Amdavad Post
ગુજરાતધાર્મિકમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 : ગુજરાતી ફિલ્મ કર્મા વોલેટના કલાકારોએ હાજરી આપી

અમદાવાદ: શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડાઇવ એન્ટરટેઇનમેન્ટ ફરી એકવાર ખૂબજ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 લઇને આવી ગયું છે. પ્રમુખ સ્વામી મહોત્સવ ગ્રાઉન્ડ, ઓગણજ ચાર રસ્તા પાસે, સરદાર પટેલ રિંગ રોડ ખાતે આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ ગરબા પ્રેમીઓ માટે યોજાયો છે.

આ નવરાત્રી મહોત્સવમાં પ્રસિદ્ધ ગુજરાતી સિંગર દિવ્યા ચૌધરી તેમના મધુર અવાજ અને વાઇબ્રન્ટ ઉપસ્થિતિ સાથે પારંપરિક ગરબાની પ્રસ્તુતિ કરી રહ્યા છે, જે લાઇવ ગરબા અને રાસના માધ્યમથી માં દુર્ગાની આરાધનાનો એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરે છે.

આ ગરબા મહોત્સવમાં ગુજરાતી ફિલ્મ કર્મા વોલેટના કલાકારો તુષાર સાધુ અને જય પંડ્યાએ હાજરી આપી અને ખેલૈયાઓ સાથે મન મૂકી ને ગરબે ઝૂમ્યા હતા 10000 થી વધારે ખેલૈયાઓની કેપેસીટી ધરાવતા આ ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવમાં રોજેરોજ હજારો ની સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને નાચી રહ્યા છે અને ગરબાની મોજ માણી રહ્યા છે.

 

Related posts

સોની બીબીસી અર્થ રાકેશ ખત્રીને અર્થ ચેમ્પિયન તરીકે સન્માનિત કરે છે

amdavadpost_editor

ઇમેજિકાવર્લ્ડ એન્ટરટેઇનમેન્ટએ પ્રથમ ત્રિમાસિક (Q1) માં આવકમાં 1.7 ગણી વૃદ્ધિ સાથે રૂ. 184 કરોડનો નફોદર્શાવ્યો

amdavadpost_editor

ઓલ ઠંડર, નો શુગર સાથે થમ્સ અપ એક્સફોર્સનું ઝેપ્ટોના પ્રથમ પ્રી-બુકિંગ એક્સક્લુઝિવ પર પદાર્પણ

amdavadpost_editor

Leave a Comment