Amdavad Post
ગુજરાતધાર્મિકમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 : સંગીત, ગરબા અને ભક્તિનો બેજોડ સંગમ

અમદાવાદ: શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડાઇવ એન્ટરટેઇનમેન્ટ ફરી એકવાર ખૂબજ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 લઇને આવી ગયું છે. પ્રમુખ સ્વામી મહોત્સવ ગ્રાઉન્ડ, ઓગણજ ચાર રસ્તા પાસે, સરદાર પટેલ રિંગ રોડ ખાતે આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ ગરબા પ્રેમીઓ માટે યોજાયો છે.

આ નવરાત્રી મહોત્સવમાં પ્રસિદ્ધ ગુજરાતી સિંગર દિવ્યા ચૌધરી તેમના મધુર અવાજ અને વાઇબ્રન્ટ ઉપસ્થિતિ સાથે પારંપરિક ગરબાની પ્રસ્તુતિ કરી રહ્યા છે, જે લાઇવ ગરબા અને રાસના માધ્યમથી માં દુર્ગાની આરાધનાનો એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરે છે.

10000 થી વધારે ખેલૈયાઓની કેપેસીટી ધરાવતા આ ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવમાં રોજેરોજ હજારો ની સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને નાચી રહ્યા છે અને ગરબાની મોજ માણી રહ્યા છે.

Related posts

LG ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાએ વર્ષ 2025 માટે આગામી પેઢીના એઆઇથી સંચાલિત OLEDevo અને QNEDevo TV લાઇન-અપનું અનાવરણ કર્યું છે

amdavadpost_editor

રક્ષણ કરવાની માતાની સંવેદનાને સેલિબ્રેટ કરવા ડેટોલે શરૂ કરી નવી ઝુંબેશ

amdavadpost_editor

આ પ્રકાશના તહેવારની ઉજવણી કરો અકાસા એરની દિવાળી માટેની ખાસ વાનગીઓ સાથે

amdavadpost_editor

Leave a Comment