ગુજરાતના સુરેન્દ્રનગરમાં વ્યક્તિગત વીમા ઉકેલોને લોકોની નિકટ લાવે છે
ગુજરાત 11 ડિસેમ્બર 24: ભારતના અગ્રણી જીવન વીમા પ્રદાતાઓમાંથી એક પીએનબી મેટલાઈફે ચાર નવી શાખાઓના ઉદઘાટન સાથે તેમની રાષ્ટ્રવ્યાપી પહોંચને વધુ વિસ્તારી છે. લખીસરી (બિહાર), સુરેન્દ્રનગર (ગુજરાત), જગતસિંહપુર (ઓડિશા) અને લખનઉ-અલીગંજ (ઉત્તર પ્રદેશ)માં શાખાઓ વીમા ઉકેલો સુધીની સરળ પહોંચ આપશે, જે તેમની જરૂરિયાતોને પહોંચી વળશે તથા ઉચ્ચ-શક્યતાઓ ધરાવતી બજારોમાં પીએનબી મેટલાઈફની પહોંચને વધારવાનો વ્યૂહાત્મક પ્રયાસ છે. પીએનબી મેટલાઈફનું નેટવર્ક હવે રાષ્ટ્રવ્યાપી 155 સ્થળોએ ફેલાયેલું છે.
લખીસરીમાં નવી શાખાના ઉદઘાટન સાથે પીએનબી મેટલાઈફ સ્થાનિક સમુદાયો માટે સહુલિયત અને અતૂટ સેવાઓની ખાતરી કરે છે. ગુજરાતમાં પોતાની 6 શાખાઓ ઉપરાંત પીએનબી મેટડલાઈફના ઉકેલો સુધી રાજ્યના 332 બૅન્કઍસ્યોરન્સ પાર્ટનર્સના માધ્યમથી પણ પહોંચી શકાય છે.
પીએનબી મેટલાઈફ ખાતે ચિફ ડિસ્ટ્રિબ્યુશન ઑફિસર- પ્રોપરાઈટરી ઍન્ડ પીએનબી, સુદીપ પી બીએ ટિપ્પણી કરી હતી કેઃ“અમારૂં ધ્યાન અમારા ગ્રાહકોને તેમનાં સપનાં સાકાર કરવા માટે આધાર આપવા પર કેન્દ્રિત છે, તથા આનો અર્થ થાય છે કે તેઓ જ્યાં પણ હોય ત્યાં તેમના સુધી સર્વગ્રાહી વીમા ઉકેલો, સહુલિયત તથા અસરદાર સેવા પહોંચાડવી. અમે અમારી નવી શાખઓમાં ગ્રાહકોનું સ્વાગત કરતા ઉત્સાહિત છીએ, તથા ભારતમાં વીમાને અનેક સમુદાયોની નિકટ લાવવા પ્રત્યે અમે પ્રતિબદ્ધ છીએ.”