Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સૌરાષ્ટ્રમાં અકસ્માતની વિવિધ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત 21 ઓગસ્ટ 2024: પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે ગોંડલ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને તેમાં ચાર આશાસ્પદ યુવાનોના મોત નિપજયા હતા. આ ઘટનામાં જુનાગઢ, ધોરાજી અને ગોંડલના યુવાનોના કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુની રામકથા ઈન્ડોનેશિયા ખાતે ચાલી રહેલ છે. પૂજ્ય બાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

ગત દિવસોમાં ભાવનગર જિલ્લાના ગણેશગઢ નજીક અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજયા હતા જ્યારે તળાજા તાલુકામાં બાઇક સ્લીપ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું. પૂજ્ય મોરારીબાપુએ આ સૌને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને કુલ મળીને ૪૫,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. માર્યા ગયા છે તેમના સૌનાં નિર્વાણ મોરારીબાપુએ માટે પ્રાર્થના  કરી છે.

Related posts

સેમસંગ ભારતમાં ગેલેક્સી સ્માર્ટફોન્સ પર વિશેષ કિંમતો સાથે તહેવારની ખુશી લાવી

amdavadpost_editor

યામાહા દ્વારા ગ્રાહકોની વધતી માગણી પહોંચી વળવા માટે R3 અને MT-03ની કિંમતોમાં સુધારણાઃ વૈશ્વિક સ્તરે R3ના એક દાયકાની ઉજવણી

amdavadpost_editor

કૃપા તન્ના, લીડ-સીએસઆર, એચડીબી ફાઈનાન્શિયલ સર્વિસિસ

amdavadpost_editor

Leave a Comment