Amdavad Post
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

કોટકએ હાઇબ્રિડ હોમ લોન લોન્ચ કરી, ગ્રાહકોને 65 મહિનાઓ સુધી વ્યાજ દરોને લોક કરવામાં સહાય કરે છે.

  • વ્યાજ દરની સમીક્ષાઓ અને ઇએમઆઇ પર તેની શક્ય અસરની ચિંતામાંથી મુક્તિ
  • 65 મહિનાઓ સુધી દર લોક કરવાથી ગ્રાહકોને ઘરગથ્થુ અને જીવનના ખર્ચાઓનું આયોજન કરવામાં મદદ કરશે
  • સમય જતા બદલાતી આવક, અગ્રિમતાઓ અને ઘર ખર્ચનું આયોજન કરવાની વધુ મોકળાશ
  • ફ્લોટિંગ-રેટ હોમ લોન જેટલી જ કિંમતે ઉપલબ્ધ, જેમાં કોઈ અલગ પ્રીમિયમ નથી

મુંબઈ | ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ | ઘર ખરીદવું તે ગ્રાહકની નાણાંકીય મુસાફરીનો માત્ર પ્રારંભ છે. ત્યાર પછીના વર્ષોમાં પરિવારો માસિક ઇએમઆઇ સાથે ઘણી વખત ઇન્ટેરિયર્સ, શિક્ષણ, બચતો અને રોજીંદા ખર્ચાઓનું આયોજન કરવું પડે છે. કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા પોતાની હાઇબ્રિડ હોમ લોનની ઘોષણા કરવામાં આવી છે, જે ગ્રાહકોને 39, 52 અને 65 મહિનાઓ સુધી પોતાની હોમ લોનના વ્યાજ દરને લોક (સ્થિર) કરવામાં અને આ અગત્યના પ્રારંભિક વર્ષોમાં ભારે સાવધાનીપૂર્વક આયોજન કરી શકે છે. 

કોટક મહિન્દ્રા બેન્કના મોર્ગેજીસના વડા નકુલ સક્સેનાએ જણાવ્યું હતું કે, “હોમ લોન દાયકાઓ સુધી લંબાય છે અને તે અનેક વ્યાજ દર ચક્રમાંથી પસાર થાય છે. ઘણા કરજદારો માટે પ્રત્યેક વ્યાજ દર સમીક્ષાનો હવે પછી તેમના ઇએમઆઇ અથવા ઘરખર્ચ પર કેવી માઠી અસર પાડશે તે અંગેનો પ્રશ્ન ઊભો કરે છે. પરિવારો પણ આવક, અગ્રિમતાઓ અને નાણાકીય પ્રતિબદ્ધતાઓ સમય જતા બદલાતી હોવાથી અગત્યના જીવન ખર્ચને સમતોલ કરે છે. ગ્રાહકોને 65 મહિનાઓ સુધી તેમના વ્યાજ દરને લોક કરવાની મંજૂરી આપતા, કોટક હાઇબ્રિડ હોમ લોન ઘરની માલિકીપણાના પ્રારંભિક વર્ષો દરમિયાન અર્થપૂર્ણ આયોજન ટેકો પૂરો પાડે છે.” 

તે કેવી રીતે કામ કરે છે

ગ્રાહકો 39,52 અને 65 મહિનાઓના સમય સુધી નિશ્ચિત દરને પસંદ કરી શકે છે, જે દરમિયાન તેમના વ્યાજ દર અને ઇએમઆઇ રેપો દર વધે તો પણ સ્થિર રહે છે. તે તેમને ઘરગથ્થુ અને જીવનના ખર્ચાઓનું આયોજન કરવાની એક નિર્ધારિત વિન્ડો પૂરી પાડે છે. પસંદ કરાયેલ સમયગાળા બાદ લોન આપમેળે રેપો દર અને મંજૂરી સમયે જાહેર કરાયેલ પૂર્વવ્યાખ્યાયિત સ્પ્રેડ સાથે જોડાયેલા ફ્લોટિંગ-દર માળખામાં જાય છે.

