Amdavad Post
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

જીના શીખોના એચઆઈઆઈએમએસ (HIIMS) દ્વારા અમદાવાદમાં આચાર્ય મનીષજીના માર્ગદર્શન હેઠળ ‘શુદ્ધિ આયુર્વેદિક હેલ્થ કેમ્પ’નું આયોજન

અમદાવાદ, ગુજરાત | ૦૭ ઓગસ્ટ ૨૦૨૬ | જીના શીખો લાઇફકેર લિમિટેડની આરોગ્ય સેવા શાખા એચઆઈઆઈએમએસ (HIIMS) દ્વારા અમદાવાદમાં ‘શુદ્ધિ આયુર્વેદિક હેલ્થ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું. જનજાગૃતિના હેતુથી આયોજિત આ કેમ્પ એચઆઈઆઈએમએસની દેશવ્યાપી બહુ-શહેરી પહેલનો એક ભાગ હતો.

આ કેમ્પમાં તબીબી નિષ્ણાતો, આયુર્વેદિક તજજ્ઞો અને સ્થાનિક નાગરિકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન એચઆઈઆઈએમએસમાં ઉપલબ્ધ આયુર્વેદિક સારવાર પદ્ધતિઓ અને આરોગ્ય સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત વિવિધ આરોગ્ય શિબિરો અને રોગવિશેષ માર્ગદર્શન સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન ડાયાબિટીસ, હાઇપરટેન્શન (ઉચ્ચ રક્તચાપ), યકૃત અને કિડનીનું આરોગ્ય, થાયરોઇડ સંબંધિત સમસ્યાઓ, શ્વસન તંત્રના રોગો, હૃદય આરોગ્ય તથા રોગપ્રતિકારક શક્તિ જેવા જીવનશૈલીજન્ય અને દીર્ઘકાલીન રોગોના સંચાલન અંગે નિઃશુલ્ક પરામર્શ અને જાગૃતિ સત્રો યોજાયા હતા. એચઆઈઆઈએમએસની સંકલિત આરોગ્ય પદ્ધતિ હેઠળ આયુર્વેદ, નેચરોપેથી અને આધુનિક નિદાન પદ્ધતિઓના સમન્વય દ્વારા સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આચાર્ય મનીષજીએ જણાવ્યું હતું કે, “સાચો ઉપચાર ત્યારે જ શરૂ થાય છે જ્યારે આપણે માત્ર લક્ષણો નહીં, પરંતુ રોગના મૂળ કારણને સમજીએ છીએ. આ જાગૃતિ અભિયાન દ્વારા અમારો હેતુ એચઆઈઆઈએમએસની સંકલિત સારવાર પદ્ધતિ—આયુર્વેદ, નેચરોપેથી અને આધુનિક નિદાન વ્યવસ્થાને અમદાવાદના લોકો સુધી પહોંચાડવાનો છે. ડાયાબિટીસ હોય, યકૃતનું આરોગ્ય હોય કે રોગપ્રતિકારક શક્તિ વધારવાની વાત હોય, અમારી આરોગ્ય શિબિરોનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિને નિવારક અને લાંબા ગાળાના સ્વાસ્થ્ય તરફ માર્ગદર્શન આપવાનો છે. ‘જીના શીખો’ની ભાવના પણ એ જ છે—ભારતને અંદરથી સ્વસ્થ બનાવવાની.”

અમદાવાદમાં યોજાયેલો આ કેમ્પ અગાઉ દેશના વિવિધ શહેરોમાં સફળતાપૂર્વક યોજાયેલા સમાન આરોગ્ય કેમ્પોની શ્રેણીનો ભાગ છે. એચઆઈઆઈએમએસ હાલમાં દેશભરમાં 125થી વધુ હોસ્પિટલ અને ક્લિનિકોના નેટવર્ક સાથે પોતાની સેવાઓનો વ્યાપ વિસ્તારી રહ્યું છે, જ્યાં 1,000થી વધુ તબીબી નિષ્ણાતો સેવા આપી રહ્યા છે. આ પહેલ દ્વારા જીના શીખો પ્રતિરોધાત્મક આરોગ્યસંભાળ, દર્દી જાગૃતિ અને વૈજ્ઞાનિક સંશોધન આધારિત આયુર્વેદિક સારવારને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા માટે પોતાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવી રહી છે.

== સમાપ્ત ==

Related posts

એમેઝોન પ્રાઈમ ડે 2024 બની ભારતમાંની અત્યારસુધીની સૌથી મોટી પ્રાઈમ ડે ઈવેન્ટ

amdavadpost_editor

અતિવૃષ્ટિનો ભોગ બનેલા ગુજરાત અને ત્રિપુરા માટે પૂજ્ય મોરારીબાપુની ૧૧ લાખની સહાય

amdavadpost_editor

વેટ્ટૈયાંની જાહેરાત પછી ટીજે જ્ઞાનવેલની આગામી ફિલ્મ, જંગલી પિક્ચર્સ સાથે સમગ્ર ભારતમાં મેગ્નમ ઓપસ ડોસા કિંગ લાવવાની તૈયારીમાં

amdavadpost_editor

Leave a Comment