Amdavad Post
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

“ઉંમર નહીં, ઉમંગ બોલે છે” એક અનોખી ગુજરાતી ફિલ્મ 12 જૂનથી સિનેમાઘરોમાં આવી રહી છે ‘જિંદગી હજી બાકી છે દોસ્ત…’

અમદાવાદ, ગુજરાત | ૧૦ જૂન ૨૦૨૬ | ગુજરાતી સિનેમામાં એક એવી ફિલ્મ આવી રહી છે, જે માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ જીવનને નવી નજરથી જોવાની પ્રેરણા પણ આપે છે. આગામી 12 જૂન, શુક્રવારથી રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ‘જિંદગી હજી બાકી છે દોસ્ત…’ જીવનના દરેક પડાવ પર આશા, હિંમત અને આત્મવિશ્વાસનો સંદેશ આપતી એક હૃદયસ્પર્શી કથા છે.

આ ફિલ્મ એવા અડગ મનોબળની વાત કરે છે જેને ઉંમરના ચોકઠા કે શરીરની મર્યાદાઓ ક્યારેય રોકી શકતી નથી. જ્યારે ઘણાં લોકો માને છે કે જીવન હવે ધીમું પડી ગયું છે, ત્યારે જ અંદર રહેલી જીવવાની ઝંખના નવા સપનાઓને જન્મ આપે છે. ફિલ્મ દર્શાવે છે કે જીવનનો આનંદ કોઈ ચોક્કસ ઉંમરનો દાસ નથી, પરંતુ જીવવાની ઇચ્છા અને ઉત્સાહનું પરિણામ છે.

‘જિંદગી હજી બાકી છે દોસ્ત…’ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ દરેક વ્યક્તિ માટે એક લાગણીસભર સફર છે. તે આપણને યાદ અપાવે છે કે જીવનમાં કેટલાંય પડકારો આવે, છતાં આગળ વધવાની અને દરેક ક્ષણને પોતાના અંદાજમાં જીવવાની તાકાત આપણા અંદર જ રહેલી છે.

ફિલ્મનું દિગ્દર્શન રાજેન્દ્ર વ્યાસે કર્યું છે, જ્યારે નિર્માતા તરીકે યશ વ્યાસ અને સહ નિર્માતા તરીકે જીગ્નેશ જાની જોડાયેલા છે. ફિલ્મની વાર્તા, સ્ક્રીનપ્લે અને સંવાદો મેહુલ બુચે લખ્યા છે, જે ફિલ્મને વધુ જીવંત અને સંવેદનશીલ બનાવે છે.

ફિલ્મમાં ગુજરાતી રંગભૂમિ અને સિનેમાના પ્રતિભાશાળી કલાકારોનો વિશાળ કાફલો જોવા મળશે. જેમાં મેહુલ બુચ, રાગિ જાની, જૈમિની ત્રિવેદી, ભરત ઠક્કર, જય પંડ્યા, નવીન રાવલ, હરીશ પંડ્યા, શ્યામ પ્રફુલ મખેચા, ક્રિના પાઠક, દીપેન રાવલ જેવા કલાકારો અને બાળકલાકારો કૃષ્ણા જોષી અને રિધ્ધી ભટ્ટ નજર આવશે.

સંવેદનાઓ, પ્રેરણા અને જીવનપ્રેમથી ભરપૂર આ ફિલ્મ દર્શકોને ભાવુક બનાવશે અને સાથે જીવનને નવી રીતે માણવાની પ્રેરણા પણ આપશે.

તો તૈયાર થઈ જાઓ એક એવી સફર માટે, જે તમને યાદ અપાવશે કે —”ઉંમર છે એક આંકડો દોસ્ત, એની ફીકર ના કરશો ” … કારણ કે “જિંદગી હજી બાકી છે દોસ્ત”

સિનિયર સિટીઝનના ગૌરવ અને ખુમારીની વાત રજૂ કરતી ફિલ્મ ‘જિંદગી હજી બાકી છે દોસ્ત…’ 12 જૂન, શુક્રવારથી તમારા નજીકના સિનેમાઘરોમાં.

== સમાપ્ત ==

Related posts

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S25 અલ્ટ્રા માટે આકર્ષક કિંમતો જાહેર

amdavadpost_editor

EDII દ્વારા કારીગરોના સશક્તીકરણ માટે પરંપરાગત હસ્તકલાને પુનર્જીવન: હસ્તકલા ફૅશન શો તેનો બોલતો પુરાવો

amdavadpost_editor

પી એસ. એમ. હોસ્પિટલ અને સ્વામીનારાયણ મેડીકલ કોલેજ કલોલ દ્વારા ડાયાબિટીસ / બ્લડપ્રેશર અને મેદસ્વીતા(જાડાપણું) અંગે જન જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો

amdavadpost_editor

Leave a Comment