Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાત અને દેશના વિવિધ વિસ્તારોમાં અકાળે અવસાન પામેલાઓને મોરારી બાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ, ગુજરાત | ૧૮ ઓગસ્ટ ૨૦૨૬ | ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતમાં તથા પાણીમાં ડૂબી જતાં ૧૦ લોકોનાં મોત નિપજયા છે. જેમાં વડોદરાનાં ૬ આશાસ્પદ યુવાનો તેમજ રાજકોટ નજીક બેડી ગામે પાણીમાં ડૂબી જતાં ચાર લોકોના મોતનો સમાવેશ થાય છે. પૂજ્ય બાપુએ આ આ કરુણ ઘટનામાં અવસાન પામેલા લોકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેના પરિવારને કુલ મળીને રૂપિયા ૧,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

તાજેતરના વરસાદમાં  બિહારમાં વિજળી પડવાથી લોકો ૯ માર્યા ગયા છે તેમને પણ શ્રધ્ધાંજલિ પાઠવી તેમના પરિવારને કુલ મળીને રૂપિયા રૂપિયા ૧,૩૫,૦૦૦ ની સહાય રાશિ અર્પણ કરી છે. બિહારમાં જ એક બીજી ઘટનામાં લખિસરાય ખાતે મંદિરમાં દર્શન કરી રહેલા લોકોમાં કરંટની અફવા ફેલાઈ હતી અને તેમાં ૭ મહિલાઓએ  પ્રાણ ગુમાવ્યા છે તેમને પણ શ્રધ્ધાંજલિ આપી તેમના પરિવારને રૂપિયા ૧,૦૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

આવી જ એક અન્ય એક દુઃખદ ઘટના બંગાળમાં બની હતી જેમાં એક હોટલમાં આગ દુર્ઘટનામાં ૭ લોકોનાં મોત નિપજયા હતા. તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી રુપિયા ૧,૦૫,૦૦૦ ની સહાય રાશિ અર્પણ કરી છે. ઉપરની તમામ સહાયતા રાશિ મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવી છે. પૂજ્ય બાપુએ હનુમાનજીનાં ચરણોમાં સૌનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

== સમાપ્ત ==

Related posts

આંધ્રપ્રદેશે રચ્યો ગિનીઝ રેકોર્ડ : 24 કલાકમાં 1.63 લાખ લોકોએ સ્ટાર્ટઅપ માટે સાઇન-અપ કર્યું

amdavadpost_editor

ફિનો પેમેન્ટ્સ બેન્કે એ ગુજરાત યુપીઆઈ વ્યવહારોને વેગ આપવા માટે ગતિ ખાતું રજૂ કર્યું છે.

amdavadpost_editor

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: જયપુરની પ્રથમ જીતમાં શ્રીજા અકુલા, કનક ઝા ઝળક્યા; સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સની વળતી લડત એળે ગઈ

amdavadpost_editor

Leave a Comment