Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કેન્યામાં આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિકરીઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

અમદાવાદ, ગુજરાત | ૨૯ મે ૨૦૨૬ | પ્રાપ્ત વિગતો અનુસાર કેન્યાના નકુરુ ખાતે આગ દુર્ઘટનામાં ૧૬ છાત્રાઓએ પ્રાણ ગુમાવ્યા છે. કેન્યાના નકુરુમાં આવેલ કન્યા છાત્રાલયમાં રહીને અનેક વિધાર્થીનીઓ અભ્યાસ કરે છે. આ છાત્રાલયમાં મધ્ય રાત્રિએ અચાનક જ આગ લાગી હતી અને તેમાં ૧૬ આશાસ્પદ દીકરીઓનાં મોત નિપજયા છે.

પૂજ્ય મોરારિબાપુની રામકથા કિલ્લારી લાતુરમાં ચાલી રહી છે ત્યારે તેમને આ સમાચાર પ્રાપ્ત થયા હતા. પૂજ્ય બાપુ તરફથી હનુમંત સંવેદના રુપે પ્રત્યેક દીકરીનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૪૦,૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે જે નાઈરોબી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા સ્થાનિક ચલણમાં પહોંચાડવામાં આવશે. પૂજ્ય બાપુએ તમામ દિવંગત દીકરીઓના નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેના પરિવારને સાંત્વના પાઠવી છે.

== સમાપ્ત ==

Related posts

અમદાવાદમાં 14 જૂને યોજાશે ‘સમાજ ગૌરવ એવોર્ડ 2026’; ગુજરાતના ચેન્જમેકર્સનું થશે સન્માન, સોનુ સૂદ રહેશે મુખ્ય અતિથિ

amdavadpost_editor

જગતમાં જે વર્ણ વ્યવસ્થા છે એ ગુણ અને કર્મના વિભાગથી સ્થાપિત કરેલી છે,જન્મથી નહીં.

amdavadpost_editor

Sony LIV ઝકડી રાખતી ક્રાઇમ થ્રીલર મનવત મર્ડર્સ રજૂ કરે છે

amdavadpost_editor

Leave a Comment