાવામાં સહાય કરી રહ્યા છે. ભારતમાં, 56% ઉત્તરદાતાઓ જેઓ ત્રણ વર્ષ અગાઉ એવું કહેતા હતા કે ક્રોસ-બોર્ડર ઝુંબેશો પહોંચક્ષમ નહોતી, તેઓ હવે કહે છે કે આ હાલના સમયમાં વધુ પહોંચક્ષમ છે. વૈશ્વિક સ્તરે વિસ્તરણનો વિચાર કરી રહેલા ભારતીય કારોબારો માટે એમેઝોનના સેલર આસિસ્ટન્ટ હવે એઆઇ-સંચાલિત વિસ્તરણ માર્ગદર્શન પૂરા પાડે છે, જેમાં પ્રોડક્ટની ભલામણો અને બજારની માગની સૂક્ષ્મદૃષ્ટિનો સમાવેશ થાય છે, જે આંતરરાષ્ટ્રીય વૃદ્ધિની તકો ઓળખવામાં સહાય કરે છે, તેમ જ દેશ-વિશિષ્ટ અનુપાલનની જરૂરિયાતો માટે સમર્થન આપે છે.

આ અસરદાર કારોબારનાં પરિણામોમાં પરિણમી રહ્યા છે. પ્રયોગના ખર્ચને ઘટાડીને અને શું કાર્ય કરી રહ્યું છે એ અંગે ઝડપી પ્રતિસાદ પૂરા પાડીને, એઆઇ એસએમબીને વૃદ્ધિની વ્યુહરચનાઓ અપનાવવાનો આત્મવિશ્વાસ આપી રહ્યું છે, જેવી કે ક્રોસ-બોર્ડર વિસ્તરણ અથવા નવી પ્રોડક્ટ લાઇન્સ લોન્ચ કરવી. ત્રણ ચતૃર્થાંશ (75%) લોકો કહે છે કે એઆઇ-સક્ષમ જાહેરાત પ્રવૃત્તિ અથવા વ્યુહરચનાએ કારોબારની વૃદ્ધિને ટેકો આપ્યો છે, 59% લોકો કહે છે કે તેણે નવા દેશોમાં વિસ્તરણને ટેકો આપ્યો છે અને 58% લોકો કહે છે કે તેણે તેમને નવી પ્રોડક્ટ કેટેગરીઝને લોન્ચ કરવાની સક્ષમતા
આપી છે. 

એઆઇ નવી સર્જનાત્મક સક્ષમતાઓ અનલોક કરી રહ્યું છે

નવી ચેનલોની પહોંચ અને વૈશ્વિક સ્તરે વિસ્તરણની ક્ષમતાથી આગળ, એઆઇ એસએમબી સર્જનાત્મક વિકાસને કેવી રીતે અપનાવી રહ્યા છે તેને પણ પુનઃઆકાર આપી રહ્યું છે. 88% લોકો કહે છે કે તેઓ જાહેરાત એસેટ્સનાં સર્જન માટે એઆઇનો ઉપયોગ કરે એવી શક્યતા છે, જ્યારે 85% લોકો કહે છે કે તેઓ સ્ટ્રીમિંગ એડ્સ પ્રોડ્યુસ કવા માટે વિશેષ રીતે એઆઇનો ઉપયોગ કરે એવી શક્યતા છે. આ ઉપરાંત, 68% લોકો કહે છે કે એઆઇએ જાહેરાત સાથે સામાન્ય રીતે વધુ સર્જનાત્મક બનવાની ક્ષમતાને અનલોક કરી છે.

સર્જનાત્મક વિકાસથી આગળ, એસએમબી ઝુંબેશ ડિલિવરીમાં વ્યવહારું લાભ પણ જુએ છે: 65% લોકો કહે છે કે એઆઇ ઝડપી ઓપ્ટિમાઇઝેશન સક્ષમ બનાવે છે, 62% લોકો કહે છે કે તે તેમને બજેટને સુરક્ષિત રાખવા માટે વધુ ગ્રાહકોને શોધવામાં સહાય કરે છે, અને 55% કહે છે કે તે તેમને મોટા બજેટ ધરાવતી મોટી બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવે છે.

એમેઝોન એડ્સ એઆઇ-સંચાલિત ટુલ્સમાં રોકાણ કરવાનું જારી રાખી રહી છે, જે એડવાન્સ્ડ જાહેરાતને તમામ કદનાં કારોબારો માટે સરળ અને વધુ પહોંચક્ષમ બનાવે છે. સર્જનાત્મક વિકાસ, ઝુંબેશ સેટઅપ અને ઓપ્ટિમઆઇઝેશનમાં જટીલતાને ઘટાડીને આ નવીનીકરણ એસએમબીને વધુ સરળતા અને આત્મવિશ્વાસ સાથે એઆઇને અપનાવવામાં સહાય કરી રહ્યું છે, જે તેમને મેન્યુઅલ કાર્યો પર ઓછો સમય ખર્ચવા અને તેમના કારોબારની વૃદ્ધિ માટે વધુ સમય આપવા સક્ષમ બનાવે છે.

