અમદાવાદ 10 ડિસેમ્બર 2024: અખબારી રિપોર્ટ અનુસાર ગઈકાલે જુનાગઢ જિલ્લામાં માળીયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ ઘટનામાં ૭ લોકો માર્યા ગયા છે. કેશોદ નજીક ના ગામે રહેતા આશાસ્પદ યુવાનો પરીક્ષા આપવા માટે જતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં ૭ યુવાનોના મોત નિપજયા હતા.
પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. એ ઉપરાંત ગત સપ્તાહે ભાવનગર ના એક યુવાનનું પણ અકસ્માતમાં મોત નિપજયું હતું તેના પરિવારને પણ રુપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે. બંને ઘટનામાં કુલ મળીને રુપિયા ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.