આ પ્રોડક્ટ બેંકના ફ્લોટિંગ-દર હોમ લોન જેટલી જ કિંમતે હોમ લોન અને મિલકત સામે લોન તરીકે ઉપલબ્ધ છે, જેમાં હાઇબ્રિડ સ્ટ્રક્ચર પસંદ કરવા માટે કોઈ અલગ પ્રીમિયમ નથી. 

વ્યાજ બચતનું વર્ણન 

વર્ણન: 25 વર્ષનો સમયગાળો, 7.60% પ્રારંભિક દર, 65-મહિનાનો નિશ્ચિત સમયગાળો અને ધારેલ 125 બેઝિઝ પોઇન્ટ રેપો દરનો વધારો.

Illustrative EMI Comparison – 65-Month Fixed Period

Loan

Floating EMI Kotak Hybrid EMI

Potential Saving

 
Start Month 65 Start Month 65 Monthly

Total

 

₹1 crore

₹74,550 ₹82,450+ ₹74,550 ₹74,550 ₹7,900+ ₹3.46 lakh  
₹75 lakh ₹55,900 ₹61,800+ ₹55,900 ₹55,900 ₹5,900+

₹2.59 lakh+

 

 

આ ઉદાહરણમાં ₹1 કરોડ અને ₹75 લાખની હોમ લોનનો સમાવેશ થાય છે, જેની મુદત 25 વર્ષની હોય છે, 65 મહિના માટે 7.60%નો નિશ્ચિત વ્યાજ દર હોય છે અને તે સમયગાળા દરમિયાન રેપો દરમાં 125 બેસિસ પોઇન્ટનો વધારો થાય છે, જે 5.25% થી 6.50% થાય છે. 6.50%નો રેપો દર છેલ્લા દાયકામાં સૌથી વધુ નોંધાયેલ છે. વાસ્તવિક બચત દર ગ્રાહકે દ્વારા બદલાશે. દરેક લોન કોટક મહિન્દ્રા બેંકની ક્રેડિટ અને જોખમ મૂલ્યાંકન નીતિઓ અને લાગુ પડતા નિયમો અને શરતોને આધીન છે..

પાત્રતા

હાઇબ્રિડ હોમ લોન ભારતભરમાં લાયક વેતનદાર અને સ્વ-રોજગારી કરતા કરજદારો માટે ઉપલબ્ધ છે.

પ્રથમ નજરે મહત્ત્વની લાક્ષણિકતાઓ:

  • 39,52 અથવા 65 મહિના માટે સ્થિર વ્યાજ દર
  • નિશ્ચિત મુદત દરમિયાન રેપો-આધારિત દર વધારા સામે રક્ષણ
  • નિશ્ચિત-દર સમયગાળા દરમિયાન અનુમાનિત ઇએમઆઇ
  • તુલનાત્મક ફ્લોટિંગ-દર હોમ લોનની તુલનામાં કોઈ પ્રીમિયમ નહીં
  • ભવિષ્યના સ્પ્રેડનો અગાઉથી ખુલાસો
  • નિશ્ચિત મુદત પછી ફ્લોટિંગ-રેટ માળખામાં આપમેળે સંક્રાતિ

== સમાપ્ત ==

Related posts

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: હરમીત દેસાઈ એ રોમાંચક મેચમાં જી.સાથિયાનને હરાવ્યો, જોકે- દબંગ દિલ્હી એ ડેમ્પો ગોવા ચેલેન્જર્સને કમબેકની તક ના આપી

amdavadpost_editor

ડાયાબિટીઝ હોય ત્યારે થાઇરોઇડની સંભાળ કેટલી અગત્યની બની જાય છે

amdavadpost_editor

વક્તા રથી અને પોથી સારથી છે.

amdavadpost_editor

Leave a Comment