Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

તલગાજરડાના ચિત્રકુટધામ ખાતે મોરારીબાપુ દ્વારા સંતવાણી એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાશે

— પૂજ્ય મોરારીબાપુના પિતાશ્રી પૂજ્ય પ્રભુદાસ બાપુ ની પુણ્યતિથિએ દર વર્ષે યોજાતો સાત્વિક કાર્યક્રમ

અમદાવાદ, ગુજરાત | ૨૧ નવેમ્બર ૨૦૨૬ | મહુવા નજીકના સુપ્રસિદ્ધ તિર્થસ્થળ તલગાજરડા ગામના ચિત્રકુટધામ મધ્યે પ્રતિવર્ષની જેમ પૂજ્ય મોરારીબાપુ દ્વારા સંતવાણી એવોર્ડઝ એનાયત કરવામાં આવશે. આગામી તા.26/11/2026ને ગુરુવારે રાત્રિના 7 કલાકે પ્રયોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનીકો, સંતવાણી વાદકો તેમજ સંતવાણી પ્રેમીઓની બહોળી ઉપસ્થિતિમાં પૂજ્ય મોરારીબાપુના હસ્તે સંતવાણીના આદિ સર્જકની વંદના અંતર્ગત

સંત શ્રી પૂજ્ય સુખરામજી બાપુ, મોટા ભમોદરા ની વંદના થશે. જ્યારે સુપ્રસિદ્ધ ભજનીક દેવરાજ ગઢવી, નાનો ડેરો, (બાડા-કચ્છ),તબલા વાદક શપ્રતાપભાઈ બારોટ,જુનાગઢ, તથા હિતેશગીરી  ગણપતગીરી ગોસાઈ (બાબરા રાજકોટ) તથા મંજીરાવાદક સંજયભાઈ (જમનાદાસ)કાપડી જામનગર ને વર્ષ ૨૦૨૬ નો સંતવાણી એવોર્ડ આપીને વંદના કરવામાં આવશે.

એવોર્ડ અર્પણ વિધિ બાદ પૂજ્ય બાપુનું પ્રસંગિક ઉદબોધન થશે અને ત્યારબાદ રાજ્યના સુપ્રસિદ્ધ ભજનીકો દ્વારા સંતવાણીની પ્રસ્તુતિ થશે.

પૂજ્ય પ્રભુદાસબાપુની પુણ્યતિથિ (કારતક વદ બીજ) નિમિતે પૂજ્ય મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શનમાં દર વર્ષે આ તિથિએ સંતવાણી એવોર્ડઝ અર્પણ કરીને સંતવાણીના રચયિતા, સંતવાણી– ભજનના ગાયક તેમજ સંતવાણીના વાદ્ય સંગીતકારોની વંદના કરવાનો ઉપક્રમ રચાય છે. તે જ દિવસે સવારના સમયે તલગાજરડા ગામની દિકરીનાં સમુહલગ્ન પણ યોજાશે.

== સમાપ્ત ==

Related posts

ભારતના 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે 2,000 જાવા, યેઝદી અને બીએસએ રાઇડર્સ એક સાથે આવ્યા

amdavadpost_editor

જવેલશીક એ અમદાવાદમાં ફ્લેગશિપ સ્ટોર ઓપન કર્યો

amdavadpost_editor

ઈન્ડિયનઓયલ યુટીટી 2024: અયહિકાએ શાનદાર ફોર્મ જાળવ્યું, પુનેરી પલ્ટન ટેબલ ટેનિસે અમદાવાદ એસજી પાઈપર્સને 10-5થી હરાવ્યું

amdavadpost_editor

Leave a Comment