એઆઇ અપનાવવામાં વૃદ્ધિની સાથે માનવીય નિર્ણયશક્તિ કેન્દ્રસ્થાને છે

એઆઇ એસએમબીનાં કાર્યને સ્માર્ટ બનાવવામાં સહાય કરી રહ્યું છે, અને એડ્વર્ટાઇઝર્સ જ્યારે એઆઇ-સંચાલિત ભલામણોની સાથે તેમની પોતાની પોતાની વ્યુહાત્મક નિર્ણયશક્તિ સંયોજિત કરે છે ત્યારે તેઓ મજબૂત પરિણામો જોઇ રહ્યા છે. એડ્વર્ટાઇઝિંગને ટેકો આપવા માટે એઆઇનો ઉપયોગ કરે છે એવા લોકોમાં આખરી નિર્ણય લેનારમાં હજુ પણ સૌથી વધુ કારોબારના માલિક (40%) છે, ત્યાર પછી માનવ સમીક્ષા સાથે એઆઇ ટુલ્સ (32%), અને માર્કેટિંગ લીડ (19%) આવે છે. માત્ર 2% લોકો જણાવે છે કે તેઓ માવન સમીક્ષા વિના સંપૂર્ણપણે સ્વચાલિત નિર્ણયો લે છે – જે સૂચવે છે કે એસએમબી માનવ નેતૃત્ત્વ ધરાવતા, એઆઇ સમર્થિત અભિગમ અપનાવી રહ્યા છે, એઆઇનો ઉપયોગ ઝડપથી આગળ વધવા અને અમલીકરણને સુધારવા માટે કરી રહ્યા છે, જ્યારે તેની સાથે સાથે જ્યાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હોય ત્યાં માનવ નિર્ણયને જાળવી રાખે છે.

એઆઇ આવનારા વર્ષોમાં અત્યાર સુધીની સૌથી વધુ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે

આગળ જતા, ભારતીય એસએમબી જાહેરાત દ્વારા તેમના કારોબારના લક્ષ્યંકો સુધી તેઓ કેવી રીતે પહોંચશે તેમાં એઆઇ સૌથી મોટો હિસ્સો બને એવી અપેક્ષા રાખે છે, જેમાં 92% લોકો કહે છે કે તે તેમના ભવિષ્યની સ્પર્ધાત્મકતા માટે મહત્ત્વપૂર્ણ બનશે. તે કારોબારો અગાઉથી કન્ટેન્ટ જનરેશન (64%), વ્યુહાત્મક આયોજન (58%) અને સ્પર્ધક વિશ્લેષણ (53%) માટે એઆઇ તરફ જોઇ રહ્યા છે, જે તેમની ભૂમિકાને અમલીકરણથી આયોજન અને નિર્ણય લેવા સુધી વધુ વિસ્તારશે. એક સાથે લેવામાં આવે તો તારણો વધુ લોકશાહીયુક્ત જાહેરાતનાં પરિદૃશ્ય તરફ નિર્દેશ કરે છે, જ્યાં એઆઇ એસએમબીને સ્પર્ધાત્મક સક્ષમતાઓ અને ઉચ્ચ ઇમ્પેક્ટ ધરાવતી ચેનલોને અનલોક કરવામાં પણ સહાય કરી રહ્યું છે, જ્યારે માનવ નિર્ણયશક્તિ આ ટુલ્સને કેવી રીતે લાગુ કરવા તે માટે કેન્દ્રસ્થાને રહી છે.

લોકપ્રિય વિમેન એથનિક વિઅર બ્રાન્ડ ક્લોસિયાના સ્થાપક વિશાલસિંહ સિસોદિયાએ જણાવ્યું હતું કે “અમે એમેઝોન એડ્સ એઆઇ ટુલ્સનો ઉપયોગ કર્યો હતો, જેણે અમને લગભગ થોડા સમયમાં સ્ટેટિક પ્રોડક્ટ લિસ્ટિંગને યોગ્ય વિડિયો એડમાં પરિવર્તિત કરવામાં સહાય કરી હતી. અમને આશ્ચર્યમાં મૂકે એવી બાબત અસર હતી. અમે જ્યારે આ એડ વિડિયોનો અમારા સ્માર્ટ સ્ટ્રીમિંગ ટીવી ઝુંબેશો માટે ઉપયોગ કર્યો ત્યારે અમે જે ગ્રાહકો સુધી પહોંચ્યા તેમાંથી 80% ગ્રાહકો અમારી બ્રાન્ડ માટે નવા હતા અને સર્ચ એડ્સ સાથે સંયોજિત કરીને ખરીદી 3 ગણી વધુ થઈ હતી.”

== સમાપ્ત ==

Related posts

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ નિમિત્તે ઐતિહાસિક દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન

amdavadpost_editor

૧૮ જુલાઈ ૨૦૨૫ ના રોજ તેરાપંથ પ્રોફેશનલ ફોરમ અમદાવાદ દ્વારા ૭ શાળાઓમાં મિશન દ્રષ્ટિ – મેગા નેત્ર તપાસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને મફત આંખની તપાસ કરાવવામાં આવી હતી.

amdavadpost_editor

કોટક – GOQii સ્માર્ટ વાઈટલ પ્લસ સ્માર્ટવોચ લોન્ચ કરાયા

amdavadpost_editor

Leave a Comment