Amdavad Post
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

BSE અને મીશોનો પ્રોજેક્ટ શિખર સુરત પહોંચ્યો; ઈ-કોમર્સ વિક્રેતાઓ વચ્ચે SME IPO અંગે જાગૃતિ વધારવાની પહેલ

ભારતના મુખ્ય ઉદ્યોગસાહસિક અને MSME કેન્દ્રોમાંના એક એવા સુરતમાં SME IPO અંગે જાગૃતિ વધશે

સુરત, ગુજરાત | ૯મી ઓક્ટોબર ૨૦૨૬ | એશિયાના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જ BSE અને વાર્ષિક વ્યવહાર તથા ઓર્ડરના જથ્થાની દ્રષ્ટિએ ભારતના સૌથી મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશોની સંયુક્ત પહેલ પ્રોજેક્ટ શિખર આજે સુરત આવી પહોંચી. આ એક-દિવસીય જાગૃતિ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મીશોના વિક્રેતાઓને BSE SME પ્લેટફોર્મ પર ઉપલબ્ધ તકો સમજવામાં અને પબ્લિક માર્કેટ્સ માંથી વિકાસ માટે જરૂરી મૂડી કેવી રીતે મેળવવી તે જાણવામાં મદદ કરવાનો હતો.

નવી દિલ્હીમાં યોજાયેલા પ્રારંભિક કાર્યક્રમની જબરદસ્ત સફળતા બાદ, સુરતમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટના ભારતના ઉદ્યમીઓમાં SME IPOs અંગે જાગૃતિ લાવવાના પ્રયાસોના આગામી તબક્કાની શરૂઆત સૂચવે છે.

MSME ને મૂડી બજાર સુધી લાવવામાં ગુજરાતે મહત્વની ભૂમિકા ભજવી છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો દરમિયાન, BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટિંગની બાબતમાં તે દેશના ટોચના બે રાજ્યોમાં સ્થાન પામ્યું છે. એપ્રિલ 2024 અને સપ્ટેમ્બર 2026 વચ્ચે, ગુજરાતની 43 કંપનીઓ BSE SME પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થઈ હતી અને તેમણે કુલ અંદાજે ₹1,240 કરોડ એકત્ર કર્યા હતા.

સુરતમાં યોજાયેલા સત્રમાં મીશોના વિક્રેતાઓને SME લિસ્ટિંગ ઇકોસિસ્ટમની વિગતવાર સમજણ આપવામાં આવી હતી, જેમાં પાત્રતા, નાણાકીય તૈયારી, ગવર્નન્સના ધોરણો, અનુપાલનની જરૂરિયાતો, જાહેરાતો અને લિસ્ટિંગ પ્રક્રિયામાં મધ્યસ્થીઓની ભૂમિકાનો સમાવેશ થાય છે. વેચાણકર્તાઓ પાસે GYR કેપિટલ એડવાઈઝર્સ સહિતના મર્ચન્ટ બેન્કરો સાથે વાત કરવાની તક પણ હતી. તેઓએ BSE ના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરી હતી.

પ્રોજેક્ટ શિખર જૂન 2026 માં શરૂ કરવામાં આવ્યો હતો. આ BSE અને મીશો દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રકારનો પ્રથમ પ્રોગ્રામ છે જે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને વૃદ્ધિ મૂડી માટે મૂડી બજારોનું અન્વેષણ કરવા સક્ષમ બનાવે છે.

આ કાર્યક્રમમાં સમજાવવામાં આવ્યું હતું કે વિકાસશીલ વ્યવસાયો BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટિંગ દ્વારા વિકાસ માટેની મૂડી કેવી રીતે એકત્ર કરી શકે છે. આ તેમની બજાર દૃશ્યતા અને વિશ્વસનીયતામાં વધારો કરે છે, શાસન અને સંસ્થાકીય પ્રથાઓને મજબૂત બનાવે છે અને લાંબા ગાળાના, ટકાઉ વિકાસ માટે પાયો નાખે છે.

