Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ખેડબ્રહ્મા, ચલાલા તેમજ અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ ૦૮ મે ૨૦૨૫: ગત થોડા દિવસ પહેલાં જમ્મુ કાશ્મીર ના પૂંછ સેક્ટરમાં સેનાના વાહનને અકસ્માત નડયો હતો અને તેમાં ત્રણ જવાનોના મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ જવાનોની વીરગતિને વંદન કરી તેમના પરિવારજનોને રુપિયા ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે, જે ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા સેના વેલફેર ફંડમાં મોકલવામાં આવશે. અન્ય ઘટનામાં ચલાલા નજીક મીઠાપુર ગામે ચાર યુવકોનાં ડૂબી જતાં મોત નિપજયા છે. તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. ચલાલા સ્થિત રામકથાના શ્રોતા શ્રી લવકુબાપુ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે.

ખેડબ્રહ્મા નજીક હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે થયેલ અકસ્માતમાં ૫ લોકોનાં કરુણ મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ રુપિયા ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે. ખેડબ્રહ્મા સ્થિત રામકથાના શ્રોતા દ્વારા આ સેવા પહોંચતી કરવામાં આવશે. મહુવાના વડલી બાયપાસ પર ઉમણીયાવદરના યુવકનું મોત નિપજ્યું હતું તેના પરિવાર ને પણ ૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

શ્રી નાશિક ગૂડ્સ ટ્રાન્સપોર્ટ ટાટા મોટર્સના નેક્સ્ટ-જેન ટ્રસ્ટ સાથે ફ્લીટ પરફોર્મન્સ ઉત્તમ બનાવે છે

amdavadpost_editor

ડીએસ ગ્રુપ તેના કેચ સ્પ્રિંકલર પોર્ટફોલિયોનું વિસ્તરણ કરે છે

સાત કુમારગથી જો બચી જશો તો એ જ સારામાં સારો માર્ગ છે

amdavadpost_editor

Leave a Comment