Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રેઝરપે મેટા બિઝનેસ એજન્ટ પર લાઇવ થયું, હવે વોટ્સએપ બિઝનેસ એપમાં જ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવી.

ગ્રાહકો એક જ વોટ્સએપ વાતચીત દરમિયાન પોતાની પસંદગીની પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને પૂછપરછ કરી શકે છે, નિર્ણય લઈ શકે છે અને પેમેન્ટ પણ કરી શકે છે, જ્યારે સમગ્ર પ્રક્રિયા દરમિયાન વ્યવસાયના માલિકનું નિયંત્રણ જળવાઈ રહે છે.

બેંગલુરુ, ભારત | ૧૭ નવેમ્બર ૨૦૨૬ | ભારતમાં લાખો નાના વ્યવસાયો માટે વોટ્સએપ માત્ર એક મેસેજિંગ એપ નથી. તેમના વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ દ્વારા ગ્રાહકો ઉત્પાદનો વિશે જાણે છે, પ્રશ્નો પૂછે છે, વિવિધ વિકલ્પોની સરખામણી કરી શકે છે અને શું ખરીદવું તે નક્કી કરી શકે છે. જોકે, આ વાતચીતને વેચાણમાં પરિવર્તિત કરવું હંમેશાં સરળ હોતું નથી. વ્યવસાયોને આ અંતર ઘટાડવામાં મદદરૂપ થવા માટે રેઝરપે ભારતમાં મેટા બિઝનેસ એજન્ટ પર પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યું છે, જેનાથી વ્યવસાયો અને તેમના ગ્રાહકોને આ સુવિધાનો લાભ મળશે.

વાતચીત આધારિત કોમર્સ (ચેટ-લેડ શોપિંગ) તરફનો બદલાવ હવે વાસ્તવિકતા બની રહ્યો છે. મેટા દ્વારા હાથ ધરવામાં આવેલા કાંટારના એક અભ્યાસ મુજબ, 75% ઑનલાઇન પુખ્ત વયના ગ્રાહકો ઇચ્છે છે કે તેઓ વ્યવસાયો સાથે એ જ રીતે વાતચીત કરી શકે, જે રીતે તેઓ પોતાના મિત્રો અને પરિવારજનો સાથે મેસેજિંગ દ્વારા કરે છે. પરંતુ, જો કોઈ ગ્રાહક વ્યવસાયના કામકાજના સમય પછી પૂછપરછ કરે અથવા તેને સમયસર પ્રતિસાદ ન મળે, તો વેચાણની તક શરૂઆત થાય તે પહેલાં જ ગુમાવી શકાય છે. ગ્રાહક ખરીદી કરવા તૈયાર હોય ત્યારે પણ પેમેન્ટની પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓને કારણે વેચાણની તક હાથમાંથી નીકળી શકે છે. વ્યસ્ત વેચાણના સમયગાળા દરમિયાન આ પડકારો વધુ ગંભીર બની શકે છે, કારણ કે તે સમયે વ્યવસાયના માલિકોએ એકસાથે અનેક જવાબદારીઓ સંભાળવી પડતી હોય છે.

તે કેવી રીતે કામ કરે છે?

મેટા બિઝનેસ એજન્ટ વોટ્સએપ પર ગ્રાહકોના પ્રશ્નોના જવાબ આપે છે, તેમને ઉત્પાદનોની ભલામણ કરે છે અને વાતચીતને આગળ વધારે છે. જ્યારે ગ્રાહક ખરીદી કરવા માટે તૈયાર થાય છે, ત્યારે આ એજન્ટ રેઝરપે દ્વારા સંચાલિત પેમેન્ટ લિંક જનરેટ કરે છે, જેના દ્વારા ગ્રાહક કોઈ અન્ય એપ પર ગયા વિના, સીધા ચેટમાં જ પોતાની પસંદગીની પેમેન્ટ પદ્ધતિથી ચુકવણી કરી શકે છે. આથી ખરીદીની પ્રક્રિયા સરળ બને છે અને વેચાણની તક ગુમાવવાની શક્યતા ઘટે છે. આ ભાગીદારી વ્યવસાયો અને તેમના ગ્રાહકો બંનેને કેવી રીતે ફાયદો પહોંચાડે છે, તે નીચે મુજબ છે:

નાના વ્યવસાયો માટે તેનો શું અર્થ થાય છે? 

  • સતત ગ્રાહક પ્રતિસાદ: જ્યારે વ્યવસાયના માલિકો ઓર્ડર, ઇન્વેન્ટરી અથવા દુકાન પર આવતા ગ્રાહકોને સંભાળવામાં વ્યસ્ત હોય, ત્યારે પણ આ એજન્ટ ગ્રાહકોની પૂછપરછનો જવાબ આપી શકે છે. તહેવારોની સિઝન દરમિયાન, જ્યારે ગ્રાહકોની પૂછપરછમાં વધારો થતો હોય છે, ત્યારે આ સુવિધા ખાસ ઉપયોગી સાબિત થઈ શકે છે.
  • સરળ ખરીદી પ્રક્રિયા: ગ્રાહકો એક જ વાતચીત દરમિયાન પોતાની પસંદગીની પેમેન્ટ પદ્ધતિ જેમ કે UPI, કાર્ડ અથવા નેટબેન્કિંગ દ્વારા ચુકવણી કરી શકે છે. આનાથી ગ્રાહકની પૂછપરછથી લઈને પેમેન્ટ સુધીની પ્રક્રિયા સરળ બને છે અને વેચાણની તક ગુમાવવાની શક્યતા ઘટે છે.
  • વ્યવસાયના માલિકોનું નિયંત્રણ જળવાઈ રહે છે: વ્યવસાયના માલિકો નક્કી કરી શકે છે કે એજન્ટ ક્યારે સક્રિય રહેશે. તેઓ કોઈપણ સમયે વાતચીતમાં જાતે જોડાઈ શકે છે અને ચોક્કસ પ્રકારની પૂછપરછને વ્યક્તિગત રીતે જવાબ આપવા માટે સંબંધિત વ્યક્તિ સુધી પહોંચાડી શકે છે.