રાધા કીર્તિવાસન, હેડ – ઈશ્યુઅર રિલેશન્સ એન્ડ કોર્પોરેટ સેલ્સ, BSE જણાવ્યું હતું કે, “ગુજરાત દેશમાં MSME ઉદ્યોગસાહસિકતા માટેના સૌથી મહત્વપૂર્ણ કેન્દ્રોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. BSE SME પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ કંપનીઓની સંખ્યાની દ્રષ્ટિએ તે બીજા ક્રમનું સૌથી મોટું રાજ્ય છે. પબ્લિક માર્કેટ્સમાં ગુજરાતના સાહસોની સક્રિય ભાગીદારી રાજ્યની સાહસિકતાની ભાવના અને વ્યવસ્થિત વિકાસ માટેની તેની સજ્જતા દર્શાવે છે. ભારતના MSME એ નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને રોજગારના મહત્વપૂર્ણ એન્જિન છે. BSE ખાતે, અમે માનીએ છીએ કે પબ્લિક કેપિટલ માર્કેટ્સની પહોંચ આશાસ્પદ વ્યવસાયોને ટકાઉ વિકાસ પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવી શકે છે. મીશો સાથેની ભાગીદારી દ્વારા, પ્રોજેક્ટ શિખર ડિજિટલ ઉદ્યોગસાહસિકોના વિશાળ નેટવર્ક સુધી મૂડી બજાર અંગેની જાગૃતિ પહોંચાડી રહ્યું છે. દિલ્હી બાદ સુરતમાં આ પહેલ લાવતા અમને આનંદ થાય છે. આ પહેલ દ્વારા, અમારો ઉદ્દેશ્ય માત્ર SME IPOs વિશે જાગૃતિ લાવવાનો જ નથી, પરંતુ વ્યવસાયોને નાણાકીય શિસ્ત, ગવર્નન્સ, પારદર્શિતા અને નિયમ-પાલન નું મહત્વ સમજવામાં મદદ કરવાનો પણ છે, જે સફળ લિસ્ટેડ કંપની બનવા માટે આવશ્યક ગુણો છે.”

મીશોના કોર્પોરેટ અફેર્સ હેડ લોપામુદ્રા રાવે જણાવ્યું હતું કે, “ડિજિટલ કોમર્સે લાખો ભારતીય વ્યવસાયોને સમગ્ર ભારતમાં ગ્રાહકો સુધી પહોંચવા અને વિકાસ સાધવા સક્ષમ બનાવ્યા છે. જેમ જેમ આ વ્યવસાયો પરિપક્વ થાય છે તેમ તેમ તેમની ઈચ્છાઓ અને જરૂરિયાતો પણ વધે છે. પ્રોજેક્ટ શિખર અમારા વિક્રેતાઓને BSE અને મૂડી બજારો સાથે જોડે છે અને તેમને લિસ્ટિંગ માટે સજ્જ થવા માટે જરૂરી માહિતી તથા નિપુણતા પૂરી પાડે છે. અમારો ઉદ્દેશ્ય વિક્રેતાઓને તકો સમજવામાં મદદ કરીને જાણકારીપૂર્ણ નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવવાનો છે, જેથી તેઓ વધુ મજબૂત વ્યવસાયોનું નિર્માણ કરી શકે.

આ કાર્યક્રમમાં, BSE SME પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ ગુજરાતના SMEએ તેમના અનુભવો વહેંચ્યા. આનાથી વિક્રેતાઓને લિસ્ટિંગની પ્રક્રિયા સમજવામાં મદદ મળી.

ડેસ્કો ઇન્ફ્રાટેક લિમિટેડના પૂર્ણકાલીન ડિરેક્ટર શ્રી મલ્હાર દેસાઇએ જણાવ્યું હતું કે, “લિસ્ટિંગની પ્રક્રિયા તે દિવસે શરૂ થતી નથી જ્યારે કંપની પબ્લિક માર્કેટ્સમાં પ્રવેશે છે; તેની સફર તો તે પહેલાં જ શરૂ થઈ જાય છે. પબ્લિક માર્કેટ્સની તૈયારી કરવા માટે, ઉદ્યોગસાહસિકોએ મજબૂત નાણાકીય શિસ્ત, બહેતર શાસન અને પારદર્શિતાની સંસ્કૃતિ બનાવવાની જરૂર છે. યોગ્ય તબક્કે યોગ્ય માર્ગદર્શન સાથે, સ્થાપકો માત્ર લિસ્ટિંગ વિશે જ નહીં, પરંતુ તેમનો વ્યવસાય ક્યારે તૈયાર છે તે અંગે પણ વધુ સારા નિર્ણયો લઈ શકે છે.

BSE અને મીશો દ્વારા પ્રોજેક્ટ શિખરનો ઉદ્દેશ્ય MSMEs ને પબ્લિક લિસ્ટેડ કંપની બનવા સાથે સંકળાયેલી તકો અને જવાબદારીઓને સમજવામાં મદદ કરવાનો છે અને લાંબા ગાળાના શાસન અને નાણાકીય શિસ્તને પ્રોત્સાહન આપવાનો છે.

== સમાપ્ત ==

Related posts

પેરન્ટહૂડમાં પ્રવેશ પર પડકારોઃ હિંસ્ર દોડ શરૂ!

amdavadpost_editor

સુરેન્દ્રનગર, તમારી ઉબર બાઇક આવી ગઈ છે.

amdavadpost_editor

PM મોદીના જનમદિનની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં ૩૭૮ સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરાશે

amdavadpost_editor

Leave a Comment