Amdavad Post
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

શ્રી શક્તિ સેવા કેન્દ્ર 1 મેથી બાળ ભિક્ષાવૃત્તિની સામે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરશે

અમદાવાદ, ગુજરાત | ૩૦મી એપ્રિલ ૨૦૨૬ — અંબાજીમાં વંચિત બાળકોના કલ્યાણ માટે કાર્યરત સામાજિક સંસ્થા શ્રી શક્તિ સેવા કેન્દ્રએ 1 મેથી ગુજરાત સ્થાપના દિવસ પ્રસંગે બાળ ભિક્ષા મુક્ત ગુજરાત નામનું રાજ્યવ્યાપી જાગૃરતા અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે.

આ અભિયાનનો ઉદ્દેશ્ય માત્ર સહાનુભૂતિ સુધી સીમિત ન રહેતાં સમાજમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાનો છે, જેમાં ભિક્ષાવૃત્તિમાં સામેલ બાળકો માટે શિક્ષણ અને પુનર્વાસ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ અભિયાનની જાહેરાત ગુરૂવારે અમદાવાદમાં વૈષ્ણો દેવી સર્કલ સ્થિત શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટરમાં કરાઇ હતી. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ અભિયાનનો મુખ્ય સંદેશ એ છે કે પ્રત્યેક બાળકને રોડ નહીં, પરંતુ ક્લાસરૂમ મળવા જોઇએ. શ્રી શક્તિ સેવા કેન્દ્ર દેશના નાગરિકો વચ્ચે વિવિધ જાગૃકતા પહેલ દ્વારા બાળકોને ભિક્ષાવૃત્તિથી શિક્ષણ અને સન્માનજક જીવન તરફ લઇ જવામાં સક્રિય ભૂમિકા નિભાવવા પ્રેરિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

ગુજરાતના 66માં સ્થાપના દિવસે આ અભિયન અંતર્ગત 66 અગ્રણીઓ કે જેમાં પ્રોફેશનલ્સ, ઉદ્યોગપતિ અને સાર્વજનિક જીવન સાથે જોડાયેલા લોકો છે, તેમના 20-30 સેકંડના વિડિયો મેસેજ શેર કરાશે. આ મેસેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા રજૂ કરાશે, જેનાથી જનતાનઆ પહેલને ટેકો આપવા તથા સકારાત્મક પરિવર્તનનો હિસ્સો બનવા આહ્વાન કરાશે.

આ પ્રસંગે સંસ્થાના સંસ્થાપક શ્રીમતી ઉષા અગ્રવાલે જણાવ્યું હતું કે, આ અમારા માટે એક આધ્યાત્મિક સફર છે. અમે થોડાં બાળકોને મદદ કરવાના એક નાના પ્રયાસથી અમારી પહેલ શરૂ કરી હતી, જે આજે ઘણાં બાળકોને સ્પર્શ કરતું અભિયાન બની ગયું છે. આ વર્ષો દરમિયાન અમે એવાં બાળકોને પણ જોયા છે કે જેઓ રોડ ઉપર ભિખ માગતા હતાં, પરંતુ આજે ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યાં છે તેમજ સફળ પ્રોફેશનલ અને ખેલાડી બન્યાં છે. આ ઉદાહરણ દર્શાવે છે કે જો સમાજ આગળ આવીને જવાબદારી ઉઠાવશે તો પરિવર્તન લાવવું શક્ય છે.

તેમણે ઉમેર્યું હતું કે, અમારું માનવું છે કે બાળકોને શીખવા, આગળ વધવા અને સપના જોવાનો અધિકાર છે. બાળક ભિક્ષા મુક્ત ગુજરાત – અભિયાનના માધ્યમથી અમે એક સામૂહિક આંદોલનની શરૂઆથ કરવા માગીએ છીએ, જેથી કોઇપણ બાળક ભિખ માગવા માટે મજબૂર ના થાય. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાની ક્ષમતા અનુસાર આ પ્રયાસમાં યોગદાન આપે, ભલે તે શિક્ષણ માટે સહયોગ આપે, જાગૃકતા ફેલાવે કે પછી ભિક્ષાવૃત્તિને રોકવા પ્રયાસ કરે. અમારો ઉદ્દેશ્ય ભિક્ષા થી શિક્ષાની દિશામાં બદલાવ લાવવાનો છે. અત્યાર સુધી અમને જે પણ સહયોગ મળ્યો છે તેનાથી અમારો ઉત્સાહ વધ્યો છે.