ખરીદદારો માટે તેનો શું અર્થ થાય છે? 

  • ગિફ્ટ હેમ્પર શોધવાથી લઈને તહેવારના ખાસ પોશાકની ઉપલબ્ધતા તપાસવા સુધી, ગ્રાહકો વોટ્સએપ પર પોતાની ભાષામાં પ્રશ્નો પૂછી શકે છે, વિવિધ ઉત્પાદનો વિશે માહિતી મેળવી શકે છે અને સહાય મેળવી શકે છે, પછી ભલે તે સમયે વ્યવસાયના માલિક વ્યસ્ત હોય.
  • એકવાર ગ્રાહકો પોતાની પસંદગી કરી લે ત્યારબાદ તેઓ રેઝરપે દ્વારા સંચાલિત પેમેન્ટ લિંકનો ઉપયોગ કરીને પોતાની પસંદગીની પેમેન્ટ પદ્ધતિથી ચુકવણી કરી શકે છે. આનાથી એક જ વાતચીત દરમિયાન સરળતાથી અને કોઈપણ વિક્ષેપ વિના ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.

રેઝરપેના ચીફ ઓપરેટિંગ ઓફિસર રાહુલ કોઠારીએ જણાવ્યું હતું કે, “ભારતના નાના વ્યવસાયો હંમેશાં ગ્રાહકો સુધી પહોંચવાની નવી રીતો અપનાવવામાં અગ્રેસર રહ્યા છે. વોટ્સએપ પર ઓર્ડર સ્વીકારવાથી લઈને ગ્રાહકોની પૂછપરછનું નિરાકરણ લાવવા સુધી, તેઓ સતત નવીન રીતો અપનાવતા રહ્યા છે. AI ગ્રાહકો દ્વારા ઉત્પાદનો શોધવાની અને તેમની પસંદગી કરવાની રીતમાં પરિવર્તન લાવી રહ્યું છે ત્યારે હવે પછીનો પડકાર ગ્રાહકો માટે ઉત્પાદનની શોધથી લઈને તેની ખરીદી સુધીની પ્રક્રિયાને એટલી જ સરળ બનાવવાનો છે. વોટ્સએપ પર મેટા બિઝનેસ એજન્ટ પર રેઝરપે દ્વારા સંચાલિત પેમેન્ટ લિંક્સની સુવિધા સાથે, અમે વ્યવસાયોને આ વાર્તાલાપને મોટા પાયે સફળ વેચાણમાં પરિવર્તિત કરવામાં સક્ષમ બનાવી રહ્યા છીએ. અમે આ પહેલને દરેક કદના વ્યવસાયો માટે કોમર્સના ઉભરતા નવા અનુભવોને વ્યવહારુ બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનીએ છીએ, જેમાં તેમની કામગીરીની હાલની પ્રક્રિયામાં કોઈ વધારાની જટિલતા ઉમેરાતી નથી.”

જેમ જેમ AI આસિસ્ટન્ટ્સ ઉત્પાદનોની શોધ અને ખરીદી માટેનું નવું માધ્યમ બની રહ્યા છે, તેમ પેમેન્ટની સુવિધા પણ આ જ અનુભવનો એક ભાગ હોવી જરૂરી છે. રેઝરપે એજન્ટિક કોમર્સ ક્ષેત્રે પોતાના પ્રયાસો દ્વારા આ બદલાવની દિશામાં પહેલેથી જ કામ કરી રહ્યું છે. મેટા સાથેની આ ભાગીદારી દ્વારા આ અભિગમને વોટ્સએપ સુધી વિસ્તારવામાં આવ્યો છે, જ્યાં ભારતીય વ્યવસાયો દરરોજ પોતાના ગ્રાહકો સાથે જોડાય છે. ગ્રાહકો સાથેના વાર્તાલાપ અને પેમેન્ટની પ્રક્રિયાને વધુ નજીક લાવીને, રેઝરપે નો ઉદ્દેશ્ય વ્યવસાયો માટે ગ્રાહકોની રુચિને ખરીદીમાં પરિવર્તિત કરવાનું વધુ સરળ બનાવવાનો છે, ખાસ કરીને એવા ડિજિટલ પ્લેટફોર્મ પર જ્યાં આ વાતચીત પહેલેથી જ થઈ રહ્યા છે.

== સમાપ્ત ==

Related posts

“રામાયણ અભણ થઈને વાંચજો”

amdavadpost_editor

રામ માનસનો પુર્વાર્ધ, કૃષ્ણ મધ્યભાગ અને કરુણા ઉત્તરાર્ધ છે.

amdavadpost_editor

‘વેલકમ ટુ ધ જંગલ’માં અક્ષય કુમારનો મોટો નિર્ણય, એક પણ રૂપિયાની ફી લીધી નહીં

amdavadpost_editor

Leave a Comment