Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પોરબંદર નજીક થયેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓ પ્રતિ સંવેદના વ્યક્ત કરી સહાય મોકલતા મોરારિબાપુ

ગુજરાત | ૦૭ એપ્રિલ ૨૦૨૬ — ગઈકાલે તા. 06/04/2026 ના પોરબંદર ના એરપોર્ટ નજીક બે બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર આશાસ્પદ યુવાનોના કરુણ મૃત્યુ નિપજયા હતાં . આ સમાચાર પેપરમાં વાંચ્યા બાદ પૂજ્ય મોરારીબાપુએ ચારે મૃતક યુવાનો પ્રતિ એમની સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકને રૂપિયા 15,000 લેખે કુલ 60 હજાર રૂપિયાની હનુમંત સંવેદના સહાયતા રાશિ પ્રેષિત કરેલ છે. પોરબંદર સ્થિત રામકથાના શ્રોતા દ્વારા આજે રૂબરૂ જઈને ચારેય મૃતક યુવાનોના પરિજનોને આ સંવેદના રાશિ પહોંચતી કરવામાં આવી રહી છે. ચારેય મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજી ના ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેના પરિજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

રોટરી સ્કાયલાઇટ ક્વિઝ નાઇટ: ફેલોશિપ અને બિઝનેસ સંબંધો માટે વિનિંગ ફોર્મ્યુલા

amdavadpost_editor

પ્રયાગ સંસાર અને સંન્યાસ વચ્ચેનો સંગમ છે.

amdavadpost_editor

કોકા-કોલાએ 100% રિસાયકલ્ડ PET (rPET) બોટલ્સ સાથે એફોર્ડેબલ સ્મોલ સ્પાર્કલીંગ પેકેજ (ASSP) લોન્ચ કર્યા

amdavadpost_editor

Leave a Comment