Amdavad Post
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

ગુજરાત, અમદાવાદ ૨૧ એપ્રિલ ૨૦૨૫: જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા આપવામાં આવશે.
છેલ્લાં બે દિવસ દરમિયાન કાશ્મીર સહિત ઘણાં વિસ્તારમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે, જેમાં બે દિવસ પહેલાં જમ્મુ શ્રીનગર વચ્ચે રામબન વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે. આ પ્રાકૃતિક દુર્ઘટનામાં મળેલી વિગતો મુજબ ૮ વ્યક્તિઓ ભોગ બનેલ છે. 
ઉલ્લેખનીય છે કે શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને આ પ્રદેશમાં જ એટલે કે શ્રીનગરમાં રામકથા ચાલી રહી છે, જેનાં મનોરથી શ્રી અરુણભાઈ શ્રોફ રહ્યાં છે. આજનાં ત્રીજા દિવસની કથા પ્રારંભે આ ભોગ બનનાર મૃતકોને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. શ્રી મોરારિબાપુએ આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા આપવામાં આવશે તેમ જણાવી ઘાયલોની સ્વસ્થતા માટે પ્રાર્થના કરી છે. આ વિતજા સેવા કથાના મનોરથી પરિવાર દ્વારા કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. 

Related posts

પીએનબી મેટલાઈફ નાણાંકીય વર્ષ 2025 માટે જાહેર કરે છે અત્યાર સુધીના સર્વોચ્ચ રૂ. 1,041 કરોડનું બૉનસ, જેનો લાભ 5.68 લાખથીવધુ પૉલિસીધારકોને મળશે

amdavadpost_editor

આઇબીએમ અને ગુજરાત સરકારે એઆઇ ઇનોવેશન અને સહયોગને વેગ આપવા ગિફ્ટ સિટીમાં એઆઇ ક્લસ્ટર સ્થાપવા એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યાં

amdavadpost_editor

ધૂળેટી પર્વ દરમિયાન અકસ્માતમાં મ્રુત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadpost_editor

Leave a Comment