Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

હેવમોર આ સીઝનમાં ઉત્તરાયણ પર ખુશીઓ અને આનંદની લહેર લાવ્યું છે

  • ઉત્તરાયણ 2026 માટે ફેસ્ટિવ  મૂડ બનાવવા માટે પતંગ ઉડાવવા, રુફટોપ ગેધરિંગના આનંદને કેપ્ચર કરતું  કલ્ચર-ફર્સ્ટ કેમ્પઈન
  • Click here for song: https://www.instagram.com/p/DTUpRmXjmco/

નેશનલ | ૧૪મી જાન્યુઆરી ૨૦૨૬ — ભારતમાં તહેવારો એટલે મળીને ખુશી વહેંચવાનો, સંગીત, ભોજન અને સાથે સેલિબ્રેશનની પળો માણવાનો અવસર. આ સંસ્કૃતિક સત્યને આધાર બનાવીને LOTTE ઈન્ડિયા કોર્પોરેશનનો ભાગ એવા હેવમોર આઈસ્ક્રીમ દ્વારા પોતાની બ્રાન્ડ સ્ટોરીટેલિંગમાં મહત્વના તહેવારોને સાંસ્કૃતિક સહયોગ સાથે જોડતો અભિગમ આગળ વધારી રહ્યા છે. આ ઉત્તરાયણમાં હેવમોરે પતંગોત્સવની ભાવનાને જીવંત કરતી એનર્જેટિક ફેસ્ટિવ એન્થમ રજૂ કરીને સીઝનનું ખાસ સેલિબ્રેશન કર્યું છે, જેમાં સામૂહિક આનંદ અને ઉત્સાહનો રંગ ભરાયો છે.

આ કેમ્પેઇનનું કેન્દ્રબિંદુ છે – પ્રખ્યાત ગુજરાતી લોકગાયક કિર્તિદાન ગઢવી સાથે સહયોગમાં તૈયાર કરાયેલ ખાસ ઉત્તરાયણ એન્થમ છે. એનર્જેટિક અને તરત જ ગુંજતી થઈ જાય એવી આ ધૂન ‘કાઈ પો છે’ના ઓળખીતા ભાવને રજૂ કરે છે, જે ટેરેસ પરની મહેફિલો અને તહેવારી સેલિબ્રેશન માટે સાઉન્ડટ્રેક બની જાય છે. સ્થાનિક સંસ્કૃતિમાં ઊંડે મૂળ ધરાવતી હોવા છતાં સમગ્ર દેશમાં ગુંજાય તેવી રચના હેવમોરની આ મનોકામનાને દર્શાવે છે કે ભારતના વિવિધ તહેવારોમાં બ્રાન્ડ સાચી રીતે અને સંવેદનશીલતા સાથે જોડાય છે.

હેવમોર આઈસ્ક્રીમ ના હેડ ઑફ માર્કેટિંગ ઋષભ વર્મા: “હેવમોર હંમેશા માત્ર આઈસ્ક્રીમ નથી રહ્યું, પરંતુ આપણે પ્રિયજનો સાથે વહેંચીએ તે પળોનું પ્રતિનિધિત્વ કરે છે. ઉત્તરાયણ 2026 સાથે અમે માત્ર એક  તહેવાર ઉજવી રહ્યા નથી, પરંતુ ગુજરાતની સૌથી પ્રિય પરંપરાનો ભાગ બની રહ્યા છીએ. છત પરની મહેફિલોથી લઈને મધરાત સુધીનું સેલિબ્રેશન દરેક પળને મીઠી બનાવવા હેવમોર હાજર છે. કિર્તિદાન ગઢવી સાથેના સહયોગ દ્વારા અમે એક સાચો સાંસ્કૃતિક સંબંધ ઉભો કરી રહ્યા છીએ, જે દરેક ગુજરાતી પરિવારને સ્પર્શે છે. આ અત્યાર સુધીની અમારી સૌથી મોટી ઉત્તરાયણ સેલિબ્રેશન છે અને 2026ને યાદગાર બનાવવા અમે પ્રતિબદ્ધ છીએ.”

ફેસ્ટિવલની ખુશીમાં વધારો કરવા માટે હેવમોરે ખાસ ફેસ્ટિવ કોમ્બો પૅક્સ પણ લોન્ચ કર્યા છે. જેમાં ચોકો બ્રાઉની 700 મિલી પૅક રૂપિયા 129માં (પહેલાં રૂપિયા 155) અને બટર સ્કોચ 700 મિલી પૅક રૂપિયા 99માં (પહેલાં રૂપિયા 125) ઉપલબ્ધ છે. ઉપરાંત, ઝુલુબાર ઓફર રૂપિયા 160માં (4નુંપેક) અને ઝુલુબાર ડાર્ક ક્રંચ રૂપિયા 160 માં (4 નુંપેક)રજૂ કરવામાં આવી છે, જેથી ઉત્તરાયણ ઉજવનારા દરેક ઘરમાં પ્રીમિયમ આઈસ્ક્રીમ સરળતાથી પહોંચે.

=∅∅∅∅∅∅∅∅=

Related posts

એબીબી ઇન્ડિયાએ ઈન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન માટે રેર અર્થ-ફ્રી IE5 મોટર્સ લૉન્ચ કરી; મોટર્સ ઉત્પાદન વિસ્તરણ માટે 140 કરોડનું રોકાણ

amdavadpost_editor

સત્યપૂત,પ્રેમપૂત, સૂત્રપૂત વાણી સમાજમાં સંગમ પેદા કરી શકે છે

amdavadpost_editor

નેસ્લે ઈન્ડિયા અને એસએમ સેહગલ ફાઉન્ડેશનને ‘પ્રોજેક્ટ વૃદ્ધિ’ના ૫ વર્ષની સફળતાનું સેલિબ્રેશન કર્યું

amdavadpost_editor

Leave a Comment