અમદાવાદ, ગુજરાત 17 સપ્ટેમ્બર, 2024: કેટેગરી II ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઇએફ) શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડે (એસઆઇએફ) સોમવાર, 16 સપ્ટેમ્બર, 2024ના રોજ લક્ષિત ભંડોળના 50 ટકા હિસ્સો હાંસલ કરીને તેના પ્રથમ ફંડને સફળતાપૂર્વક સમાપ્ત કર્યાંની જાહેરાત કરી છે. ગુજરાતમાં આ પ્રકારના પ્રથમ એઆઇએફ તરીકે આ ફંડે હાઇ-નેટ-વર્થ ઇન્ડિવિડ્યૂઅલ અને ફેમિલી ઓફિસ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મેળવ્યો છે, જે અગ્રણી ડેવલપર શિવાલિક ગ્રૂપમાં તેમનો વિશ્વાસ અને અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં ઝડપી વૃદ્ધિથી પ્રેરિત છે.
કેટેગરી II એઆઇએફનું લક્ષિત ભંડોળ રૂ. 150 કરોડ હતું તથા ગ્રીન શૂ વિકલ્પ અંતર્ગત વધારાના રૂ. 150 કરોડ ઊભા કરવાનો વિકલ્પ હતો. આ ફંડ અમદાવાદમાં ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતા વિસ્તારોમાં મુખ્યત્વે રેસિડેન્શિયલ, કમર્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ્સ ઉપર કેન્દ્રિત છે. એસઆઇએફ પાસે બેજોડ ડીલ સાથે અપાર તકો ઉપલબ્ધ છે તથા હાલમાં ઓળખ કરાયેલી ડીલ ઉપર નિર્ણાયક ચર્ચા ચાલી રહી છે.
શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડની મુખ્ય રોકાણ ટીમના સદસ્ય જિગર શાહે જણાવ્યું હતું કે, “આ ઉપલબ્ધિ અમારા રોકાણકારો માટે એક વિશ્વસનીય ખાનગી રોકાણનું માધ્યમ વિકસિત કરવાના અમારા વિઝનનો પુરાવો છે.”
શિવાલિક ગ્રૂપ 75 લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ અને 15 મિલિયન ચોરસફૂટથી વધુ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટનો અભૂતપૂર્વ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટમાં શિવાલિક ગ્રૂપ પ્રતિષ્ઠિત છે, જે ગુણવત્તા અને ઇનોવેશન માટે ઓળખાય છે. શિવાલિકે તેના આઇકોનિક પ્રોજેક્ટ્સ દ્વારા અમદાવાદમાં 12 માઇક્રો માર્કેટ વિકસાવ્યાં છે.
શિવાલિક ગ્રૂપના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર ચિત્રક શાહે જણાવ્યું હતું કે, અમારા પ્રથમ ફંડનું સફળ સમાપન અમદાવાદમાં અમારી ઉપસ્થિતિ વધારવા અને અમારા રોકાણકારોને મહત્તમ વળતર પ્રદાન કરવા અમારી ફાઇનાન્સિયલ અને ડેવલપમેન્ટ કુશળતાનો લાભ લેવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે.
અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ માળખાકીય વિકાસ, આવકમાં વધારો તથા પ્રીમિયમ રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોપર્ટીની વધતી માગને જોતાં પરિવર્તનકારી તબક્કામાં પ્રવેશી રહ્યું છે. શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ પ્રાઇવેટ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પિયૂષ કોઠારીએ જણાવ્યું હતું કે, શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ પ્રોફેશ્નલ રીતે મેનેજ ફંડ દ્વારા આ ટ્રેન્ડનો લાભ લેવા માટે સજ્જ છે, જે રોકાણકારોને શિવાલિક ગ્રૂપની વૃદ્ધિગાથામાં સહભાગી બનવાની તક આપે છે.