Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જ્ઞાનેશ્વર, તુકારામ, રામદાસજી અને સાક્ષાત વિઠ્ઠોબાજી-મહારાષ્ટ્રની આધ્યાત્મિક ધારાનો સ્વસ્તિક છે

પ્રયોગનું પરિણામ ‘પ્રયાગ’ બને એ માટે આ યાત્રા છે.

રામ અવતારનાં પાંચ કારણો વચ્ચે પણ ગુરુ બેઠો છે.

નાગપુરની ભૂમિથી ત્રિભુવનને રામ જન્મની વધાઇઓ અપાઇ.

યાત્રાને સત્વ-રજસ-તમથી પર રાખી ગુણાતિત બનાવી જગન્નાથનાં ચરણોમાં સમર્પિત કરવી છે.

 

અનોખી અધ્યાત્મ યાત્રાનાં પાંચમા દિવસ-બુધવારે  મહારાષ્ટ્રનાં નાગપુર ખાતે રેશમ બાગથી બાપુએ સૌ શુભ-મંગલ સ્થાનોને પ્રણામ કરી એક નવા સાથિયાનો ઉઘાડ કરતા મહારાષ્ટ્ર ભૂમિની તમામ ચેતનાઓ,લોકમાન્ય તિલક,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરંપરાનાં મહાપુરુષો,ભારત રત્ન ડો.આંબેડકર,

વારકરિ સંપ્રદાય તથા છત્રપતિ શિવાજી મહારાજને રામકૃષ્ણ હરિ કહી પ્રણામ કરી આ ભૂમિનાં ચાર મુખ્ય ગુરુઓથી બનતો સાથિયો રજૂ કરતા કહ્યું કે યાત્રા રાજસી,તમોગુણ,સત્વગુણથી દૂર રાખી પૂર્ણતઃ આધ્યાત્મિક વિચારો દ્વારા ગુણાતિત બનાવી જગન્નાથનાં ચરણોમાં સમર્પિત થાય એવી કોશિશ છે પ્રયોગનું પરિણામ પ્રયાગ બને એ માટે આ યાત્રા છે. ચાર ગુરુઓમાં એક-માવલી જ્ઞાનેશ્વર:જેણે દેશ અને દુનિયામાં પોતાના સાક્ષાત્કારનાં અનુભવો ગ્રંથમાં રજૂ કરીને ઉપકાર કર્યો.બીજા-વિઠ્ઠલનાં રૂપમાં આપણને જગદીશના દર્શન કરાવ્યા એવા જગતગુરુ તુકારામ ભગવાન.એકનાથ,નામદેવ જેવા બધાં મહાપુરુષો જેમાં સમાઈ જાય છે.ત્રીજા-સમર્થ ગુરુ રામદાસ-જેણે શિવાજીને નિમિત બનાવી દેશની અખંડિતતાને જાળવી રાખી.ચોથા-પરબ્રહ્મ સાક્ષાત વિઠ્ઠોબાનાં રૂપમાં આવેલા-રામકૃષ્ણ હરિ એનાથી એક સ્વસ્તિક બને છે.

ધરતી હજારો વર્ષ પોકાર કરે ત્યારે કોઈ માવલી જ્ઞાનદેવ પ્રગટ થાય છે.તુકારામના અભંગનું ગાયન કરાવી શ્રદ્ધાંજલિ આપી.આપણા ગ્રંથમાં સાત પ્રકારનાં ગુરુઓમાં:-સૂચક ગુરુ,વાચક ગુરુ,બોધક ગુરુ,નિષિધ્ધ ગુરુ,વિહિત ગુરુ,કર્માખ્ય ગુરુ,પરમ ગુરુ છે.

જેમ ૨૪ અવતાર,જૈન ધારામાં ૨૪ તીર્થંકર,શ્રીમદ ભાગવતમાં ૨૪ ગુરુઓ એમ સંત દાદુ દયાળે કહ્યું છે મંત્ર છે જેમાં:અનંત મંત્ર,અગાધ મંત્ર,સર્વભાષ મંત્ર,અમર મંત્ર,અપાર મંત્ર,અક્ષય મંત્ર,અનઘ મંત્ર,અબોલ મંત્ર,ગોપ્ય મંત્ર,તારક મંત્ર,કર્ણ મંત્ર,ચિત્ત મંત્ર વગેરે મંત્રોમાં રામકૃષ્ણ હરિ-મંત્ર અદ્ભૂત છે.

ત્રિભુવન દાદાનાં મુખથી રામકૃષ્ણ હરિ અને ગુરુદેવ સમર્થ સહજતાથી નીકળી જતું.દાદાનો મહામંત્ર રામ રહ્યો.

આ ચારેયથી મહારાષ્ટ્રની આધ્યાત્મિક ધારાનો સ્વસ્તિક બને છે.

રામ અવતારનાં પાંચ કારણો વચ્ચે ગુરુ બેઠો છે.

જય-વિજયમાં સનત કુમાર,જાલંધરમાં વિષ્ણુ, નારદ સ્વયં ગુરુ,મનુ-શતરૂપામાં અનેક ગુરુઓ અને કપટમુનિ પણ ગુરુ-એ બધા દ્વારા પાંચ કારણો રામ જન્મનાં હેતુ બન્યા.

