Amdavad Post
અવેરનેસઉદ્યોગસાહસિકોગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

EDII દ્વારા પ્રોજેક્ટ ઉદયા : ઉદ્યોગસાહસિકતાના સપનાને કરી રહી છે સાકાર

ગુજરાત, અમદાવાદ ૦૯ જાન્યુઆરી ૨૦૨૫: પુણે, રાયગઢ અને રત્નાગીરી જિલ્લાઓમાં નોંધપાત્ર પરિવર્તન થઈ રહ્યા છે. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) ની આગેવાની હેઠળ અને ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડ દ્વારા સમર્થિત પ્રોજેક્ટ ઉદયા હાંસિયામાં ધકેલાય ગયેલી મહિલાઓ, દિવ્યાંગ વ્યક્તિઓ (PwDs) અને સમાજના નબળા વર્ગોને સ્વતંત્ર ઉદ્યોગસાહસિક બનાવવા માટે સાધનો પુરા પાડી રહ્યું છે.

પ્રોજેક્ટ ઉદયાની શરૂઆત મૂળભૂત સિદ્ધાંત સાથે કરવામાં આવી હતી. ઉદ્યોગસાહસિકતા એક વિશેષાધિકાર નથી પણ મૂળભૂત અધિકાર છે. સશક્તિકરણની હદ તાલીમથી વધીને છે-આ વિચારને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો જે વ્યક્તિગત ક્ષમતાને પ્રોત્સાહિત કરીને પડકારોનું સમાધાન કરે છે.

આ યાત્રાની શરૂઆત સાહસિકતા જાગૃતિ શિબિરોથી શરૂ થઇ—એક દિવસીય અનુભવો જે માહિતી કરતાં વધુ પ્રદાન છે; તેઓ પ્રેરણા આપે છે. આ શિબિરો કાળજીપૂર્વક તૈયાર કરાય છે જ્યાં નિષ્ક્રિય સપનાને જાગૃત કરાય છે. સહભાગીઓને વ્યવસાયિક તકો અને સરકારી સહાયક યોજનાઓથી પરિચિત કરાવીને, પ્રોજેક્ટ ઉદયા અમૂર્ત શક્યતાઓને મૂર્ત માર્ગોમાં પરિવર્તિત કરે છે. શરૂઆતથી લઇ અત્યાર સુધી આ શિબિરો 5,915 મહિલાઓ અને દિવ્યાંગો સુધી પહોંચી ચૂકી છે, દરેક સત્ર વર્તમાન મર્યાદાઓને પડકારવા અને ક્ષિતિજને વિસ્તૃત કરવા માટે કાળજીપૂર્વક તૈયાર કરાય છે, જેને પુણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં 10,000થી વધુ લોકોના જીવનને પ્રભાવિત કર્યા છે.

આ આધાર પર નિર્મિત પ્રોજેક્ટ ઉદયા સહભાગીઓને વુમન એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ (WEDPs) સાથે જોડે છે – તાલીમ સત્ર જે ઉદ્યોગસાહસિકની આકાંક્ષાઓને કાર્યક્ષમ કૌશલ્યોમાં રૂપાંતરિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. WEDPs હેઠળ 1,400 થી વધુ મહિલાઓને તાલીમ આપવામાં આવી છે, જેનાથી તેમને વ્યવસાયિક વાતાવરણની સમજ, તકોનું મૂલ્યાંકન કરવા અને સફળ સાહસો સ્થાપિત કરવા માટે જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ કાર્યક્રમ પ્રાયોગિક શિક્ષણ પર ભાર મૂકે છે, જેમાં તકોની ઓળખ, નાણાકીય વ્યવસ્થાપન, માર્કેટિંગ વ્યૂહરચના અને ઉદ્યોગસાહસિક સ્થિતિસ્થાપકતા જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવે છે.

પ્રોજેક્ટ ઉદયાની અસરને સાચા અર્થમાં સમજવા માટે, આપણે આંકડાઓમાંથી બહાર આવીને વ્યક્તિગત વાર્તાઓ  પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ઉમા – ઉચ્ચ શાળા સ્નાતક. જેના ઉદ્યોગસાહસિકતાના સપના વારંવાર નિષ્ફ્ળ થયા.

જ્યારે ઉમાએ રાયગઢના કરંજડેમાં મહિલા ઉદ્યમિતા વિકાસ કાર્યક્રમ (WEDP)માં પ્રવેશ મેળવ્યો, તે માત્ર એક પ્રશિક્ષણ સત્ર ન હતું .પરંતુ તે પરિવર્તનશીલ સ્થળ તરફ આગળ વધી હતી ,જેણે તેના સપનાઓને સક્રિય યોજનાઓમાં પરિવર્તિત કર્યા.

લક્ષિત માર્ગદર્શન અને વ્યવહારિક તાલીમની સાથે, ઉમાએ કૌશલ્ય કરતાં વધુ મેળવ્યું – તેણીએ આત્મવિશ્વાસ મેળવ્યો.તેમનું ઉદ્યોગ સાહસ ‘ન્યુટ્રિલોક પ્રીમિક્સ’ જે ડિહાઈડ્રેટેડ શાકભાજી અને ફળોના ઉત્પાદોમાં કામ કરે છે. 13 લાખ રૂપિયાનું શરૂઆતી રોકાણ પછી તેઓ હવે 50,000 રૂપિયાની માસિક આવક મેળવી રહ્યા છે. અને ભવિષ્યમાં વ્યવસાયને આગળ ધપાવવાની યોજના પણ બનાવી રહ્યા છે. 

