- ગુજરાતના દાહોદ જિલ્લામાં એનેમિયા સામે લડત ચલાવી રહેલા પ્રોજેક્ટ સ્નેહાના મુખ્ય ઉદ્દેશો કયા છે?
મહિલાઓ અને બાળકોમાં એનેમિયા એક મુખ્ય સ્વાસ્થ્ય સમસ્યા હતી, જેના કારણે માતૃત્વ તથા બાળકના સ્વાસ્થ્ય સંબંધી જટિલતાઓ સર્જાતી. પ્રોજેક્ટ સ્નેહાનો ધ્યેય ગુજરાતના દાહોદ જિલ્લામાં મહિલાઓ અને બાળકોમાં એનેમિયા સામે લડવાનો છે, જેથી માતૃત્વ અને બાળકોના સ્વાસ્થ્ય પર થતી અસરની સમસ્યાને હાથ ધરી શકાય. આ પહેલનો આશય એનેમિયાના પ્રસારને નિદાન શિબિરો, શિક્ષણ તથા રોકથામ અને વહેલા હસ્તક્ષેપના માધ્યમથી ઘટાડવાનો તથા પોષણ અને સ્વાસ્થ્ય સંભાળ વિશેની જાગરૂતાને વધારવાનો છે. માતૃત્વ સ્વાસ્થ્ય અને બાળકોના પોષણને સુદૃઢ બનાવવા દ્વારા, આ પ્રોજેક્ટ વધુ તંદુરસ્ત તથા વધુ માહિતગાર સમુદાયનો ઉછેર કરવા માગે છે.
- પોષણ તથા સ્વાસ્થ્ય સંભાળ સુધીની પહોંચને સુધારવા માટે પ્રોજેક્ટ સ્નેહા કઈ ચોક્કસ દરમિયાનગીરી અમલમાં મૂકવા માગે છે?
પ્રોજેક્ટ સ્નેહાની રચના સ્વાસ્થ્ય સંબંધી પરિણામોમાં ટકાઉ સુધારાઓ સર્જવા માટે કરવામાં આવી છે. આ પહેલ સમુદાય જાગરૂકતા કાર્યક્રમો, લક્ષિત પોષણ કાર્યશાળાઓ તથા આહાર સંબંધી તંદુરસ્ત ટેવોને પ્રોત્સાહન આપવા માટે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ આયર્ન-સમૃદ્ધ આહારની રેસિપી જેવા સંયોજનોને સાથે લાવે છે. આ પ્રોજેક્ટ આયર્ન તથા ફોલિક ઍસિડ (આઈએફએ) સપ્લીમેન્ટ્સ, નિયમિત હિમોગ્લોબિન ટેસ્ટિંગ તથા સુદૃઢ સ્વાસ્થ્ય સંભાળ રેફરલ્સ તથા એનેમિયાને અસરકારક રીતે પહોંચી વળવા માટે જરૂરી સાધનો પૂરા પાડી મહિલાઓ તથા પરિવારોનું સશક્તીકરણ જેવી બાબતો પર પણભાર આપે છે. આ દરમિયાનગીરીથી સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં લાંબા ગાળાના સુધારાઓને પ્રોત્સાહન મળવાની તકેદારી રહે છે.
- પ્રોજેક્ટ સ્નેહાને દિશા આપવામાં એડીબી ફાઈનાન્શિયલ સર્વિસિસ કેવી ભૂમિકા ભજવે છે, અને કંપનીના સીએસઆર ધ્યેયો સાથે તે કઈ રીતે મેળ ખાય છે?
એચડીબીએફએસ પ્રોજેક્ટ સ્નેહા માટે જરૂરી સમય અને નાણાંનું રોકાણ કરે છે તથા તેના સફળ અમલીકરણ પર દેખરેખ રાખવા સાથે પ્રોજેક્ટ સ્નેહાના ટકાઉ પ્રભાવની તકેદારી રાખે છે. તે સ્વાસ્થ્ય સંભાળ માટે છેલ્લામાં છેલ્લું જોડાણ પૂરૂં પાડવાની સાથે પ્રોજેક્ટ પોતાના ધ્યેયોને પ્રાપ્ત કરે એ માટે તેને દિશા આપે છે.
ટકાઉ દરમિયાનગીરીના માધ્યમથી માતા તથા બાળકના સ્વાસ્થ્યમાં સુધારણા કરવાના એચડીબીએફએસની પ્રતિબદ્ધતાને પ્રોજેક્ટ સ્નેહા વધુ પ્રબળ બનાવે છે. પોષણ જાગરૂકતા, સ્વાસ્થ્ય સંભાળ સુધી પહોંચ તથા સમુદાયના સહભાગ પર કેન્દ્રિત આ પહેલનો ધ્યેય લાંબા ગાળા સુધી ટકી રહે એવા સ્વાસ્થ્ય સુધારા સર્જવાનો છે. એનેમિયાનો ઉકેલ મૂળમાંથી લાવવા માટે તે પ્રતિબદ્ધ છે. વધુ તંદુરસ્ત ભવિષ્ય માટેના સ્રોતો સાથે સમુદાયોનું સશક્તીકરણ કરવા માટે એચડીબીએફએસ કટિબદ્ધ છે.
- એચડીબીએફએસ અને ચેતના વચ્ચેની ભાગીદારી કઈ રીતે ગ્રામીણ સમુદાયોમાં સ્વાસ્થ્ય સુધારામાં યોગદાન આપે છે?
ગ્રામ્ય વિસ્તારોમાં ટકાઉ સ્વાસ્થ્ય સંભાળ માટે કુશળતા, આર્થિક આધાર અને લાંબા ગાળાના સહભાગની જરૂર પડે છે. આર્થિક આધાર, વ્યૂહાત્મક માર્ગદર્શન તથા સ્વાસ્થ્ય પહેલોનું સફળ અમલીકરણ પૂરાં પાડવામાં એચડીબીએફએસ મહત્વની ભૂમિકા ભજવે છે. ચેતના સાથે ભાગીદારી કરી એચડીબીએફએસ દાહોદ તથા બાંસવાડા જેવા ઓછી સુવિધા ધરાવતા સમુદાયો માટે અર્થપૂર્ણ અને ટકાઉ સ્વાસ્થ્ય દરમિયાનગીરીનેદિશા આપે છે. માતાના સ્વાસ્થ્ય તથા ગ્રામીણ સ્વાસ્થ્ય સંભાળમાં ચેતનાનો અનુભવ અસરદાર કાર્યક્રમ સંરચના તથા અમલીકરણને સક્ષમ બનાવે છે તથા આવશ્યક સ્વાસ્થ્ય શિક્ષણ અને સેવાઓ સુધીની પહોંચની ખાતરી કરે છે. સમુદાયોને જ્ઞાન અને સાધનોથી સશક્ત કરી આ જોડાણ લાંબા-ગાળાના સ્વાસ્થ્ય સુધારાઓને પોષણ આપે છે તથા આના દ્વારા તેમને સ્વતંત્રપણે વધુ બહેતર પ્રણાલિઓને ટકાવવાની છૂટ આપે છે.