Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

દીકરી સન્માન અને વસ્ત્રદાનથી ગુંજ્યું બાલાજી હનુમાન મંદિર

શ્રાવણ માસ અને રક્ષાબંધન નિમિત્તે ૬થી ૨૧ વર્ષની દીકરીઓ માટે અનોખું સેવાકાર્ય

અમદાવાદ, ગુજરાત | ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ | પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે શ્રી બાલાજી હનુમાન મંદિર પરિવાર દ્વારા અનોખા સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના મેમદાબાદ ના દેસરા ખાતે આવેલ,મંદિર પરિવારના ટ્રસ્ટી શ્રીમતી જાગૃતિબેન મનિષકુમાર ત્રિવેદીના પ્રયાસોથી ૬થી ૨૧ વર્ષની દીકરીઓને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું.

આ સેવાકાર્ય શ્રી જગન્નાથજી મંદિરના મહંત તથા જગદ્દગુરુ શ્રી દિલીપદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસમાં યોજાયેલા આ સેવાકાર્ય દ્વારા ‘માનવ સેવા એ જ માધવ સેવા’ની ભાવનાને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર નથી, પરંતુ સમાજની દીકરીઓ પ્રત્યે સન્માન, પ્રેમ અને જવાબદારી વ્યક્ત કરવાનો પણ અવસર છે. આ ભાવના સાથે મંદિર પરિવાર દ્વારા દીકરીઓના સન્માન અને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

મંદિર પરિવારની ભાવના છે કે સમાજની દરેક દીકરીને સન્માન, પ્રેમ અને પ્રોત્સાહન મળે. વસ્ત્રદાન દ્વારા દીકરીઓને માત્ર ઉપયોગી વસ્તુ આપવામાં આવી નથી, પરંતુ તેમના પ્રત્યે સન્માન અને લાગણીનો સંદેશ પણ આપવામાં આવ્યો છે.

== સમાપ્ત ==

Related posts

અનએકેડમી લર્નર્સે મેળવ્યું JEE 2025માં શાનદાર પરિણાામ : 4129થી વધુ વિદ્યાર્થીઓનું સિલેકશન; ઉજ્જ્વલ કેસરીએ મેળવ્યો ઓલ ઇન્ડિયામાં પાંચમો રેન્ક

amdavadpost_editor

જગદગુરુ શંકરાચાર્ય તેમના વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે બેનિફિટ ન્યૂઝ અને ઇન્ડિયન બિઝનેઝ પેજીસના સંસ્થાપક એડિટર શ્રી ભરતભાઇ પોપટની ષષ્ઠી પૂર્તી ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા પધાર્યા હતા

amdavadpost_editor

નેટફ્લિક્સની સસ્પેન્સ થ્રિલર સિરીઝ ‘સારે જહાં સે અચ્છા’ના પ્રમોશન માટે અભિનેતા પ્રતીક ગાંધી અને સન્ની હિંદુજા અમદાવાદની મુલાકાતે

amdavadpost_editor

Leave a Comment