અયોધ્યા મા કૌશલ્યાની કૂખે રામનું પ્રાગટ્ય થયું.

એનું ગાન કરી સમગ્ર ત્રિભુવનને વધાઈ આપીને મંગલમૂર્તિ ગણેશજીનાં ચરણોમાં આજની કથા સમર્પિત થઈ.

————————————————-

રામકથાની સાથે-સાથે:

આજે જ્યાં કથા ગવાશે એ ચંપારણ્ય

ભારતીય ભક્તિ પરંપરા અને પુષ્ટિમાર્ગ પરંપરામાં ચંપારણ્ય (રાયપુર પાસે)અને શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીનાં જન્મની કથા અત્યંત પવિત્ર માનવામાં આવે છે.

ચંપારણનું નામકરણ:

પ્રાચીન સમયમાં,આ સમગ્ર વિસ્તાર ચંપાના ફૂલોનાં વૃક્ષો અને ગાઢ જંગલોથી ઢંકાયેલો હતો. ચંપારણ્યનાં જંગલો(અરણ્ય)એ તેને “ચંપાઅરણ્ય” નામ આપ્યું,સમય જતાં અપભ્રંશ થઇને ચંપારણ (અથવા ચંપારણ્ય)થઈ ગયું.

આ સ્થળ ભગવાન ચંપેશ્વર મહાદેવ મંદિરનાં સ્થળ અને શ્રી મહાપ્રભુના જન્મસ્થળ તરીકે પ્રખ્યાત છે.

મહાપ્રભુ વલ્લભાચાર્યનાં પ્રાગટ્યની કથા:

વિક્રમ સંવત ૧૫૩૫ (ઈ.સ. ૧૪૭૯)ની આસપાસ, મહાપ્રભુજીનાં પિતા શ્રી લક્ષ્મણ ભટ્ટ અને માતા ઇલ્મ્મા ગરુ ઉત્તર ભારત(કાશી)થી દક્ષિણ તરફ મુસાફરી કરી રહ્યા હતા.તે દિવસોમાં મુઘલ આક્રમણો અને રાજકીય અસ્થિરતાને કારણે ભય અને સંકટનું વાતાવરણ હતું.

અકાળ પ્રસૂતિ: જ્યારે દંપત્તિ ચંપારણનાં ગાઢ જંગલમાંથી મુસાફરી કરી રહ્યું હતું,ત્યારે ઇલ્મ્માની માતાને બે મહિના પહેલા પ્રસૂતિ પીડા થઈ.

શમી વૃક્ષ નીચે બાળકને છોડ્યું: આઠમાં મહિનામાં જન્મેલું બાળક મૃત:પ્રાય(નાડહીન) લાગતું હતું.ખૂબ જ શોકગ્રસ્ત માતાપિતાએ નવજાત બાળકને શમીનાં ઝાડની ગુફામાં સુરક્ષિત રીતે મૂક્યું ને આગળ વધ્યા.

દૈવી સ્વપ્ન અને પ્રાગટ્ય: તે જ રાત્રે માતાપિતાને સ્વપ્નમાં એક દૈવી સંદેશ મળ્યો કે ભગવાન પોતે એક બાળક તરીકે અવતાર લીધો છે-જે ધર્મનું રક્ષણ કરશે.જ્યારે તેઓ સવારે શમીનાં ઝાડ પાસે દોડી ગયા ત્યારે તેઓએ બાળકને હસતું અને ચારે બાજુથી નીકળતી દૈવી અને ચમત્કારિક તેજસ્વી જ્યોતથી સુરક્ષિત જોયું..ખચકાટ વિના, માતાએ બાળકને દૈવી અગ્નિમાંથી સુરક્ષિત રીતે ઉપાડી લીધું.

પુષ્ટિમાર્ગની સ્થાપના: આ જ છોકરો પાછળથી જગતગુરુ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી બન્યો, જેમણે ‘શુદ્ધાદ્વૈત’ સિધ્ધાંત અને પુષ્ટિમાર્ગનો પાયો નાખ્યો અને સમગ્ર ભારતમાં શ્રી કૃષ્ણની ભક્તિને પ્રેરિત કરી.

== સમાપ્ત ==

Related posts

ચુપા ચુપ્સની નવી ‘સમજની બહાર’ ઝુંબેશ તેની ખાટી-મીઠી મજાને મનોરંજક બનાવે છે

amdavadpost_editor

ટકાઉ નવીનતા પર વિશેષ ભાર સાથે કર્ણાવતી યુનિવર્સિટીમાં CICON 2026નો પ્રારંભ

amdavadpost_editor

સેવામાં અંતર ભારતીયોના વાર્ષિક 10.8 કલાકનો ભોગ લેવાય છેઃ 44 ટકા બ્રાન્ડ્સ બદલી કરવા માટે તૈયારઃ સર્વિસનાઉના ત્રીજા CX રિપોર્ટનું તારણ

amdavadpost_editor

Leave a Comment