Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રે-બન મેટા (જેન 2) ભારતમાં લોન્ચઃ 2X બેટરી આયુષ્ય, બહેતર વિડિયો કેપ્ચર

નેશનલ | ૦૩ ડિસેમ્બર ૨૦૨૫ — રે-બન મેટા (જેન 2) AI ગ્લાસીસ આજથી આરંભ કરતાં ભારતમાં ઉપલબ્ધ છે, જે વધુ શાર્પ વિડિયો કેપ્ચર લાવીને નોંધપાત્ર રીતે બેટરીનું આયુષ્ય, અપગ્રેડેડ મેટા AI  અનુભવો અને રિફ્રેશ્ડ સ્ટાઈલ્સને સુધારે છે, જે રોજબરોજની યુટિલિટી સાથે આઈકોનિક ડિઝાઈનને સંમિશ્રિત કરે છે. કલેકશન રૂ. 39,900થી શરૂ થતી કિંમતે Ray-Ban Indiaઅને અગ્રગણ્ય ઓપ્ટિકલ અને આઈવેર રિટેઈલરો ખાતે રાષ્ટ્રવ્યાપી ઉપલબ્ધ છે.

રોજબરોજની લાઈફસ્ટાઈલ માટે નેક્સ્ટ- જનરેશન AI ગ્લાસીસ

ફર્સ્ટ જનરેશન રે-બન મેટા ગ્લાસીસની સફળતા પર નિર્મિત રે-બન મેટા (જેન 2) વધુ શાર્પ 3K અલ્ટ્રા HD વિડિયો કેપ્ચર, અલ્ટ્રાવાઈડ HDR અને અપગ્રેડેડ મેટા AI અનુભવો પ્રદાન કરે છે. 8 કલાક સુધી બેટરી આયુષ્ય સાથે 20 મિનિટમાં 50 ટકા સુધી ઝડપી ચાર્જિંગ કરે છે અને ચાર્જિંગ કેસ વધારાની 48 કલાકની પાવર પૂરી પાડે છે. રે-બન મેટા (જેન 2) સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ચાલે તે રીતે તૈયાર કરાયા છે. નવા કેપ્ચર મોડ્સ, જેમ કે, હાઈપરલેપ્સ અને સ્લો મોશન પછીથી સોફ્ટવેર અપડેટ્સ થકી રોલ-આઉટ કરે છે, જે વાર્તાકથનને વધુ ક્રિયાત્મક અને રોમાંચક બનાવે છે.

નવી સ્ટાઈલ્સ, કલર્સ અને લિમિટેડ એડિશન્સ

રે-બન મેટા જેન 2 લીજેન્ડરી વેફેરર, આધુનિક સ્કાઈલર અને લોકપ્રિય હેડલાઈનર સ્ટાઈલ્સમાં આગમન કરી રહ્યા છે. આ વર્ષની લાઈન-અપમાં સીઝનલ કલર્સ, જેમ કે, શાયની કોસ્મિક બ્લુ, શાયની મિસ્ટિક વાયોલેટ અને શાયની એસ્ટેરોઈડ ગ્રે રજૂ કરે છે.

વધુ સ્માર્ટ, વધુ મદદરૂપ મેટા AI

મેટા AI રોજબરોજના સંજોગોમાં વધુ ઉપયોગી છે. ઉપભોક્તાઓ તુરંત ઉત્તરો મેળવવા, ભલામણો કરવા અથવા ક્રિયેટિવ પ્રોમ્પ્ટ્સ માટે “Hey Meta” કહી શકે છે. કન્વર્સેશન ફોકસ સેટિંગ્સમાં અવાજને બહેતર બનાવે છે અને રે-બન મેટા (જેન 2) હવે સંપૂર્ણ હિંદી ઈન્ટરએકશનને સપોર્ટ કરે છે, જેથી ઉપભોક્તાઓ પ્રશ્નો પૂછવા, ફોટો અને વિડિયોઝ મઢી લેવા, મિડિયા કંટ્રોલ કરવું અને મેસેજીસને પ્રતિસાદ જેવા ટાસ્ક્સ માટે મેટા AI સાથે સ્વાભાવિક રીતે વાત કરી શકે છે.

મેટા AI હવે સેલિબર્રિટી AI વોઈસ ધરાવે છે

તાજેતરમાં મેટા AI દ્વારા સેલિબ્રિટી AI વોઈસ રજૂ કરાયો છે, જે ઉપભોક્તાઓને સ્વાભાવિક રીતે થતા વાર્તાલાપમાં આસિસ્ટન્ટ સાથે ઈન્ટરએક્ટ કરવા મદદ કરે છે. લોકો હવે દીપિકા પદુકોણના AI અવાજ સાથે ઈન્ટરએક્ટ કરી શકે છે. તે પસંદગી માટે ઘણા બધા લોકપ્રિય સેલિબ્રિટી અવાજો સહિત આસિસ્ટન્ટ માટે અવાજની મેટા AIની વૈશ્વિક લાઈનઅપમાં જોડાઈ છે.

UPI-લાઈટ પેમેન્ટ્સ ટેસ્ટિંગ

ટૂંક સમયમાં જ તમે નવા ફીચર અનુભવી શકશો, જે તમને તમારા રે-બન મેટા (જેન 2) ગ્લાસીસમાંથી સીધા જ સંરક્ષિત UPI QR- કોડ પેમેન્ટ્સ કરવાની અનુકૂળતા આપશે. બસ તમારા ગ્લાસ પહેરીને QR કોડ તરફ જુઓ અને UPI લાઈટ પેમેન્ટ પૂર્ણ કરવા માટે “Hey Meta, scan and pay” કહો. આ માટે તમારા ફોનનો ઉપયોગ કરવાની પણ જરૂર નથી. પેમેન્ટ્સ તમારા વ્હોટ્સએપ- લિંક્ડ બેન્ક અકાઉન્ટ થકી પ્રક્રિયા કરાશે, જેથી રોજબરોજની લેણદેણ અગાઉ કરતાં વધુ ઝડપી અને વધુ આસાન બને છે.

અમે ભારતમાં વધુ ને વધુ લોકો સંપૂર્ણ નવા રે-બન મેટા જેન 2 સ્માર્ટ ગ્લાસીસ અનુભવે તે માટે ઉત્સુક છીએ.

==========

Related posts

ડેસ્ક જોબ્સ અને સાંધાનો તણાવ: તમારી કામકાજની દિનચર્યા કેવી રીતે ગુપ્ત રીતે તમારા ઘૂંટણ અને કરોડરજ્જુને વૃદ્ધ કરી રહી છે

amdavadpost_editor

સેમસંગનાં નવાં AI-પાવર્ડ પીસી, ગેલેક્સી બુક 5 સિરીઝ હવે ભારતમાં ઉપલબ્ધ

amdavadpost_editor

જગતગુરુ મામા સરકારની 12 દિવસીય અખંડ સનાતની સંકલ્પ યાત્રા બિંદુ સરોવરથી પવિત્ર પ્રતિજ્ઞા-જળ લઈને, અંબાજી તરફ વધી

amdavadpost_editor

Leave a Comment