ઉમાની વાર્તા પ્રતીકાત્મક છે – આ પ્રોજેક્ટ ઉદયાના સિદ્ધાંતનો પુરાવો છે કે યોગ્ય સમર્થન સાથે, કોઈપણ સ્વપ્ન સાકાર કરી શકાય છે.

પ્રોજેક્ટ ઉદયાની ખાસિયત તેના વ્યાપક અભિગમમાં રહેલી છે. તાલીમ એ માત્ર શરૂઆત છે. આ પ્રોજેક્ટ સહભાગીઓને જરૂરી સહયોગ પ્રદાન કરે છે, જેમાં સામેલ છે: માર્ગદર્શક કાર્યક્રમો, સરકારી ભંડોળ યોજનાઓ સુધી પહોંચ (PMEGP અને CMEGP), B2B વર્કશોપ તક, “સ્વયંસિદ્ધ” જેવા પ્રદર્શન પ્લેટફોર્મ.

રાયગઢમાં સ્વયંસિદ્ધ પ્રદર્શની આ અભિગમનું ઉદાહરણ છે. આ પ્રદર્શનીમાં 96 મહિલા સાહસિકોના ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું, આ પ્રદર્શનીમાં 100,000 થી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી અને દરેક પ્રતિભાગીને સરેરાશ 20,500 રૂપિયાની આવક થઇ.

પ્રોજેક્ટની સિદ્ધિઓમાં શામેલ છે : 600થી વધુ માઈક્રો એન્ટરપ્રાઈઝની સ્થાપના, જેનાથી આત્મનિર્ભરતા માટે માર્ગો બનાવ્યા; 800થી વધુ નૌકરીઓની તક ઉત્પ્ન્ન થઇ, જેનો ફાયદો સ્થાનિક અર્થવ્યવસ્થાને થાય છે; 86% લાભાર્થીઓના જીવનધોરણમાં સુધારો થયો છે જે પ્રોજેક્ટના પરિવર્તનકારી પરિણામો સામે આવ્યા. ઉદ્યોગ સાહસિકોની સરેરાશ માસિક આવક 10,000 રૂપિયાથી ઉપર થઇ, જેમાં પ્રતિ યુનિટ સરેરાશ રોકાણ 1 લાખ રૂપિયાથી વધુ ગયું; અગાઉ 100થી વધુ બિન-કમાણી પરિવારના સભ્યો હવે ઘરની આવકમાં ફાળો આપે છે. ઉલ્લેખનીય વાત એ છે કે અફરમેટિવ એક્શન કમ્યુનિટીઝ  (SC/ST મહિલાઓ)થી 70% લાભાર્થીઓની આર્થિક સમસ્યાઓનો નિકાલ આવ્યા છે.

એમ્બેસેડર પ્રોગ્રામ્સ નવીન ગુણાકાર વ્યૂહરચના રજૂ કરે છે. 65 મહિલા ઉદ્યોગસાહસિકોને અદ્યતન તાલીમ આપીને, પ્રોજેક્ટ ઉદયાએ એક નેટવર્ક તૈયાર કર્યું છે, જે તેમના સમુદાયોમાં 3,000 થી વધુ મહિલાઓને પ્રેરણા આપવા અને એકત્ર કરવા સક્ષમ છે.

પ્રોજેક્ટ ઉદયા તેના ત્રીજા તબક્કામાં પ્રવેશ કર્યો છે આ પહેલ વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ સાથે વિસ્તરી રહી છે: જેમાં ભૌગોલિક વિસ્તરણ: આસામ અને મેઘાલયના પૂર્વોત્તર રાજ્યો, ગ્રામીણ ઇન્ક્યુબેશન કેન્દ્રો મહારાષ્ટ્ર અને ઉત્તર પૂર્વ પ્રદેશમાં ગ્રીન એન્ટરપ્રાઇઝ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પ્રોજેક્ટ ઉદયાના લાભાર્થીઓ માટે એક સમર્પિત ઈ-કોમર્સ પ્લેટફોર્મ, વિકલાંગ વ્યક્તિઓના સમાવેશ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

પ્રોજેક્ટ ઉદયા પરંપરાગત વિકાસ મોડલથી અલગ છે.તે આર્થિક સ્વતંત્રતા દ્વારા સામાજિક સ્તરે સમાનતાને પ્રોત્સાહન આપે છે. ઉદ્યોગ સાહસિકોને તૈયાર કરીને, સામાજિક માળખામાં પરિવર્તન લાવે છે.

આ એક એવું આંદલોન છે કે જે હાંસિયામાં રહેલા લોકોની સમસ્યાને તકમાં પરિવર્તિત કરે છે, અને વ્યક્તિગત ક્ષમતા સામૂહિક પ્રગતિ બની જાય છે.

Related posts

કોટક પ્રાઈવેટ દ્વારા મલ્ટીમિડિયા કેમ્પેઈન સાથે ઉત્કૃષ્ટતાનાં 20 વર્ષની ઉજવણી

amdavadpost_editor

પરમ્પરા એક્ઝિબિશન અને મેટ્રોબિટ ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ‘ગિફ્ટઓફેસ્ટ’ અમદાવાદમાં ૨ થી ૪ ઓગસ્ટ દરમિયાન યોજાશે

amdavadpost_editor

રિન્યૂએ CSR પહેલ માટે ધોલેરા સ્કૂલ સાથે ભાગીદારી કરી

amdavadpost_editor

Leave a Comment