Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભજન કરી ધર્મગુરુ સિદ્ધાંત આપે, સદગુરુ સત્ય આપે – શ્રી મોરારીબાપુ

શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા યોજાયેલ સમૂહલગ્ન અને સંતવાણી સન્માન કાર્યક્રમ

તલગાજરડા, ગુજરાત | ૨૮ નવેમ્બર ૨૦૨૬ | શ્રી ચિત્રકૂટધામ તલગાજરડામાં શ્રી પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે સમૂહલગ્ન અને સંતવાણી સન્માનનો સાત્વિક ઉપક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી મોરારીબાપુ કહ્યું કે, ભજન કરી ધર્મગુરુ સિદ્ધાંત આપે છે, સદગુરુ સત્ય આપે છે.

શ્રી મોરારીબાપુ દ્વારા શ્રી ચિત્રકૂટધામ તલગાજરડામાં યોજાયેલ કાર્યક્રમમાં સંતવાણી ગાયક, સંગીતકાર આરાધકોનું સન્માન અભિવાદન કરવામાં આવ્યું.

શ્રી મોરારીબાપુએ આ સન્માન કાર્યક્રમ એ ભજન વંદનાનો પ્રતીક ઉપક્રમ ગણાવી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો અને તેમના પ્રેરક હરખ ઉદ્બોધનમાં કહ્યું કે, ભજન કરી ધર્મગુરુ સિદ્ધાંત આપે છે, સદગુરુ સત્ય આપે છે. ભજનથી શું મળે? તે પ્રશ્ન છેડી શ્રી મોરારીબાપુએ તુલસીદાસજીના ઉલ્લેખ સાથે કહ્યું કે, તેને પછી ભજન સિવાય કશું જ ગમતું નથી. ભજન વડે થતી પ્રાપ્તિનો પણ ઉલ્લેખ કર્યો.

આ કાર્યક્રમમાં શ્રી સુખરામજીબાપુ મોટાભમોદરાની ‘આદિ સર્જક વંદના’ થઈ , ભજનિક શ્રી દેવરાજ ગઢવી નાનો ડેરો (બાડા કચ્છ), તબલાવાદક શ્રી પ્રતાપભાઈ બારોટ (જૂનાગઢ), તબલા વાદક શ્રી હિતેશગીરી ગોસાઈ (બાબરા રાજકોટ) અને મંજીરવાદક શ્રી સંજયભાઈ કાપડી (જામનગર) આ પ્રતિભાઓને ‘સંતવાણી સન્માન’ એનાયત થયાં.

આ સન્માન કાર્યક્રમ સંચાલન કરતાં શ્રી હરિશ્ચંદ્રભાઈ જોષીએ સંતવાણી પરંપરાનો ઉલ્લેખ કરી અલગ અલગ પ્રાંતોની સંતવાણી સંદર્ભે રસ પીરસ્યો અને શ્રી મોરારીબાપુ પ્રેરિત આ આયોજન વિશે પ્રાસંગિક વિગત આપી.

શ્રી પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે અહીંયા યોજાયેલ સમૂહલગ્નમાં ગામની દીકરીઓએ લગ્નજીવનમાં પગલાં પાડ્યાં.

તલગાજરડામાં આ સમૂહલગ્ન અને સંતવાણી સન્માનનો સાત્વિક ઉપક્રમ યોજાઈ ગયો, જેમાં સાવરકુંડલાના શ્રી ભક્તિરામબાપુ સાથે લોકસાહિત્યકાર શ્રી ભિખુદાન ગઢવી, ભજનિક શ્રી નિરંજનભાઈ પંડ્યા, લોકગાયક ભજનિક શ્રી હેમંતભાઈ ચૌહાણ, સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલા, ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ અને કલાકાર ભજનિકો શ્રી બિહારીભાઈ ગઢવી, શ્રી ભારતીબેન વ્યાસ, શ્રી કિર્તીદાન ગઢવી, શ્રી માયાભાઈ આહિર, શ્રી નીતિનભાઈ વડગામા સહિત સાહિત્યકારો, કલાકારો, ધાર્મિક તથા સામાજિક અગ્રણીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં જોડાયાં અને આ પ્રસંગ માણ્યો. આ સન્માન પસંદગી સેવામાં શ્રી પરષોત્તમપરી ગોસ્વામી તથા શ્રી ખેતશીભાઈ ગઢવી રહ્યાં હતાં.

તલગાજરડા ચિત્રકુટધામમાં સંતવાણીના આ સન્માન ઉપક્રમ સાથે નામી અનામી ભજનિક કલાકારો દ્વારા સંતવાણી લાભ મળ્યો હતો.

== સમાપ્ત ==

Related posts

‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓન કલ્ચરલ ટુરિઝમ’નો પ્રારંભ : 31 જુલાઈથી 2 ઓગસ્ટ ગાંધીનગરના IHM અમદાવાદ ખાતે યોજાશે

amdavadpost_editor

બ્રેઈન ફોગ એ માત્ર ” અસ્વસ્થતા” નથી : ન્યુરોલોજીસ્ટ લોકોને શું જાણવા માંગે છે

amdavadpost_editor

ઈડીઆઇઆઇમાં સર્કુલર ઈકોનોમી, સસ્ટેનેબિલિટી અને એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ પર આંતરરાષ્ટ્રીય કાર્યક્રમની શરૂઆત

amdavadpost_editor

Leave a Comment