શ્રી શક્તિ સેવા કેન્દ્ર વર્ષ 2011થી અંબાજીમાં કાર્યરત છે અને સંસ્થાએ અત્યાર સુધીમાં 200થી વધુ બાળકોને આશ્રય, પોષણ અને શિક્ષણ પ્રદાન કર્યું છે. એક નાના પ્રયાસરૂપે શરૂ થયેલી આ પહેલ હવે એક મજબૂત અને સુઆયોજિત વ્યવસ્થામાં વિકસિત થઇ છે, જે બાળકોમાં આત્મવિશ્વાસ અને આકાંક્ષાઓને વિકસિત કરે છે.

સંસ્થાની એક મહત્વપૂર્ણ પહેલ હેઠળ ગુજરાતની પ્રથમ આદિવાસી કન્યાઓનું બેગપાઇપર બેન્ડની રચના થઇ છે, જેમાં એવા બાળકો સામેલ છે કે જેઓ એક સમયે ભિક્ષાવૃત્તિમાં સામેલ હતાં. આ બેન્ડે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ સમક્ષ પ્રસ્તુતિ કરી છે, જે જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનનું પ્રતિક છે. તેના કાર્યક્રમમાં સંસ્થા સાથે જોડાયેલા બાળકો અને બેન્ડના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

બાળકોના ઉત્કર્ષ માટે કામ કરવાની સાથે-સાથે સંસ્થાએ મહિલા સશક્તિકરણ ઉપર પણ વિશેષ ધ્યાન આપ્યું છે અને 350થી વધુ મહિલાઓને સિલાઇ, દીવા અને અગરબત્તી બનાવવા જેવાં કૌશલ્યોના માધ્યમથી આત્મનિર્ભર બનાવ્યાં છે.

ભવિષ્યમાં સંસ્થા વધુ બાળકો સુધી પહોંચવા કટીબદ્ધ છે. આ ઉપરાંત મહિલાઓને પણ સશક્ત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. સંસ્થા થરાદ અને ….માં એક નવું પ્રશિક્ષણ કેન્દ્ર સ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહી છે કે જેથી વધુ મહિલાઓ આર્થિકરૂપે સ્વતંત્ર બની શકે.

બાળ ભિક્ષા મુક્ત ગુજરાત અભિયાનના માધ્યમથી શ્રી શક્તિ સેવા કેન્દ્ર એક વ્યાપક જન આંદોલનને પ્રોત્સાહિત કરવા માગે છે. સંસ્થાનું લક્ષ્ય સામૂહિક પ્રયાસોના માધ્યમથી એક એવાં ગુજરાતની રચના ઉપર છે કે જ્યાં કોઇ બાળક પાછળ ન રહી જાય.

Related posts

અતુલ ગ્રીનટેક અને એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સે ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટી ક્રાંતિને આગળ ધપાવવા વ્યૂહાત્મક એમઓયુ કર્યાં

amdavadpost_editor

અમદાવાદમાં દર 10માંથી 9 થી વધુ રિક્રુટર્સ તેમના હાયરિંગ બજેટના 70 ટકા સુધીનો હિસ્સો એઆઈ અને ટેકનોલોજીમાં સ્માર્ટ, ઝડપી હાયરિંગ માટે કરી રહ્યા છે: લિંક્ડઇન રિસર્ચ

amdavadpost_editor

એસયૂડી લાઈફે ભાવનગરમાં છેતરપિંડીયુક્ત વો નિષ્ફળ બનાવ્યો

amdavadpost_editor

Leave a Comment